Translate to...

એટોમિક પાવર ક્ષેત્રે ગુજરાતની ભૂમિ પરથી ગૌરવભરી ક્ષણ, સ્વદેશી ટેકનોલોજીથી 700 મેગા વૉટ વીજળીનું ઉત્પાદન થશે

એટોમિક પાવર ક્ષેત્રે ગુજરાતની ભૂમિ પરથી ગૌરવભરી ક્ષણ, સ્વદેશી ટેકનોલોજીથી 700 મેગા વૉટ વીજળીનું ઉત્પાદન થશે
દેશનું પ્રથમ સ્વદેશી 700 મેગાવોટનું પરમાણુ વીજળીઘર એકમ કાકરાપાર યુનિટ-3માં બુધવારે વહેલી સવારે 09.36 કલાકે રિએક્ટરની અંદર ચેઇન રિએક્શનની પ્રક્રિયા સફળતાપૂર્વક કરવામાં આવી હતી. એટલે કે પરમાણુ રિએક્ટરનું હૃદય ધબકવાનું શરૂ થયું છે. જેને ક્રિટિકલટી કહેવામાં આવે છે. જો કે ઉત્પાદન શરૂ થતાં હજી 3 માસનો સમય લાગશે.

આ વિશે વાત કરતા નિગમના સીએમડી એસ.કે.શર્માએ જણાવ્યુ હતું કે ‘આ એક ઐતિહાસિક સિદ્ધિ છે. આ રિએક્ટરના પાર્ટ, ઉપકરણ સંપૂર્ણ ભારતીય છે. 700 મેગાવોટ પીએચડબ્લ્યૂઆરમાં સુરક્ષાના આધુનિક ઉપકરણો લગાવવામાં આવ્યા છે. કાકરાપાર પરમાણુ રિએક્ટર-3દેશનું 23મું પરમાણુ રિએક્ટર છે.’ ઉલ્લેખનિય છે કે માર્ચ 2020માં આ રિએક્ટરમાં યૂરેનિયમ ફ્યૂલ બંડલ ભરવાનું કામ પૂર્ણ કરાયુ હતું અને લોકડાઉનના સમયમાં અન્ય તપાસ અને પ્રક્રિયા પુરી કરાઇ હતી. કાકરાપાર પરમાણુ વીજળીઘરના એકમ ક્રિટિકલટીમાં સફળતા મેળવ્યા બાદ હવે તેમાં થોડા પરીક્ષણ અને તપાસ કરાશે. ત્યાર બાદ તેને સિંક્રોનાઇઝ એટલે કે ગ્રિડથી જોડવામાં આવશે. આ પ્રક્રિયામાં અંદાજે 3 મહિનાનો સમય લાગશે. ત્યાર પછી આ એકમ 700 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ કરશે.

PMએ ટ્વિટ કરી અભિનંદન પાઠવ્યાપીએમ મોદીએ કાકરાપાર પરમાણુ પાવર પ્લાન્ટના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે પાવર પ્લાન્ટ-3માં મહત્ત્વનો મુકામ હાંસલ કરવો એ ખૂબ અગત્યનું છે. તેમણે પ્લાન્ટના સામાન્ય પરિચાલન સ્થિતિમાં આવવા બદલ આનંદ વ્યક્ત કર્યો. ઘરેલુ ડિઝાઈન પર આધારિત 700 મેગાવોટનું આ રિએક્ટર મેક ઈન ઈન્ડિયાનું ચમકતું ઉદાહરણ છે. તે ભવિષ્યમાં આ પ્રકારની ઉપલબ્ધિઓની શરૂઆત છે.

ગુજરાતને મળશે 50 % વીજળીકાકરાપાર પરમાણુ એકમથી ગુજરાતને 50 ટકા વીજળી મળશે. બાકીનો હિસ્સો નજીકના પ્રદેશો તેમજ નેશનલ ગ્રિડમાં વીજળી વિતરણ યોજના અંતર્ગત અપાશે

50 હજાર મકાન બને તેટલા કોંક્રીટનો ઉપયોગ થયો700 મેગાવોટના એક પરમાણુ રિએક્ટરમાં કુલ 2 કુલિંગ ટાવર હશે. બંને એકમોમાં કુલ 4 કુલિંગ ટાવર હશે.જેના માટે કુલ 2.50 લાખ ક્યૂબિક મીટર કોંક્રીટની જરૂરિયાત હતી. એટલે કે થ્રી બીએચકેના 50 હજાર મકાનનું નિર્માણ થઇ શકે તેટલા કોંક્રીટથી ચાર કુલિંગ ટાવર બનાવવામાં આવ્યા છે. તેના પરથી તેની વિશાળતાનો ખ્યાલ આવે છે.

કુલ ખર્ચ : અંદાજે 16500 કરોડનિર્માણ કાર્ય : નવેમ્બર 2010થી શરૂકોંક્રીટ-સળિયા : 8 લાખ ક્યૂબિક મીટરવીજળી ઉત્પાદન : કાકરાપાર 90 લાખ લોકોની રોજની વીજ જરૂરિયાત પૂરી કરશેહાલનું ઉત્પાદન : પહેલેથી જ 220-220 મેગાવોટના 2 યુનિટ વીજળીનું ઉત્પાદન કરે છે.ખાસિયત : દેશનું એકમાત્ર સૌથી મોટું રિએક્ટર છે. 700-700 મેગાવોટના બંને એકમોના ડોમનું વજન 570 ટન છે. એટલે કે અમેરિકાના સ્ટેચ્યુ ઓફ યુનિટીથી અઢી ગણું વધારે છે. જે મિસાઇલ હુમલાથી પણ સુરક્ષિત છે. આ સાથે તેની ડિઝાઇન ભૂકંપ પ્રૂફ છે.

કાકરાપાર પરમાણુ મથક.