ઓક્ટોબરમાં નિવૃત્ત થનારા HDFCના MD આદિત્ય પુરીએ બેન્કના રૂ. 843 કરોડમાં 74.2 લાખ શેર્સ વેચ્યા

ઓક્ટોબરમાં નિવૃત્ત થનારા HDFCના MD આદિત્ય પુરીએ બેન્કના રૂ. 843 કરોડમાં 74.2 લાખ શેર્સ વેચ્યાHDFC બેન્કના મેનેજીંગ ડિરેક્ટર આદિત્ય પુરીએ બેન્કના 74.2 લાખ શેર્સનું વેચાણ કર્યું છે. 21થી 23 જુલાઈ વચ્ચે થયેલા આ વેચાણ રૂ. 843 કરોડમાં કરવામાં આવ્યું છે. પુરીએ પોતાની પાસે રહેલા બેન્કના શેર્સમાંથી 95%નું વેચાણ કર્યું છે. એક્સચેન્જના ડેટા મુજબ, આ સોદા પૂર્વે HDFC બેંકમાં પુરીનો 0.14% (77.96 લાખ શેર) હિસ્સો હતો. સ્ટોક સેલ પછી પુરી પાસે હવે 0.01% (3.76 લાખ શેર) હિસ્સેદારી બચી છે. શેરનું વેચાણ એવા સમયે થયું છે જ્યારે પુરી ઓક્ટોબરમાં સર્વોચ્ચ પદેથી નિવૃત્ત થઇ રહ્યા છે. આદિત્ય પુરી 1994ની શરૂઆતથી બેંકના MD છે.

બેન્કને ટોચ પર પહોચાડવાનો શ્રેય પુરીને જાય છે HDFC બેન્કને દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેંક બનાવવાનો શ્રેય આદિત્ય પુરીને જાય છે. હાલમાં બેન્કનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 6.14 કરોડ છે. થોડા સમય પહેલા આદિત્ય પુરીએ કહ્યું હતું કે, બેન્કનો ઉત્તરાધિકારી હમેશા બેન્કની અંદરનો વ્યક્તિ જ હોવો જોઈએ. હવે તે RBI ઉપર છે કે બેન્કે જે નામોની ભલામણ કરી છે તેના ઉપર તે શું નિર્ણય લે છે.

HDFC બેન્કે RBIને ત્રણ નામ મોકલ્યા છે આદિત્ય પુરીના ઉત્તરાધિકારી માટે HDFC બેન્કે રિઝર્વ બેન્કને ત્રણ નામ મોકલ્યા છે. તેમાં શશિધર જગદીશન અને કાયજાદ ભરૂચા બેન્કના અધિકારીઓ છે. શશિધર 1996માં બેંકમાં જોડાયા અને 2008માં તે બેન્કના CEO બન્યા. ભરૂચા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે અને બેન્કની સ્ટાર્ટઅપ ટીમમાં છે. ત્રીજું નામ સિટી બેન્કના સુનિલ ગર્ગનું માનવામાં આવે છે.HDFC MD Aditya Puri, who will retire in October, sold 74.2 lakh shares for Rs 843 crore