Translate to...

કચ્છના ખાવડા પાસે 3.6ની તીવ્રતાનો ભૂકંપ, રાજ્યમાં મોડી રાતથી સાંજ સુધીમાં 6 આંચકા નોંધાયા

કચ્છના ખાવડા પાસે 3.6ની તીવ્રતાનો ભૂકંપ, રાજ્યમાં મોડી રાતથી સાંજ સુધીમાં 6 આંચકા નોંધાયા
રાજ્યમાં ગઈકાલે મધ્યરાતથી રક્ષાબંધનના પવિત્ર પર્વની સાંજ સુધી ભૂકંપના 6 આંચકા નોંધાયા છે. જેમાં પાકિસ્તાન સરહદ નજીક કચ્છના ખાવડાથી 35 કિમી દૂર કેન્દ્રબિંદુ ધરાવતો 3.6 રિક્ટર સ્કેલનો આંચકો સૌથી વધુ તીવ્રતાવાળો રહ્યો છે. આ સિવાય ભરૂચથી 7 કિમી દૂર કેન્દ્રબિંદુ ધરાવતો 3.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. આ બે આંચકા દિવસભરમાં અન્ય કરતા વધારે તીવ્રતાના છે.

નોંધાયેલા ભૂકંપના આંચકા

રાતે 12:06 વાગ્યે 1.1 રિક્ટર સ્કેલનો ભચાઉથી ઉત્તરઉત્તરપૂર્વમાં 12 કિમી દૂર કેન્દ્રબિંદુ ધરાવતો આંચકો નોઁધાયો હતો.રાતે 1:01 વાગ્યે 2.7 રિક્ટર સ્કેલનો આંચકાનું કચ્છના ફતેહગઢથી પશ્ચિમઉત્તરપશ્ચિમ 15 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું હતું.સવારે 7:39 વાગ્યે 3.6 રિક્ટર સ્કેલના આંચકાનું કેન્દ્રિબિંદુ કચ્છના ખાવડાથી 35 કિમી દૂર ઉત્તરઉત્તરપૂર્વમાં હતું.બપોરે 12:56 વાગ્યે 1.3 રિક્ટર સ્કેલના આંચકાનું ઉત્તર ગુજરાતમાં ધરોઈથી પશ્ચિમઉત્તરપશ્ચિમમાં 11 કિમી દૂર કેન્દ્રબિંદુ હતું.બપોરે 1:19 વાગ્યે 1.7 રિક્ટર સ્કેલનો આંચકો રાજકોટ નજીક નોંધાયો હતું તેનું કેન્દ્રબિંદુ 26 કિમી દૂર પૂર્વઉત્તરપૂર્વમાં હતું.સાંજે 5:19 વાગ્યે 3.3 રિક્ટર સ્કેલનો આંચકો ભરૂચ નજીક નોંધાયો હતો. તેનું કેન્દ્રબિંદુ 7 કિમી દૂર પૂર્વદક્ષિણપૂર્વમાં હતું.

ગુગલ મેપના સૌજન્યથી ખાવડા નજીક નોંધાયેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ