એરલાઈન્સ ઇન્ડસ્ટ્રીઝમાં વધતી મુશ્કેલી, દુનિયાભરમાં અત્યાર સુધીમાં 4 લાખ કર્મચારીઓએ નોકરી ગુમાવી

એરલાઈન્સ ઇન્ડસ્ટ્રીઝમાં વધતી મુશ્કેલી, દુનિયાભરમાં અત્યાર સુધીમાં 4 લાખ કર્મચારીઓએ નોકરી ગુમાવી



આંતરરાષ્ટ્રિય ફ્લાઈટ્સ પર લાગેલા પ્રતિબંધ અને માર્યાદિત ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ઓપરેશનના કારણે એરલાઈન કંપનીઓને બિઝનેસ ચાલુ રાખવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલાથી જ આર્થિક સંકટનો સામનો કરી રહેલી એરલાઈન્સ ઇન્ડસ્ટ્રીઝને કોરોનાએ ખરાબ રીતે અસર કરી છે અને ઘણી કંપનીઓ બંધ થવાના આરે ઉભી છે. કોરોના આવ્યા બાદ અત્યાર સુધીમાં દુનિયાભરમાં આ સેક્ટરમાં 4 લાખથી વધુ લોકોએ નોકરી ગુમાવી છે.

કર્મચારીઓને પગાર વિના રજા પર મોકલાય છે બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ, સેક્ટરના 4 લાખ લોકોએ તેમની નોકરી ગુમાવી છે. આ કર્મચારીઓમાંથી ઘણાને પગાર વિના રજા પર મોકલી દેવાયા છે. જ્યારે ઘણી કંપનીઓએ તેમના કર્મચારીઓને કહ્યું છે કે તેમની નોકરી આગળ જતા જઈ શકે છે. આ માટે, તેઓએ તૈયાર રહેવું જોઈએ.

આ એરલાઇન્સે સૌથી વધુ કર્મચારીઓ કાઢ્યા રિપોર્ટ અનુસાર બ્રિટીશ એરવેઝ, ડોઈચે લુફથાન્સા AG, અમિરેટ્સ એરલાઇન અને ક્વોન્ટાસ એરવેઝ લિમિટેડે મોટી સંખ્યામાં કર્મચારીઓને કાઢી મુક્યા છે. તેમજ કેટલાકને પગાર વિના રજા પર મોકલી દેવાયા છે. અમેરિકામાં જોબ કટ પર પ્રતિબંધ આવ્યા પછી પણ મોટી સંખ્યામાં કર્મચારીઓ નોકરી ગુમાવે તેવી સંભાવના છે.

પાઈલોટ અને કેબિન ક્રૂના પગાર કપાયા ડેલ્ટા એર લાઇન્સ ઇન્ક., યુનાઇટેડ એરલાઇન્સ હોલ્ડિંગ્સ ઇન્ક. અને અમેરિકન એરલાઇન્સ ગ્રુપ ઇન્કે પહેલાથી પાઈલોટ અને કેબિન ક્રૂના પગારમાં મોટા પ્રમાણમાં કાપ મુક્યો છે. આ કંપનીઓએ લગભગ 35,000 કર્મચારીઓને ચેતવણી આપી છે કે તેમની નોકરીઓ જોખમમાં છે. આ ત્રણેય કંપનીઓને જોડીને, વર્ષના અંત સુધીમાં લગભગ એક લાખ કર્મચારીઓને છૂટા કરી શકાય છે.

દુનિયાભરમાં એરલાઈન્સ ઉદ્યોગમાં નોકરીઓનું જોખમ રિપોર્ટ અનુસાર, 4 લાખ નોકરીઓનો આંકડો વિશ્વભરની એરલાઇન્સનો છે. આમાં પાઇલટ્સ અને કેબિન ક્રૂ શામેલ છે. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર વિમાન ઉત્પાદકો, એન્જિન ઉત્પાદકો, એરપોર્ટ અને ટ્રાવેલ એજન્સીઓ સહિત સંબંધિત ઉદ્યોગોમાં નોકરીનું નુકસાન 2.5 કરોડ સુધી પહોંચી શકે છે. એરબસ અને બોઇંગે 30,000થી વધુ લોકોને નોકરીમાંથી કાઢ્યા છે.







Growing trouble in the airlines industry, 4 lakh employees have lost their jobs so far worldwide