Translate to...

એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવે તો RT-PCR ટેસ્ટ જરૂરી, પરંતુ સરકારે સ્વીકાર્યું કે, 2.62 લાખમાંથી 0.5%ના જ ફરી ટેસ્ટ કરાયા

એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવે તો RT-PCR ટેસ્ટ જરૂરી, પરંતુ સરકારે સ્વીકાર્યું કે, 2.62 લાખમાંથી 0.5%ના જ ફરી ટેસ્ટ કરાયાદિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાએ 9 જૂને કોરોના વાઈરસ અંગે એક ચોંકાવનારુ નિવેદન આપ્યું હતું. તેમણે એ વખતે કહ્યું હતું કે, દિલ્હીમાં જુલાઈના અંત સુધી કોરોના વાઈરસથી 5.5 લાખથી વધુ કેસ હશે. એ વખતે દિલ્હીમાં 17.3 દિવસમાં કેસ ડબલ થઈ રહ્યા હતા.

છેલ્લા સપ્તાહથી દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. દિલ્હીએ કોરોના પર જે રીતે કાબુ મેળવ્યો છે, તેની પ્રશંસા પણ થઈ રહી છે. આ એ જ દિલ્હી છે, જેને એક સમયે દેશનું સૌથી મોટું હોટ સ્પોટ કહેવાતું હતું. પરંતુ દિલ્હીમાં હવે કોરોના કાબુમાં કેવી રીતે આવી રહ્યો છે?એક બાજુ દિલ્હીમાં રોજ થતા ટેસ્ટ ત્રણ ગણા વધારી દેવાયા છે, પરંતુ કેસ વધતા જઈ રહ્યા છે. આવું કેમ? તો આનું કારણ એન્ટીજન ટેસ્ટીંગ હોઈ શકે છે.

By 15 June, there'll be 44,000 cases & 6,600 beds will be needed. By 30 June we'll reach 1 lakh cases & 15,000 beds will be required. By 15 July there'll be 2.25 lakh cases & 33,000 beds will be needed. By 31 July, 5.5 lakh cases expected & 80,000 beds will be needed: Delhi Dy CM pic.twitter.com/F5iXDlgO7R

— ANI (@ANI) June 9, 2020

જૂનનો મહિનો દિલ્હી માટે ખરાબ રહ્યો હતો. દિલ્હીમાં પહેલી વખત 28 મેના રોજ એક દિવસમાં 1 હજારથી વધુ કેસ આવ્યા હતા. ત્યારપછી જૂનના મહિનામાં તો લગભગ દરરોજ એક હજારથી વધુ કેસ આવવા માંડ્યા હતા. સ્થિતિ બગડ્યા પછી કેન્દ્ર સરકાર પણ કોરોનાની લડાઈમાં સાથ આપવા માટે આવી. ત્યારપછી દિલ્હી સરકારે રણનીતિ બદલી. આ રણનીતિનો એક ભાગ એન્ટીજન ટેસ્ટ કરવાનો પણ હતો.

પહેલા સમજીએ કે કોરોના માટે કયા ટેસ્ટ થાય છે?આપણા દેશમાં કોરોનાની તપાસ માટે 4 પ્રકારના ટેસ્ટ થઈ રહ્યા છે. પહેલો RT-PCR ટેસ્ટ. બીજો ટ્રુનેટ અથવા સીબીનેટ ટેસ્ટ. ત્રીજો એન્ટીજન ટેસ્ટ અને ચોથો એન્ટીબોડી ટેસ્ટ.1. RT-PCR ટેસ્ટ ભારત જ નહીં પણ દુનિયાભરના ઘણા દેશોમાં થઈ રહ્યો છે. કોરોનાની તપાસ માટે આ ટેસ્ટ જરૂરી છે.2. 19 મેના રોજ ICMRએ કોરોનાની તપાસ માટે ટ્રુનેટ અથવા સીબીનેટ ટેસ્ટની મંજૂરી આપી. આ ટેસ્ટ સામાન્ય રીતે ટીબીની તપાસ માટે થાય છે.3. ત્યારપછી 14 જૂને ICMRએ કોરોના દર્દીઓની ઓળખાણ માટે માત્ર કન્ટેનમેન્ટ ઝોન અને હોટ સ્પોટ વિસ્તારમાં કોરોના દર્દીઓની ઓળખ માટે એન્ટીજન ટેસ્ટને મંજૂરી આપી.4. છેલ્લે એન્ટીબોડી ટેસ્ટ, જેનાથી કોઈ વ્યક્તિના લોહીથી ખબર પડી શકે છે કે તેને ક્યારે કોરોના થયો હતો કે નહીં? જો કે, આ ટેસ્ટ માત્ર સીરો સર્વે માટે જ થાય છે.

દિલ્હીમાં 18 જૂનથી એન્ટીજન ટેસ્ટ, આ જ કારણે ટેસ્ટિંગની સંખ્યા વધીદિલ્હીમાં 18 જૂન સુધી ક્યારેય પણ એક દિવસમાં ટેસ્ટિંગની સંખ્યા 10 હજારને પાર ગઈ નથી. પરંતુ 19 જૂને અહીંયા 13 હજાર 74 ટેસ્ટ થયા હતા. કારણ હતું એન્ટીજન ટેસ્ટ.

જો કે, એન્ટીજન ટેસ્ટ બાકી ટેસ્ટની તુલનામાં ઓછા ખર્ચે ફટાફટ રિઝલ્ટ આપતો હતો. એન્ટીજન ટેસ્ટમાં માત્ર અડધા કલાકમાં રિઝલ્ટ મળી જાય છે. ખાસ વાત તો એ છે કે આના માટે લેબની પણ જરૂર પડતી નથી. એન્ટીજનની ટેસ્ટ કીટ માત્ર 450 રૂપિયાની છે. જેને સાઉથ કોરિયાની એસડી બાયો-સેન્સર કંપનીએ તૈયાર કરી છે. ભારતમાં હરિયાણાના માનસેરમાં આવેલી કંપનીના પ્લાન્ટે આ કીટ તૈયાર કરી છે.

આ ટેસ્ટમાં નાક અને ગળામાંથી સેમ્પલ લેવાના હોય છે. પછી એ સેમ્પલને ટેસ્ટ કીટ પર નાંખવામાં આવે છે. લગભગ અડધા કલાકમાં ખબર પડી જાય છે કોઈ વ્યક્તિને કોરોના વાઈરસ છે કે નહીં.દિલ્હીમાં ટેસ્ટિંગ વધવાનું સૌથી મોટું કારણ આ જ છે. જ્યારે RT-PCR ટેસ્ટ અથવા ટ્રુનેટ ટેસ્ટમાં રિઝલ્ટ આવતા વાર લાગે છે. અને આ ટેસ્ટનો ખર્ચ પણ વધારે હોય છે. અને તેની તપાસ લેબમાં થાય છે. આ જ કારણ છે કે 30 જૂન સુધી દિલ્હીમાં દર 10 લાખની વસ્તીમાંથી 27 હજાર 986 લોકોનો ટેસ્ટ થયો હતો, જેની સંખ્યા 22 જુલાઈ સુધી વધીને 45 હજાર 861એ પહોંચી ગઈ.

એન્ટીજન ટેસ્ટથી પોઝિટિવ રેટ કેવી રીતે ઘટ્યો?એન્ટીજન ટેસ્ટ પહેલા દિલ્હીનો પોઝિટિવ રેટ સરેરાશ 25% સુધી રહેતો હતો. પોઝિટિવ રેટ એટલે કે દરરોજ જેટલા ટેસ્ટ થઈ રહ્યા છે, તેમા કેટલા લોકો પોઝિટિવ મળી રહ્યા છે. પરંતુ એન્ટીજન ટેસ્ટ પછી પોઝિટિવ રેટ પણ ઘટતો ગયો.

ઉદાહરણ માટે દિલ્હીમાં 13 જૂને 5 હજાર 776 ટેસ્ટ થયા હતા. જેમાંથી 2 હજાર 134 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ દિવસે દિલ્હીનો પોઝિટિવ રેટ 36.9% હતો. પરંતુ 1 જુલાઈથી માંડી 21 જુલાઈ વચ્ચે એક પણ દિવસ એવો નહોતો, જ્યારે પોઝિટિવ રેટ 12.2%થી ઉપર ગયો હોય. સૌથી વધુ 12.2% પોઝિટિવ રેટ 1 જુલાઈના દિવસ જ હતો.

એન્ટીજનમાં નેગેટિવ, તો RT-PCR ટેસ્ટ કરાશેઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે IMCRએ 20 જુને એડવાઈઝરી જાહેર કરી. જેમાં ચોખ્ખુ લખ્યું કે, જો એન્ટીજન ટેસ્ટમાં કોઈ વ્યક્તિ પોઝિટિવ આવે છે, તો તોની કોરોનાની સારવાર કરાશે. પણ જો કોઈ વ્યક્તિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો, તેના કન્ફર્મેશન માટે RT-PCR ટેસ્ટ કરાશે.આવું એટલા માટે કારણ કે, એન્ટીજન ટેસ્ટ વાઈરલ પ્રોટીનને શોધે છે. જો તેની હાજરી છે તો વ્યક્તિ કોરોના પોઝિટિવ છે. પરંતુ જો પ્રોટીન નથી તો એનો અર્થ એ પણ નથી કે વ્યક્તિને કોરોના નથી. જ્યારે RT-PCR ટેસ્ટમાં વાઈરસના RNAની તપાસ થાય છે. જેનાથી ચોક્કસ માહિતી મળી જાય છે કે વ્યક્તિ કોરોના પોઝિટિવ છે કે નહીં.

એન્ટીજન ટેસ્ટ કીટની જ્યારે ICMR અને દિલ્હી એઈમ્સની લેબમાં તપાસ કરાઈ. તો ખબર પડી કે કોઈ વ્યક્તિ નેગેટિવ છે, તો એન્ટીજન ટેસ્ટમાં તેનું રિઝલ્ટ 99.3%થી 100% સુધી આવી જશે. પરંતુ કોઈ વ્યક્તિમાં કોરોના વાઈરસ છે કે નહીં, તેનું રિઝલ્ટ 50%થી 84.6% સુધી સાચું હશે.સરળ ભાષામાં કહીયે તો જો કોઈ વ્યક્તિમાં કોરોના વાઈરસની અસર વધુ છે, તો એન્ટીજન ટેસ્ટ પકડી લેશે. પણ ઓછી અસર હશે તો તે પકડી નહીં શકે. આ જ કારણોથી રિપોર્ટ નેગેટિવ આવે તો પણ RT-PCR ટેસ્ટ જરૂરી છે.

પણ શું આવું થઈ રહ્યું છે?

તો તેનો જવાબ કદાચ ના છે. આનો જવાબ પણ દિલ્હી કેજરીવાલ સરકારે જ આપ્યો છે. ગત દિવસોમાં દિલ્હી હાઈકોર્ટમાં સરકારે જણાવ્યું હતું કે, દિલ્હીમં 18 જૂનથી માંડી 15 જુલાઈ વચ્ચે 2 લાખ 81 હજાર 55 લોકોની તપાસ એન્ટીજન ટેસ્ટથી કરવામાં આવી છે. જેમાંથી માત્ર 19 હજાર 480 લોકો પોઝિટિવ હતા. એટલે કે એન્ટીજન ટેસ્ટનો પોઝિટિવ રેટ 6.92%.જ્યારે આ દરમિયાન દિલ્હીમાં 1 લાખ 33 હજાર 579 RT-PCR, ટ્રુનેટ અથવા સીબીનેટ ટેસ્ટ કરાયા હતા. આ ટેસ્ટમાં 47 હજાર 534 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એટલે કે ટેસ્ટમાં પોઝિટિવ રેટ 35.5% થયો.હવે પ્રોટોકોલ એ છ કે એન્ટીજન ટેસ્ટમાં જો કોઈ નેગેટિવ આવે છે, તો તેનો RT-PCR ટેસ્ટ કરવો જરૂરી છે. દિલ્હી સરકારના જણાવ્યા પ્રમાણે, 18 જૂનથી 15 જુલાઈ વચ્ચે એન્ટીજન ટેસ્ટમાં 2 લાખ 62 હજાર 75 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.પરંતુ આમાથી માત્ર 0.5% એટલે કે 1 હજાર 365 લોકોનો જ RT-PCR ટેસ્ટ કરાયો હતો. આ લોકોમાંથી 18% એટલે કે 243 લોકોનો રિપોર્ટ RT-PCR ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો હતો.Delhi Coronavirus Cases Antigen Test Positive Rate Rt Pcr Test Reason Why Cases Derease In Delhi