Translate to...

એ આર રહેમાન બાદ હવે રેસુલ પોકુટ્ટીએ કહ્યું, ઓસ્કર જીત્યા બાદ મને હિંદી ફિલ્મમાં કોઈ કામ આપતું નહોતું

એ આર રહેમાન બાદ હવે રેસુલ પોકુટ્ટીએ કહ્યું, ઓસ્કર જીત્યા બાદ મને હિંદી ફિલ્મમાં કોઈ કામ આપતું નહોતું




એ આર રહેમાને હિંદી સિનેમામાં ગ્રુપિઝ્મને કારણે કામ ના મળતું હોવાની ફરિયાદ કરી હતી. હવે સાઉન્ડ ડિઝાઈનર તથા એડિટર રેસુલ પોકુટ્ટીએ પણ આ જ મુદ્દે કરી હતી. રેસુલે કહ્યું હતું કે ‘સ્લમડોગ મિલિયોનર’માં ઓસ્કર અવોર્ડ જીત્યા બાદ હિંદી સિનેમા તેમનાથી દૂર જતું રહ્યું હતું.

રેસુલે શેખર કપૂરની ટ્વીટનો જવાબ આપ્યો શેખર કપૂરની ટ્વીટના જવાબમાં રેસુલે કહ્યું હતું, ‘ડિયર શેખર કપૂરે મને આ અંગે પૂછ્યું હતું. હું હારી જવાની અણી પર હતો, ઓસ્કર જીત્યા બાદ મને હિંદી ફિલ્મમાં કોઈ કામ આપતું નહોતું અને પ્રાદેશિક સિનેમાએ મને ઘણો જ હેરાન કર્યો હતો. અનેક પ્રોડક્શન હાઉસ મારા મોં પર કહેતા કે અમને તારી જરૂર નથી તેમ છતાંય મને આ ઈન્ડસ્ટ્રી પ્રત્યે પ્રેમ છે...’

Dear @shekharkapur ask me about it, I had gone through near breakdown as nobody was giving me work in Hindi films and regional cinema held me tight after I won the Oscar... There were production houses told me at my face ”we don’t need you” but still I love my industry,for it.... https://t.co/j5CMNWDqqr

— resul pookutty (@resulp) July 26, 2020

વધુમાં રેસુલે કહ્યું હતું, ‘આ બાબતે મને સપના કેવી રીતે જોવા તે શીખવું, કેટલાંક લોકોને મારા પર વિશ્વાસ હતો અને તેમને હજી પણ છે. હું બહુ જ સહજતાથી હોલિવૂડમાં શિફ્ટ થઈ શકતો હતો પરંતુ હું ના થયો અને થઈશ પણ નહીં. ભારતમાં મેં જે કામ કર્યું તેને કારણે મને ઓસ્કર મળ્યો. હું છ-વાર MPSE માટે નોમિનેટ થયો હતો અને અવોર્ડ જીત્યો પણ. ફરીવાર કે આ બધું મારા અહીંયાના કામને કારણે છે. હંમેશાં લોકો તમને નીચે પાડવાનો પ્રયાસ કરશે પરંતુ મને મારા લોકોમાં વિશ્વાસ છે.’

રેસુલે ‘ઓસ્કર શાપ’ પર પણ વાત કરી હતી. રેસુલે કહ્યું હતું, ‘મેં મારા એકેડેમીના મિત્રો સાથે આ અંગે ચર્ચા કરી હતી અને તેમણે મને ‘ઓસ્કર શાપ’ અંગે વાત કરી હતી અને દરેક લોકો આ સમયમાંથી પસાર થયા છે. મેં પણ આ સમયને માણ્યો હતો. જ્યારે તમે ટોચ પર હોવ અને તમને ખબર હોય કે લોકો તમને નકારે છે. આ સૌથી મોટી વાસ્તવિકતા છે.’

જોકે, રેસુલે આ અંગે વધુ દલીલો કરવાને બદલે આ વાતનો અંત એમ કહીને લાવી લીધી હતો કે હવે શાંતિ રાખો. રેસુલે કહ્યું હતું, ‘મારી ટાઈમલાઈનમાં મારી પોસ્ટ દેખાતી નહોતી. હું આ બીજીવાર પોસ્ટ કરું છું અને તેનો કોઈ ખોટો અર્થ કાઢે નહીં. ઓસ્કર શાપ હવે પતી ગયો છે. અમે આગળ વધી ગયા છીએ. નેપોટિઝ્મની ચર્ચા જે રીતે આગળ વધી તે મને બિલકુલ પસંદ આવી નથી તો શાંતિ જાળવો. મને જેણે પણ તેમની ફિલ્મમાં ના લીધો તેમને હું કોઈ દોષ આપતો નથી.

All my post r not seen in my timeline, posting it here again so that it’s not wrongly interpreted.Oscar curse is over, We moved on.I’m also not liking the direction in which the whole nepotism discussion is going. So peace! I’m not blaming anybody fr nt taking me in their films