Translate to...

ઓલિમ્પિક માટે કોરોના વેક્સીન અથવા સારવાર જરૂરી, આજ જેવી પરિસ્થિતિમાં ગેમ્સ થવી મુશ્કેલ: ઓર્ગેનાઇઝર્સ

ઓલિમ્પિક માટે કોરોના વેક્સીન અથવા સારવાર જરૂરી, આજ જેવી પરિસ્થિતિમાં ગેમ્સ થવી મુશ્કેલ: ઓર્ગેનાઇઝર્સ



ટોક્યો ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ યોશીરો મોરીએ કહ્યું છે કે, આગામી વર્ષની ગેમ્સ થવા માટે કોરોના વેક્સીન જરૂરી છે. તેમણે કહ્યું કે ટોક્યો ઓલિમ્પિક્સ માટે કોરોના વેક્સીન અથવા સારવાર જરૂરી છે. જો આવતા વર્ષે પણ આજ જેવી જ પરિસ્થિતિ હશે, તો પછી ગેમ્સ થવી ખૂબ મુશ્કેલ રહેશે. ટોક્યો ઓલિમ્પિક 2020 કોરોના કારણે એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવી છે. હવે આ ગેમ્સ 23 જુલાઇથી 8 ઓગસ્ટ 2021 દરમિયાન થશે.

એક અખબારને આપેલી મુલાકાતમાં મોરીએ કહ્યું હતું કે, "આજે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તે જોતા એક વર્ષ પછીની પરિસ્થિતિની કલ્પના પણ કરી શકાતી નથી. જો પરિસ્થિતિઓ આજની જેમ રહેશે, તો આવતા વર્ષે ઓલિમ્પિક થવી મુશ્કેલ છે. અમે તેવી પરિસ્થિતિમાં ગેમ્સનું આયોજન નહીં કરીએ. ઓલિમ્પિકમાં ઓછા પ્રેક્ષકોને પ્રવેશ આપવો પણ ખૂબ અઘરો છે."

જાપાનમાં આવતા વર્ષ સુધી સુધારાની સંભાવના બહુ ઓછી

યોશીરો મોરીએ કહ્યું કે એવું નથી લાગતું કે એક વર્ષ પછી પણ જાપાનમાં કોરોનાના કેસો ઘટશે. જાપાનમાં અત્યાર સુધીમાં 989 લોકોનાં મોત નીપજ્યાં છે. ટોક્યોમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે.

ટોક્યો ઓલિમ્પિકદર્શકો સાથે થશે

તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ થોમસ બાકે કહ્યું હતું કે, “ટોક્યો ઓલિમ્પિક્સ સમયસર જ થશે. ગેમ્સ પર કોરોનાનો કોઈ ખતરો નથી. પ્રેક્ષકો પણ આ ટૂર્નામેન્ટમાં પ્રવેશ મેળવી શકશે. ખેલાડીથી લઈને દરેકને બચાવવા માટે જરૂરી સુવિધાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે.

સર્વેમાં મોટાભાગના લોકો ઓલિમ્પિકના પક્ષમાં નથી

જાપાની મીડિયા અનુસાર, કેટલાક દિવસો પહેલાં સર્વેમાં એ વાત સામે આવી હતી કે, મોટાભાગના લોકો 2021માં ઓલિમ્પિક કરાવવાના પક્ષમાં નથી. તેમણે કહ્યું કે, ગેમ્સને રદ્દ અથવા સ્થગિત કરવામાં આવી જોઈએ. 51.7 % લોકોએ ગેમ્સને સ્થગિત કરવાની વાત કહી છે. જ્યારે 46.3 % લોકો ઈચ્છે છે કે ઓલિમ્પિક સમયસર કરવામાં આવે.





કોરોનાના કારણે ટોક્યો ઓલિમ્પિક 2020ને એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવી છે. હવે 2021માં 23 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન થશે. -ફાઇલ ફોટો