Translate to...

ઓર્ગેનાઇઝર્સે કહ્યું- વોશિંગ્ટન ટેનિસ ટૂર્નામેન્ટ રદ્દ થઈ તેની US ઓપન પર કોઈ અસર નહિ થાય, આ ગ્રાન્ડ સ્લેમ દર્શકો વગર થશે

ઓર્ગેનાઇઝર્સે કહ્યું- વોશિંગ્ટન ટેનિસ ટૂર્નામેન્ટ રદ્દ થઈ તેની US ઓપન પર કોઈ અસર નહિ થાય, આ ગ્રાન્ડ સ્લેમ દર્શકો વગર થશે




કોરોનાવાયરસને કારણે ટેનિસ ટૂર્નામેન્ટ વોશિંગ્ટન ઓપન રદ્દ કરવામાં આવી છે. તેના પર US ઓપનના આયોજકોએ કહ્યું કે આ ટૂર્નામેન્ટના રદ્દ થવાને ગ્રાન્ડ સ્લેમ સાથે કોઈ નિસબત નથી. તેનાથી ગ્રાન્ડ સ્લેમ પર કોઈ અસર થશે નહિ. US ઓપન આ વર્ષે 31 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર દરમિયાન થશે. તે દર્શકો વિના જ થશે. જ્યારે વોશિંગ્ટન ઓપન 13 ઓગસ્ટથી થવાની હતી.

યુનાઇટેડ સ્ટેટ્સ ટેનિસ એસોસિએશન (USTA) એ કહ્યું કે, "આ નિર્ણયની અસર US ઓપન અથવા વેસ્ટર્ન અને સાઉથર્ન ઓપન પર થશે નહીં. USTAએ ખેલાડીઓ સહિત દરેક માટે સલામત અને નિયંત્રિત વાતાવરણ બનાવ્યું છે. તેમાં કોઈ જોખમ રહેશે નહીં."

વિમ્બલ્ડન રદ, ફ્રેન્ચ ઓપન મુલતવી

વર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયા ઓપન સફતાપૂર્વક થયો હતો. 24 મેથી થનાર ફ્રેન્ચ ઓપન હવે 27 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર સુધી ચાલશે. તે જ સમયે, વિમ્બલ્ડન, 28 જૂનથી મુલતવી રાખવામાં આવ્યો છે. બીજા વિશ્વ યુદ્ધ પછી પ્રથમ વખત વિમ્બલ્ડન રદ્દ કરાયો છે.

અગાઉનું ટાઇટલ નડાલ અને બિયાંકાએ જીત્યું હતું

ગઈ વખત સ્પેનના રાફેલ નડાલે US ઓપનમાં જીત મેળવી હતી. તેણે ફાઈનલમાં રશિયાના ડેનિલ મેદવેદેવને હરાવીને ચોથી વખત ટાઇટલ જીત્યું હતું. મહિલા સિંગલ્સનું ટાઇટલ કેનેડાની બિઆન્કા એન્દ્રેસ્ફુએ જીત્યું હતું. તેણે ફાઇનલમાં અમેરિકાની સેરેના વિલિયમ્સને 6-3, 7-5થી હરાવી હતી.







US ઓપનમાં ગઈ વખતે મહિલા સિંગલ્સનું ટાઇટલ કેનેડાની બિઆન્કા એન્દ્રેસ્ફુએ જીત્યું હતું. તેણે ફાઇનલમાં અમેરિકાની સેરેના વિલિયમ્સને 6-3, 7-5થી હરાવી હતી.