એન્ડી મોલ્સે કહ્યું- ફક્ત અડધો પગ ગુમાવ્યો છે, મગજ નહીં

એન્ડી મોલ્સે કહ્યું- ફક્ત અડધો પગ ગુમાવ્યો છે, મગજ નહીં



અફઘાનિસ્તાનના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ અને સિલેક્ટર એન્ડી મોલ્સના ડાબા પગની આંગળીમાં ઈન્ફેક્શન હતું. જેના કારણે ઘૂંટણ નીચેનો ભાગ કાપવો પડ્યો છે. 59 વર્ષના પૂર્વ ઈંગ્લિશ ક્રિકેટર મોલ્સની સર્જરી એપ્રિલમાં કેપટાઉનમાં થઈ હતી. તેમણે કહ્યું કે, ‘મેં ઓપરેશન અંગે સર્જન પાસેથી તમામ વિગતો મેળવી લીધી હતી. ઓપરેશન પછીની પ્રક્રિયા માટે તૈયાર છું. મેં માત્ર અડધો પગ ગુમાવ્યો છે, મગજ નહીં’.

સર્જરીના એક મહિના પછી રિકવરી સુધી તેઓ વ્હીલચેરનો ઉપયોગ કરતા હતા. હવે તેમણે કૃત્રિમ પગ લગાવી લીધો છે અને અત્યારે 100થી 400 મીટર જેટલું ચાલે છે. તેઓ અત્યારે માન્ચેસ્ટરમાં છે. ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝની બીજી ટેસ્ટ મેચ દરમિયાન કે તેના પહેલા મોલ્સ કુલ 10 કિમી ચાલવા માગે છે.

તેમનો હેતુ પ્રોફેશનલ ક્રિકેટર્સ ટ્રસ્ટ માટે ફંડ એકઠું કરવાનો છે. આ ટ્રસ્ટે તેમના પગના ઈલાજ માટે રૂ.9.5 લાખ આપ્યા હતા. તેમણે કહ્યું કે, ‘હું આ પડકારનો ઉપયોગ અન્ય લોકોને પ્રેરણા આપવા માટે કરવા માગું છું. જેથી તેઓ પોતાના જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરી શકે’. બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ લટફુલ્લા સ્ટાનિકજઈએ કહ્યું કે, ‘મોલ્સ દેશમાં ક્રિકેટને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમની વિકલાંગતા અમારા માટે કોઈ સમસ્યા નથી. અફઘાન ક્રિકેટનો અનુભવ, વિશેષજ્ઞતા અને સમજ અમારા માટે મહત્ત્વ ધરાવે છે’.









Andy Moles said- only lost half a leg, not a brain