Translate to...

ઓડિયો લીક અંગે ભાજપના દિગ્ગજ નેતાઓ સવાલોમાં ઘેરાયા, ગેહલોતની મદદના આરોપ છતા વસુંધરા હજુ ચૂપ

ઓડિયો લીક અંગે ભાજપના દિગ્ગજ નેતાઓ સવાલોમાં ઘેરાયા, ગેહલોતની મદદના આરોપ છતા વસુંધરા હજુ ચૂપરાજસ્થાનમાં સોદાબાજી અંગે અમુક ઓડિયો વાયરલ થવાથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ઓડિયો અંગે કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત પર સોદાબાજીનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે. ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે આ મામલે શરૂઆતથી જ ચૂપ છે. ઓડિયો લીક થયા બાદ પણ તેમનું મૌન યથાવત છે. ભાજપના સહયોગી પક્ષ રાલોપાના નેતા હનુમાન બેનીવાલે બુધવારે વસુંધરા પર આરોપ લગાવ્યો હતો કે તેઓ ગેહલોત સરકારને બચાવી રહ્યાં છે. પાયલટના જૂથે પણ વસુંધરા રાજે પર તેમનો બંગલો બચાવવા માટે ગેહલોત સરકાર બચાવવાનો આરોપ લગાવ્યો હતો.

પાર્ટી બેઠકમાં પણ ન આવ્યાં અને ઓડીયો લીક બાદ પાર્ટીનો બચાવ પણ ન કર્યોવસુંધરાએ આરોપો અંગે હજુ સુધી કોઇ જવાબ આપ્યો નથી. ધારાસભ્યોની સોદાબાજી મામલામાં ગેહલોત જૂથના આક્રમક વલણ બાદ હવે રાજસ્થાન ભાજપ સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. આ પરિસ્થિતિમાં એક સિનિયર નેતા તરીકે વસુંધરાને પાર્ટીના બચાવમાં ઉતરવુ જોઇતુ હતું. પરંતુ એવુ બન્યું નહીં. છેલ્લા અમુક દિવસોથી વસુંધરા ધૌલપુરમાં છે. મંગળવારે તેમને જયપુરમાં ભાજપની બેઠકમાં સામેલ થવાનું હતું. પરંતુ તેઓ પહોંચ્યા નહીં. ત્યારબાદ પાર્ટીના નેતાઓએ કહ્યું કે તેઓ બુધવારે બેઠકમાં સામેલ થયે પરંતુ તે દિવસે પણ તેઓ જયપુર આવ્યા નહીં.

ગજેન્દ્રસિંહ શેખાવત વસુંધરાના વિરોધી જૂથના કહેવાય છેવસુંધરાના નજીકના નેતાઓનું કહેવું છે કે આ સમગ્ર ઘટનામાં સક્રિય ભાજપના નેતાઓએ વસુંધરાને વિશ્વાસમાં લીધા નથી. તેથી તેઓ મૌન છે એજ યોગ્ય છે. અત્યારે પણ એ શક્યતા નહિવત છે કે ગેહલોત સરકાર તૂટે અને વસુંધરાને મુખ્યમંત્રી બનાવવામા આવે. તેથી વસુંધરા કોઇ રસ નથી લઇ રહ્યાં. જોકે અંદર એવી ચર્ચા છે કે વસુંધરા ગેહલોતની મદદ કરી રહ્યાં છે. વસુંધરા નવો વિરોધી તૈયાર થાય તે નથી ઇચ્છતા. તેથી ચૂપ છે. ભાજપ તરફથી મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ જોધપુરના સાંસદ ગજેન્દ્રસિંહ શેખાવત આ મામલે સક્રિય છે. તેઓ વસુંધરાના વિરોધી ગ્રુપના છે. ઓડિયો લીક કેસમાં ગજેન્દ્રસિંહનું નામ આવ્યું છે.

ભાજપના ધારાસભ્યોમાં વસુંધરાની મજબૂત પકડપ્રદેશમાં ભાજપના 72 ધારાસભ્યોમાંથી 45થી વધુ વસુંધરા રાજેના કટ્ટર સમર્થકો માનવામા આવે છે. મોદી અને શાહે વસુંધરા રાજેને કેન્દ્રમાં લઇ જવાનો પ્રસ્તાવ આપ્યો હતો પરંતુ તેઓ તૈયાર થયા નહીં. તેઓ રાજસ્થાનમાં જ રહેવા માગે છે. હનુમાન બેનીવાલને પણ ભાજપના ટોચના નેતાઓની નજીક માનવામા આવે છે. બેનીવાલે વસુંધરા પર ગેહલોત સરકારની મદદના આરોપ લગાવ્યા હોવાથી વસુંધરા સમર્થકો પણ મોરચો ખોલી શકે છે. તેના લીધે ભાજપમાં જે આંતરિક જૂથબંધી ખુલીને સામે આવી શકે છે.

વસુંધરાએ મોદી-શાહ સામે હથિયાર નીચે ન મૂક્યાવસુધરાને તેમના આકરા મિજાજ માટે ઓળખવામા આવે છે. એવું કહેવાય છે કે ભાજપમાં તેઓ દેશના અમુક ખાસ નેતાઓ પૈકી એક છે જેમણે મોદી-શાહની જોડી સામે હથિયાર નીચે નથી મૂક્યા. અત્યારસુધી તેઓ તેમની વાત મનાવવામા સફળ રહ્યાં છે. બે વર્ષ પહેલા પણ મોદી-શાહે પ્રદેશમાં પાર્ટીનું નેતૃત્વ ગજેન્દ્રસિંહ શેખાવતને સોંપવાનું તૈયાર કર્યું હતું પરંતુ વસુંધરા રાજેએ વિરોધ કર્યો અને મામલો લાંબા સમય સુધી અટકેલો રહ્યો હતો.છેવટે વસુંધરાની વાત માનવામા આવી અને શેખાવતની જગ્યાએ સતીશ પૂનિયાને પ્રદેશ અધ્યક્ષ બનાવવામા આવ્યા હતા. વિધાનસભા ચૂંટણી સમયે પણ ટિકિટને લઇને રાજે અને અમિત શાહ વચ્ચે ઘણી દલીલો થઇ હતી. છેવટે વસુંધરાએ તેમના માનીતાઓને ટિકિટો અપાવી હતી.Veteran BJP leaders questioned over audio leak, Vasundhara still silent despite Gehlot's help