Translate to...

એરપોર્ટ પર લેન્ડ કરતા જ એર ઇન્ડિયાનું પ્લેન કાટમાળમાં ફેરવાઇ ગયું અને બે ટુકડાં થઇ ગયા

એરપોર્ટ પર લેન્ડ કરતા જ એર ઇન્ડિયાનું પ્લેન કાટમાળમાં ફેરવાઇ ગયું અને બે ટુકડાં થઇ ગયા



કેરળના કોઝિકોડમાં શુક્રવારે એર ઇન્ડિયાનું પ્લેન રન વે પર લેન્ડ કરતી વખતે ફસડાઇને ક્રેશ થઇ ગયું હતું. તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે કે પ્લેન લપસીને એક ખીણમાં પડ્યું અને તેના બે ટુકડાં થઇ ગયા હતા. કોઝિકોડ એરપોર્ટ એક ટેબલટોપ એરપોર્ટ છે જે પહાડ પર સ્થિત છે. અહીં આ ભયાનક દુર્ઘટનાની તસવીરો પ્રસ્તૂત છે.

રન વે પર ટચડાઉન કરતા જ પ્લેન રન વેથી આગળ નિકળી ગયું હતું. વિમાનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઇ ગયો હતો અને બે ટુકડાં થયા હતા. DGCA દ્વારા આ ઘટના અંગે વિસ્તૃત તપાસના આદેશ આપવામા આવ્યા છે દુર્ઘટનામાં 35 જેટલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે. વિમાન 7.38 વાગ્યે સાંજે લેન્ડ કરી રહ્યું હતું. તે સમયે વરસાદ પણ હતો.





આ દુર્ઘટનામાં બે પાયલટ સહિત 4ના મોત થયા છે. ક્રૂ સહિત 191 લોકો ઓનબોર્ડ હતાં.