કચ્છમાં દોઢ મહિનામાં વિવિધ એજન્સીઓએ બિનવારસી 1200 પેકેટ ચરસ શોધ્યું, હજુ પણ ક્રીકમાં શોધખોળ

કચ્છમાં દોઢ મહિનામાં વિવિધ એજન્સીઓએ બિનવારસી 1200 પેકેટ ચરસ શોધ્યું, હજુ પણ ક્રીકમાં શોધખોળ



કચ્છમાં અવારનવાર ડ્રગ્સનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવે છે. પોલીસ, ગુજરાત ATS, BSF, નેવી ઈન્ટેલિજન્સ, સ્ટેટ આઈબી સહિતની એજન્સીઓને 20મી મેથી લઈને 3 જુલાઈના સુધી દોઢ મહિનાના ગાળામાં 1200થી વધારે પેકેટ ચરસ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. કચ્છના દરિયાકિનારે અને ક્રીક વિસ્તારોમાંથી બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો વિવિધ એજન્સીઓને મળતો રહે છે. ગઈકાલે પણ ઈન્ડિયન કોસ્ટગાર્ડે કડિયાળી બેટ પરથી 24 પેકેટ ચરસનો જથ્થો જપ્ત કર્યો છે.

ક્યારે કઈ એજન્સીએ ચરસ પકડ્યું તેની તવારીખ20 મે 2020SOG અને કચ્છ પોલીસને બાતમીના આધારે જખૌના શેખરણ પીર ટાપુમાંથી 25 કરોડના બિનવારસી 16 પેકેટ જથ્થો મળ્યો27 મે 2020BSFની 172 બટાલીયનને અબડાસાના મોટાપીર ટાપુ પરથી એક પેકેટ મળ્યું હતું1 જૂન 2020ઈન્ડિયન નેવીની ઈન્ટેલિજન્સે કચ્છની ક્રિક બોર્ડર વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં 19 ચરસના પેકેટ ઝડપી પાડ્યા2 જૂન 2020BSFને કોરી ક્રિક પાસેથી 13 અને મોટા પીર નજીકથી 1 મળી ચરસના કુલ 14 પેકેટ મળ્યા6 જૂન 2020BSFએ પેટ્રોલિંગ દરમિયાન શેખરણપીર પાસેથી વધુ 13 ચરસના પેકેટ અને ગુજરાત ATSના મરીન ટાસ્ક ફોર્સે કુલડી બેટ પરથી 1 પેકેટ પકડ્યું 7 જૂન 2020BSFની ટુકડીઓને જખૌના શેખરણ પીર વિસ્તારમાંથી 3 પેકેટ હાથ લાગ્યા8 જૂન 2020અબડાસા તાલુકાના સિંઘોડી દરિયાકાંઠે જખૌ મરિન પોલીસને 1 પેકેટ ચરસ મળ્યું15 જૂન 2020જખૌ નજીક નિર્જન ટાપુના કિનારા સ્ટેટ IB પરથી ચાર ચરસના પેકેટ મળી આવ્યા16 જૂન 2020જખૌના શિયાળ બેટ પાસેથી જ ક્રીકમાંથી સ્ટેટ IBને વધુ દસ પેકેટ મળી આવ્યા21 જૂન 2020પશ્ચિમ કચ્છ પોલીસની જુદી જુદી ચાર ટીમોને અબડાસાના સિંધોડીથી સૈયદ સુલેમાન પીર વચ્ચેના વિસ્તારમાં ચરસના 186 પેકેટ, જ્યારે માંડવીના દરિયા કિનારાથી ગઢશીશા પોલીસને 18 અને જખૌ પોલીસને 2 પેકેટ મળી કુલ 206 ચરસના પેકેટ મળ્યા, સ્ટેટ IBની ટીમને 59 ચરસના પેકેટ, મરીન ટાસ્ટ ફોર્સની ટીમને 56 અને ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમને 34 પેકેટ મળી જુદી જુદી એજન્સીઓને ચરસના બિનવારસી 355 પેકેટ મળ્યા.22 જૂન 2020જખૌ દરીયામાંથી પશ્ચિમ કચ્છ પોલીસને 170, મરીન ટાસ્ક ફોર્સની ટીમને 47, બીએસએફની ટુકડીને 55 અને ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમને 50 ચરસના પેકેટ મળી ચરસના 396 બિનવારસી પેકેટ મળી આવ્યા23 જૂન 2020ઇન્ડિયન કોસ્ટગાર્ડને પેટ્રોલિંગ દરમિયાન ચરસના 88 બિનવારસી પેકેટ અને કોઠારા પોલીસને છછી-સુથરી વિસ્તારના કિનારેથી ચરસના 21 પેકેટ પકડ્યા હોવાની બિનસતાવાર માહિતી24 જૂન 2020BSFને જખૌ દરીયાઇ વિસ્તારમાંથી 17 અને જખૌ મરીન પોલીસને 17 પેકેટ ચરસ મળ્યું25 જૂન 2020BSFને કોરીક્રીક પાસેથી 20, કોસ્ટ ગાર્ડને 21 અને મરીન ટાસ્ક ફોર્સને 5 પેકેટ ચરસ મળ્યું26 જૂન 2020કોસ્ટ ગાર્ડને જખૌના લુણા બેટ પાસેથી 11 પેકેટ મળ્યા27 જૂન 2020અબડાસાના સિંધોડીના દરિયા કિનારે જખૌ મરીન પોલીસને 18 પેકેટ, કોસ્ટગાર્ડને 4 પેકેટો અને મરીન ટાસ્ક ફોર્સની ટીમને 1 પેકેટ મળ્યું તો BSF 108 બટાલીયનને કોરી ક્રિક પાસેથી એક મળ્યું28 જૂન 2020સંથવારા બેટ પાસેથી નારાયણ સરોવર પોલીસને 21 પેકેટ મળી આવ્યા3 જુલાઈ 2020ઈન્ડિયન કોસ્ટગાર્ડે કડિયાળી બેટ પરથી 24 પેકેટ ચરસનો જથ્થો જપ્ત કર્યો

એક વર્ષ અગાઉ પાકિસ્તાની ડિલિવર સાથે અરબોનું ડ્રગ્સ ઝડપાયું હતુંપાકિસ્તાની માછીમારી બોટમાં પાકિસ્તાનથી અરબોના ડ્રગ્સનો જથ્થો દેશમાં ઘૂસાડવાનો ગયા વર્ષે 21 મેની રાતે ઈન્ડિયન કોસ્ટગાર્ડે નિષ્ફળ બનાવ્યો હતો. જખૌ નજીકના દરિયાઇ વિસ્તારમાંથી એક પાકિસ્તાની બોટ ‘અલ મદીના’ પકડવામાં આવી હતી. તેમાંથી ડ્રગ્સના 194 થેલા સાથે છ પાકિસ્તાનીને પણ પકડી લેવામાં આવ્યા હતા. તેમને કેટલોક જથ્થો દરિયામાં પણ નાખી દેતા વિવિધ એજન્સીઓએ સમયાંતરે દરિયામાંથી શોધી કાઢ્યો હતો. એક વર્ષની તપાસને અંતે ડ્રગ્સનો ઉપયોગ કરન્સી તરીકે ઉપયોગ થવાનો હોવાનું સામે આવ્યું છે. ત્યારે કુલ 330 પેકેટ હેરોઈનનો રૂ.1650 કરોડનો જથ્થો પકડવામાં એજન્સીઓને સફળતા હાથ લાગી હતી.







various agencies Caught 1200 packets of charas in Kutch in one and half month still searching in creek