ઐશ્વર્યા રાય બચ્ચને ચાહકોનો આભાર માન્યો, કહ્યું- હું હંમેશાં તમારી ઋણી રહીશ

ઐશ્વર્યા રાય બચ્ચને ચાહકોનો આભાર માન્યો, કહ્યું- હું હંમેશાં તમારી ઋણી રહીશ



ઐશ્વર્યા રાય બચ્ચને સોશિયલ મીડિયામાં ચાહકોનો આભાર માનતી પોસ્ટ શૅર કરી હતી. અમિતાભ બચ્ચન, અભિષેક, ઐશ્વર્યા તથા આરાધ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં અમિતાભ તથા અભિષેક નાણાવટી હોસ્પિટલમાં છે અને ઐશ્વર્યા તથા આરાધ્યાને 11 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ઈન્સ્ટાગ્રામમાં ચાહકોનો આભાર માન્યો ઐશ્વર્યાએ ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ શૅર કરીને ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ઐશ્વર્યાએ પોસ્ટમાં કહ્યું હતું, તમે ડાર્લિંગ એન્જલ આરાધ્યા, પા, એબી તથા મારા માટે ચિંતા વ્યક્ત કરી, શુભેચ્છા આપી તથા પ્રાર્થના કરી તે માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમારા પ્રેમ માટે હંમેશાં તમારી ઋણી રહીશ, ભગવાન તમારું ભલું કરે અને તમે હંમેશાં ખુશ રહો તેવી મારી પ્રાર્થના. સારા રહો અને સ્વસ્થ રહો...

View this post on Instagram

✨❤️THANK YOU SO SO MUCH for ALL your Prayers , Concern, Wishes and Love for my darling Angel Aaradhya