Translate to...

એક્સ મેનેજર દિશા સલિયનના મૃત્યુના સમાચાર સાંભળીને સુશાંતને એન્ઝાઈટી અટેક આવવા લાગ્યા હતા, કહ્યું હતું - હવે આ લોકો મને નહીં છોડે

એક્સ મેનેજર દિશા સલિયનના મૃત્યુના સમાચાર સાંભળીને સુશાંતને એન્ઝાઈટી અટેક આવવા લાગ્યા હતા, કહ્યું હતું - હવે આ લોકો મને નહીં છોડે
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પહેલાં તેની એક્સ મેનેજર દિશા સલિયને 8 જૂનના રોજ બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ 14 જૂનના રોજ જ્યારે સુશાંતના આત્મહત્યાના સમાચાર સામે આવ્યા તો લોકોએ આ બંને કેસ વચ્ચે કોઈ કનેક્શન હોવાની વાત કરી હતી. જોકે, મુંબઈ પોલીસે આ વાતોનું ખંડન કર્યું અને કહ્યું આ બંને કેસમાં કોઈ કનેક્શન ન હતું પરંતુ એ વાતને નકારી શકાય નહીં કે દિશાની આત્મહત્યાની સુશાંત પર ગંભીર અસર થઇ હતી. તેની ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ સ્મિતા પારીખે આ વાતની પુષ્ટિ એક ઇન્ટરવ્યૂમાં કરી છે.

સુશાંતને એન્ઝાઈટી અટેક આવવા લાગ્યા હતા રિપબ્લિક ટીવીને આપેલ ઇન્ટરવ્યૂમાં સ્મિતાએ કહ્યું, દિશાના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી સુશાંતને એન્ઝાઈટી અટેક આવવા લાગ્યા હતા. સુશાંતની બહેન મિતુએ મને જણાવ્યું કે દિશાના મૃત્યુથી સુશાંત આઘાતમાં હતો અને તૂટી ગયો હતો. તે કહેતો રહેતો હતો કે, હવે આ લોકો મને નહીં છોડે.

બહેનનો કોલ રિસીવ કરતો ન હતો સ્મિતાએ આગળ કહ્યું કે, 14 જૂને સુશાંત અને તેની બહેન મિતુ ફેમિલી ટાઈમ એન્જોય કરવાના પ્લાનિંગમાં હતા. 13 જૂનની રાત્રે, મિતુએ સુશાંતને કોલ કર્યો હતો પરંતુ તેને ફોન રિસીવ ન કર્યો. મેસેજ કર્યો પણ તેનો પણ જવાબ ન આપ્યો જે તેને ઘણું વિચિત્ર લાગ્યું હતું.

ત્યારબાદ 14 જૂને સવારે જ મિતુએ સિદ્ધાર્થ પીઠાણીને કોલ કર્યો જે સુશાંત સાથે જ રહેતો હતો. મિતુએ તેને પૂછ્યું કે સુશાંત ફોન કે મેસેજનો જવાબ કેમ નથી આપી રહ્યો જેનો જવાબ મળ્યો કે તેણે જ્યુસ માગ્યું હતું અને તે પીને ફરી બેડરૂમમાં સુઈ ગયો.

ત્યારબાદ સુશાંતના મૃત્યુના સમાચાર આવી ગયા હતા કારણકે સુશાંતે દરવાજો ન ખોલ્યો એટલે સિદ્ધાર્થે મિતુને બોલાવી હતી. બીજી ચાવી બનાવીને બેડરૂમ ખોલ્યો તો સુશાંતની બોડી પંખા સાથે લટકાયેલ મળી હતી.દિશા સલિયન, સુશાંત સિંહ રાજપૂત