મહામારી કોરોનાવાઈરસથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે માસ્ક પહેરવો પણ અનિવાર્ય છે. દુનિયાભરમાં માસ્કની ગુણવત્તા વધુ સારી કરવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. તેથી માસ્ક પહેરનાર વ્યક્તિ સાચા અર્થમાં કોરોનાવાઈરસથી બચી શકે. અમેરિકામાં ઘણા વૈજ્ઞાનિકોએ ઓશિકાંના કપડાંથી લઈને એર ફિલ્ટરમાં લાગનારા HEPA (હાઈ એફિશિયન્સી પર્ટિક્યુલેટ એર ફિલ્ટર) સુધીના વિવિધ માસ્કની ગુણવત્તાની તપાસ કરી છે.
સ્કાર્ફ અને પાયજામા જેવી વસ્તુઓના કપડાંમાંથી બનેલો માસ્ક સુરક્ષિત નથી સ્કાર્ફ્સ અને પાયજામા જેવી વસ્તુઓના કાપડ સુક્ષ્મકણોને રોકે તો છે, પરંતુ તેને સુરક્ષિત નથી ગણવામાં આવ્યા. આ માસ્કનો સ્કોર સૌથી ઓછો છે. એરોસોલ સંબંધિત રિસર્ચ માટે આંતરરાષ્ટ્રીય અવોર્ડ હાંસલ કરનાર મિસૌરી યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના અસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. યેંગ વેંગ જણાવે છે કે, માસ્ક માટે એવું કાપડ સુરક્ષિત છે જે સુક્ષ્મકણોને ફિલ્ટર પણ કરે અને તેને પહેરીને તમે સરળતાથી શ્વાસ પણ લઈ શકો.
ઈન્ડિયન મેડિકલ અસોશિએશનના પૂર્વ અધ્યક્ષ ડૉ. કેકે અગ્રવાલ જણાવે છે કે, આપણા માટે 3 લેયર માસ્ક ઉપયોગી છે. તેમાં પ્રથમ લેયર બહારથી આવનાર પાણી અને અન્ય તરલ દ્રવ્યોને રોકે છે. બીજું લેયર બેક્ટેરિયા અને વાઈરસ રોકે છે જ્યારે ત્રીજું લેયર માસ્કમાં ભેજ થવાં દેતું નથી.
કયા ફેસ માસ્ક કેટલા સુરક્ષિત? N-95 માસ્ક નિષ્ણાતો N-95 માસ્કને સારો મેડિકલ માસ્ક માને છે. તે 0.3 માઈક્રોન સુધીના નાનાકણો 95% સુધી ફિલ્ટર કરે છે. સાધારણ સર્જીકલ માસ્ક આવા કણોને 60થી 80% સુધી ફિલ્ટર કરે છે.
કેવા પ્રકારના કાપડમાંથી માસ્ક બનાવવો? હોમમેડ માસ્કમાં ક્વિલ્ટિંગ કાપડથી બનેલો માસ્ક સુરક્ષિત છે. તે 79% સુક્ષ્મ કણોને ફિલ્ટર કરે છે. ક્વિલ્ટિંગ કોટન સામાન્ય કોટનથી થોડું મજબૂત હોય છે. તેમાં વધારે દોરા હોય છે. કોટનના કપડાંને 3 લેયરમાં ફોલ્ડ કરવા પર તેને ક્વિલ્ટિંગ કહેવાય છે.
માસ્કની તપાસ કેમ કરવી? વેક ફોરેસ્ટ બેપટિસ્ટ હેલ્થના ડૉ. સ્કોટ સીગલના જણાવ્યા અનુસાર, માસ્કની ગુણવત્તા તપાસવા માટે માસ્કને ચમકદાર પ્રકાશ સામે ઉઠાવો. જો માસ્કમાંથી પ્રકાશ પસાર થઈ જાય તો તે સુરક્ષિત નથી. માસ્કમાંથી પ્રકાશ પસાર ન થાય તો તેને સુરક્ષિત ગણી શકાય છે.
-ન્યૂ યોર્ક ટાઈમ્સ સાથેના કરારને આધારે
A mask made of air purifier filters is the safest, homemade 3 layer mask is also effective against coronavirus