Translate to...

ઓમાનમાં બાંધકામ કરતી કંપની 17 દિવસથી બંધ, દ.ગુજરાતના 150 કામદાર ફસાયા, આછવણીના યુવકે આપઘાત કર્યો

ઓમાનમાં બાંધકામ કરતી કંપની 17 દિવસથી બંધ, દ.ગુજરાતના 150 કામદાર ફસાયા, આછવણીના યુવકે આપઘાત કર્યો




સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યું છે. ધંધા રોજગાર અર્થે વિદેશ ગયેલા કામદારોની હાલત કફોડી થઈ રહી છે. ખાડી દેશ ઓમાનમાં બાંધકામ સાથે સંકળાયેલી અલ તુર્કી અલ તસન્નીમ કંપનીમાં કામ કરતાં કામદારો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. રાજસ્થાની યુવકને સિક્યુરિટી ગાર્ડે માર માર્યા બાદ તોફાને ચડેલા કામદારોના કારણે કંપની છેલ્લા 18 દિવસથી બંધ કરી દેવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના 150 જેટલા કર્મચારીઓ સહિતનાને નિઝવા આરોપી કેમ્પમાં રાખવામાં આવ્યાં છે. જ્યાં સરખું ભોજન પણ ન મળતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. ખેરગામના આછવણી ગામના દીપકભાઈ નામના યુવકે કેમ્પમાં જ આત્મહત્યા કરી લેતા વતનમાં પણ ગમગીની છવાઈ ગઈ છે.

યુવકે કેમ્પમાં આત્મહત્યા કરીપંકજ પટેલે જણાવ્યું હતું કે, કામદારોના જીવ ઓમાનમાં તાળવે ચોંટ્યાછે. કંપનીની મનમાનીથી કામદારો ત્રાસી ગયા છે. માનસિક રીતે પડી ભાંગ્યા છે. 18 દિવસથી રાહ જોઈને બેઠેલા શ્રમિકોની મદદની આશા પુરી ન થતી દેખાતા ખેરગામના આઠવણી ગામના દીપકભાઈ નામના યુવકે કંપનીની અંદર જ આત્મહત્યા કરી લીધી છે. આ બનાવથી માહોલ ખરાબ થયો છે. કામદારો ભારત સરકાર તરફ મદદની પુકાર લગાવી રહ્યા છે. કામદારો પોતાને ઝડપથી ભારતીય એમ્બેસી કેમ્પ પહોંચાડવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે.

શ્રમિકોએ વીડિયો વાઈરલ કર્યોઓમાનમાં ફસાયેલા પંકજ નગીનભાઈ પટેલએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા બે વર્ષથી ઓમાનમાં બાંધકામ સાથે સંકળાયેલી કંપનીમાં કામ કરી રહ્યાં છે.12 જેટલી કંપનીની સાઈટ આવેલી છે. દક્ષિણ ગુજરાતના 150 સહિત દેશભરના 6 હજાર જેટલા શ્રમિકો અહિં કામ કરે છે. જો કે 18 દિવસ અગાઉ કંપનીના સિક્યુરિટી ગાર્ડે વગર વાંકે રાજસ્થાની કામદારને માર મારતા મામલો બિચકેલો જેના કારણે દેશના અન્ય પ્રાંતના કામદારોએ તોડફોડ કરી હતી. જેથી કંપની બંધ કરી દેવામાં આવી છે.

પીવાનું પાણી પણ અપાતુ નથીઅલ તુર્કી અલ તસન્નીમ કંપની હાલ બંધ છે. કામદારોને કેમ્પમાં રખાયા છે. અહિં ભોજન પણ યોગ્ય ગુણવતા વાળું અપાતું નથી. પીવાનું પાણી પણ અપાતુ નથી. ભારતીય એમ્બેસીમાં પણ કામદારોને જવા દેવામાં આવતા નથી. જેથી વીડિયો દ્વારા કામદારોએ પોતાની હ્રદયદ્રાવક વેદના રજૂ કરતાં કહ્યું કે કોઈપણ ભોગે અમને ભારત વતન મોકલી આપો અમે અહિં રહેવા માંગતા નથી.







ઓમાનમાં કંપનીની સાઈટમાં 18 દિવસથી ફસાયેલા શ્રમિકોને ભોજન પાણી પણ યોગ્ય રીતે ન અપાતું હોવાની હાલાકી વીડિયો મારફતે જાહેર કરી છે.