Translate to...

એશિયન ક્રિકેટ કાઉન્સિલે કહ્યું- આ વર્ષનો એશિયા કપ સ્થગિત, આવતા વર્ષે શ્રીલંકા જૂનમાં ટૂર્નામેન્ટ હોસ્ટ કરી શકે છે

એશિયન ક્રિકેટ કાઉન્સિલે કહ્યું- આ વર્ષનો એશિયા કપ સ્થગિત, આવતા વર્ષે શ્રીલંકા જૂનમાં ટૂર્નામેન્ટ હોસ્ટ કરી શકે છે




એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ ગુરુવારે કન્ફર્મ કર્યું છે કે આ વર્ષે કોરોનાવાયરસના કારણે એશિયા કપ યોજાશે નહિ. અગાઉ બુધવારે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જાહેરાત કરી હતી કે, એશિયા કપ રદ્દ કરવામાં આવ્યો છે. ACCએ કહ્યું કે, તેઓ આવતા વર્ષે ટૂર્નામેન્ટ માટે વિન્ડો શોધી રહ્યા છે. ટૂર્નામેન્ટ જૂનમાં રમાઈ તેવી પ્રબળ સંભાવના છે.

તેમજ પાકિસ્તાન જે આ વર્ષે ટૂર્નામેન્ટ હોસ્ટ કરવાનું હતું, તેણે શ્રીલંકા સાથે હોસ્ટિંગ રાઇટ્સ એક્સચેન્જ કર્યા છે. હવે 2021માં શ્રીલંકા અને 2022માં પાકિસ્તાન એશિયા કપ હોસ્ટ કરશે.







Asian Cricket Council says this year's Asia Cup has been postponed, Sri Lanka may host the tournament in June next year