Translate to...

ઐશ્વર્યા રાય અને આરાધ્યાનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતાં નાણાવટી હોસ્પિટલમાંથી રજા મળી, અમિતાભ-અભિષેક હજુ પણ સારવાર હેઠળ

ઐશ્વર્યા રાય અને આરાધ્યાનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતાં નાણાવટી હોસ્પિટલમાંથી રજા મળી, અમિતાભ-અભિષેક હજુ પણ સારવાર હેઠળ



કોરોનાગ્રસ્ત બચ્ચન પરિવારમાંથી અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની દીકરી આરાધ્યાને નાણાવટી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાના પાંચ દિવસ પછી ઐશ્વર્યા અને આરાધ્યાને નાણવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. હવે દસ દિવસ હોસ્પિટલમાં ગાળ્યા પછી મા-દીકરી બંનેનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતાં આજે સોમવારે તેમને રજા આપવામાં આવી છે. જોકે નોંધપાત્ર બાબત એ છે કે એમના એક દિવસ પહેલાં કોરોના પોઝિટિવ થયેલા અમિતાભ અને અભિષેક બચ્ચન પણ એ જ નાણાવટી હોસ્પિટલમાં હજુયે સારવાર હેઠળ છે, પરંતુ તેમને હોસ્પિટલમાંથી રજા આપવા અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.

Thank you all for your continued prayers and good wishes. Indebted forever.