Translate to...

ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ નવા ટેસ્ટની શોધ કરી, 20 મિનિટમાં સંક્રમણની જાણ થશે

ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ નવા ટેસ્ટની શોધ કરી, 20 મિનિટમાં સંક્રમણની જાણ થશે




વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 1 કરોડ 39 લાખ 68 હજાર કેસ નોંધાયા છે. 5.93 લાખ લોકોના મોત થયા છે.82.98 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટીએ એક નવા ટેસ્ટની શોધ કરી હોવાનો દાવો કર્યો છે. તેમા લોહીનો નમુનાની મદદથી 20 મિનિટમાં સંક્રમણની જાણ થશે. મોનાશ યુનિવર્સિટીના રિસર્ચર્સના બાયોરિસોર્સ પ્રોસેસિંગ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઓસ્ટ્રેલિયા અને એઆરસી સેન્ટર ઓફ એક્સેલેન્સ ઈન કોન્વેજેન્ટ બાયોનેનો સાયન્સ એન્ડ ટેક્નોલોજી સાથે મળીને આ શોધ કરી છે. આનાથી ઓછા સમયમાં વધુ લોકોની તપાસ કરી શકાશે.

એમેરિકામાં મહિલાની તપાસ કરતી સ્વાસ્થ્ય કર્મચારી. સંક્રમણ વધતા ટેસ્ટિંગ વધારાયું છે.

અમેરિકાએ સંક્રમણની બાબતમાં પોતાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગુરુવારે અહીં 77 હજાર 255 નવા કેસ નોંધાયા છે. અમેરિકામાં 36 લાખ 95 હજાર 469 કેસ નોંધાયા છે અને 1.41 લાખ લોકોના મોત થયા છે. 16.80 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. આ પહેલા અહીં 10 જુલાઈના રોજ 68 હજાર કેસ નોંધાયા છે. સૌથી વધારે પ્રભાવિત ન્યૂયોર્કમાં 4 લાખ 31 હજાર 380 કેસ નોંધાયા છે. વધતા કેસને ધ્યાનમાં રાખીને પ્રતિબંધમાં અપાયેલી છૂટને પરત ખેંચાઈ છે.

સ્પેનના બાર્સિલોનામાં માસ્ક પહેર્યા વગર પસાર થતા લોકોને દંડ ફટકારાયો છે.

સ્પેન: કેટાલોનિયા વિસ્તારમાં ફરી લોકડાઉનસ્પેનના કેટાલોનિયા વિસ્તારમાં ફરી લોકડાઉન લાગુ કરાયું છે. દેશમાં એક સપ્તાહ પહેલા લોકડાઉન હટાવાયું હતું. ત્યારે પછી આ વિસ્તારમાં સંક્રમણ વધી રહ્યું હતું. તેથી આ નિર્ણય કરાયો હતો. સ્પેનમાં 3 લાખ 5 હજાર 935 કેસ નોંધાયા છે અને 28 હજાર 416 લોકોના મોત થયા છે.

બ્રાઝીલના રિયો ડે જેનેરિયોમાં મૃતકને દફનાવવા જતા કર્મચારીઓ.

બ્રાઝીલમાં સંક્રમિતોનો આંકડો 20 લાખને પારબ્રાઝીલમાં સંક્રમિતોની સંખ્યા 20 લાખને પાર પહોંચી ગઈ છે. 27 દિવસમાં કેસ ડબલ થયા છે. છેલ્લા એક સપ્તાહથી અહીં દરરોજ 40 હજાર કેસ નોંધાઈ રહ્યા છે. બ્રાઝીલમાં 76 હજાર 822 લોકોના મોત થયા છે.

ઈઝરાયલની રાજધાની જેરુશલમની બજારની તસવીર.

ઈઝરાયલ: નવા પ્રતિબંધો લાગુઈઝરાયલ સરકારે શુક્રવારે નવા પ્રતિબંધો લાગુ કરવાની જાહેરાત કરી છે. સરકારે કહ્યું ચે કે સપ્તાહના અંતમાં શુક્રવાર બપોરથી રવિવાર સવાર સુધી લોગડાઉન રહેશે. આ દરમિયાન મોલ્સ, દુકાન, પુલ, ઝૂ અને મ્યુઝિયમ બંધ રહેશે.

કેનેડા: 1.5 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાતકેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ દેશની અર્થવ્યવસ્થાને પાટા ઉપર લાવવા માટે આર્થિક પેકેજની જાહેરાત કરી છે. તેમણે ગુરુવારે કહ્યું કે અમે 14 બિલિયન ડોલર (લગભગ 1.50 લાખ કરોડ રુપિયા)નું રોકાણ કરશે. તેનાથી લોકોને વાયરસથી સુરક્ષિત રહેવામાં મદદ મળશે. કેનેડામાં 1 લાખ 9 હજાર કેસ નોંધાયા છે અને 8,827 લોકોના મોત થયા છે.







ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સ્થિત ફ્લાઈનન્ડર્સ સ્ટ્રીટ સ્ટેશન બહારની આ તસવીર છે. અહીં લોકો માત્ર જરૂરી કામ માટે જ બહાર નિકળી શકે છે.