Translate to...

કપિલ શર્માના શોમાં સોનુ સૂદ પહેલો સેલિબ્રિટી ગેસ્ટ બન્યો, તસવીરોમાં

કપિલ શર્માના શોમાં સોનુ સૂદ પહેલો સેલિબ્રિટી ગેસ્ટ બન્યો, તસવીરોમાં




‘ધ કપિલ શર્મા શો’ના નવા એપિસોડ પહેલી ઓગસ્ટથી શરૂ થશે. લૉકડાઉન બાદના પહેલા એપિસોડમાં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે સોનુ સૂદ જોવા મળશે. થોડાં સમય પહેલાં જ શોની સ્ટાર-કાસ્ટે શૂટિંગ કર્યું હતું. અંદાજે ચાર મહિના બાદ સ્ટાર-કાસ્ટ શોના સેટ પર પરત ફરી હતી. કપિલ શર્મા સહિત ટીમે સોશિયલ મીડિયામાં પહેલા દિવસની તસવીરો તથા વીડિયો શૅર કર્યાં હતાં. હવે, સોનુ સૂદની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ બની હતી.

કપિલ શર્માની ટીમે લૉકડાઉન પહેલાં છેલ્લો એપિસોડ 15 માર્ચના રોજ શૂટ કર્યો હતો. આ શોનું પ્રસારણ 22 માર્ચના રોજ કરવામાં આવ્યું હતું.

હાલમાં જ સોનુ સૂદે ‘ધ કપિલ શર્મા શો’માં પોતાના હિસ્સાનું શૂટિંગ કર્યું હતું. સોનુ સૂદે શોમાં શ્રમિકોને તેમના ઘરે પહોંચડ્યા તેના અનુભવો પર વાત કરી હતી. આ ઉપરાંત સોનુ સૂદે શોમાં પોતાની પ્રવાસી રોજગાર એપ પર પણ વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે સોનુ સૂદે શ્રમિકોને યોગ્ય જગ્યાએ નોકરી મળી રહે તે માટે પ્રવાસી રોજગાર એપ લોન્ચ કરી છે.

લાઈવ ઓડિયન્સને બદલે કાર્ડ બોર્ડ કટ-આઉટ દેખાશે સામાન્ય રીતે શોની સ્પેશિયલ ગેસ્ટ અર્ચના પૂરણ સિંહ લાઈવ ઓડિયન્સ સાથે બેસતી હતી. જોકે, હવે શોમાં લાઈવ ઓડિયન્સ બોલાવી શકાશે નહીં. શોમાં લાઈવ ઓડિયન્સના સ્થાને દર્શકોના કાર્ડ બોર્ડ કટ-આઉટ મૂકવામાં આવ્યા હતા. સામાન્ય રીતે શોમાં 100-150 લાઈવ દર્શકો આવતા હતા પરંતુ હવે તેમની જગ્યાએ 50-60 જેટલા કટ-આઉટ મૂકવામાં આવ્યા હતા.

હાલમાં જ સોનુએ અલગ-અલગ રીતે મદદ કરી હતી હાલમાં જ આંધ્રપ્રદેશના ચિત્તુર જિલ્લાના રાજપુરમ ગામનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ ગામમાં નાગેશ્વર રાવ નામના ખેડૂત પાસે બળદ ના હોવાથી તેની બે દીકરીઓ હળ ખેંચતી હતી. આ વીડિયો વાઈરલ થયા બાદ સોનુ સૂદે મદદ કરવાની ખાતરી આપી હતી અને ગણતરીના કલાકોમાં ખેડૂતના ઘરે ટ્રેક્ટર મોકલાવી દીધું હતું. ત્યારબાદ સોનુએ સોફ્ટવેર એન્જિનિયર શારદા પાસે નોકરી ના હોવાથી તે શાકભાજી વેચવા મજબૂર હતી. સોનુએ શારદાને નોકરી અપાવવામાં મદદ કરી હતી.







Sonu Sood became the first celebrity guest in Kapil Sharma's show, in pics