Translate to...

કપિલ દેવે કહ્યું- તેંડુલકરને સદી ફટકારતા તો આવડતું હતું, પરંતુ તેને ડબલ અને ટ્રિપલ સેન્ચુરીમાં કન્વર્ટ કરવામાં તે નિષ્ણાત નહોતો

કપિલ દેવે કહ્યું- તેંડુલકરને સદી ફટકારતા તો આવડતું હતું, પરંતુ તેને ડબલ અને ટ્રિપલ સેન્ચુરીમાં કન્વર્ટ કરવામાં તે નિષ્ણાત નહોતો
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે સચિન તેંડુલકરની ટેસ્ટમાં વધુ ડબલ સદી ફટકારવામાં નિષ્ફળતા અંગે સવાલો ઉઠાવ્યા છે. કપિલે કહ્યું કે સચિન સદી કેવી રીતે બનાવવી તે જાણતો હતો, પરંતુ તેને ડબલ અને ટ્રિપલમાં કન્વર્ટ કરવામાં તે બહુ નિષ્ણાત નહોતો. કપિલે વર્તમાન ભારતીય વુમન્સ ક્રિકેટ ટીમના હેડ કોચ ડબલ્યુ વી. રમન સાથેના ઇન્ટરવ્યૂમાં આ વાત કહી હતી.

સચિને વિરેન્દ્ર સેહવાગ, જાવેદ મિયાંદાદ, રિકી પોન્ટિંગ, યુનુસ ખાન અને માર્વન અટ્ટાપટ્ટુની જેમ ટેસ્ટમાં 6 બેવડી સદી મારી છે. તેમ છતાં તે ટેસ્ટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારનાર ખેલાડીઓની સૂચિમાં 12મા સ્થાને છે. આવું એટલે કારણકે તેમણે સૌથી વધુ 200 ટેસ્ટ રમી છે. ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેન 12 બેવડી સદી સાથે પ્રથમ ક્રમે છે.

સચિને ટેસ્ટમાં મિનિમમ 5 ટ્રિપલ સેન્ચુરી ફટકારવાની જરૂર હતી

કપિલે કહ્યું કે સચિન પાસે ઝડપી અને સ્પિન બંને બોલરોને દરેક ઓવરમાં બાઉન્ડ્ર લગાવવાની ક્ષમતા છે. આવી સ્થિતિમાં તેણે ટેસ્ટમાં ઓછામાં ઓછી 5 ટ્રિપલ અને 10 બેવડી સદી ફટકારવાની જરૂર હતી. પરંતુ તે ટેસ્ટમાં એક પણ ટ્રિપલ સદી ફટકારી શક્યો નહીં.

સદી ફટકારીને સચિન ઝડપી રમવાને બદલે સિંગલ્સ લેતો હતો

કપિલે સચિનની ટેસ્ટમાં ઓછી બેવડી સદી માટે તેના કરિયરની શરૂઆતને જવાબદાર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે સચિન મુંબઈનો છે. તેથી તેની માનસિકતા હતી કે જ્યારે તમે સદી ફટકારો ત્યારે તમે નવી શરૂઆત કરો. પરંતુ મને આ પદ્ધતિ પસંદ નથી. મેં કહ્યું કે તમે મહાન બેટ્સમેન છો, બોલરો ડરવા જોઈએ. પરંતુ સદી ફટકાર્યા બાદ તે ઝડપી રમવાને બદલે સિંગલ્સ લેતો હતો.

સચિને 1999માં ટેસ્ટમાં પ્રથમ બેવડી સદી ફટકારી હતી

સચિને ટેસ્ટમાં સૌથી વધુ 51 સદી ફટકારી છે. તેને તેની પ્રથમ બેવડી સદી ફટકારવામાં 10 વર્ષનો સમય લાગ્યો હતો. તેણે 1999માં હૈદરાબાદમાં ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ડબલ સદી ફટકારી હતી. તેંડુલકરની 51 સદીમાંથી ફક્ત 20 જ એવી છે, જેમાં તેણે 150થી વધુ રન બનાવ્યા હતા. જોકે, વન ડેમાં ડબલ સદી ફટકારનાર તે પ્રથમ બેટ્સમેન છે.

તેંડુલકર વનડેમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે. તેણે 2010માં દક્ષિણ આફ્રિકા સામે આ સિદ્ધિ મેળવી હતી. સચિન 2013માં નિવૃત્ત થયો હતો. તેણે 200 ટેસ્ટમાં 54.04ની સરેરાશથી 15921 રન બનાવ્યા, જ્યારે 463 વનડેમાં તેણે 44.83ની સરેરાશથી 18426 રન બનાવ્યા.

ભારત માટે કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટમાં સૌથી વધુ 7 બેવડી સદી ફટકારી છે. આ સાથે જ ભારતના બે બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ (2) અને કરૂણ નાયર (1) એ અત્યાર સુધીમાં ટ્રિપલ સદી ફટકારી છે.કપિલે સચિનની ટેસ્ટમાં ઓછી બેવડી સદી માટે તેના કરિયરની શરૂઆતને જવાબદાર ગણાવ્યું છે. -ફાઇલ ફોટો