Translate to...

એક રૂમની ઓરડીમાં આખો પરિવાર રહે છે, 3 બાળકો વચ્ચે 1 ફોન, ઘરનું ભાડું નથી ભરાયું તો બાળકોને ક્યાંથી ભણાવે

એક રૂમની ઓરડીમાં આખો પરિવાર રહે છે, 3 બાળકો વચ્ચે 1 ફોન, ઘરનું ભાડું નથી ભરાયું તો બાળકોને ક્યાંથી ભણાવે




રાજ્યના દરેક નાગરીકને શિક્ષણ મેળવવાનો અધિકાર છે અને એ દરેકને શિક્ષણ મળી રહે એ માટે સરકારે RTE(રાઈટ ટૂ એજ્યુકેશન) અમલી બનાવ્યું છે. જે હેઠળ દરેક નાગરીક શિક્ષણ મેળવી શકે છે. હાલ રાજ્યમાં કોરાના મહામારી વચ્ચે પણ રાજ્યમાં કોઇ બાળક શિક્ષણથી વંચિત ન રહે માટે ઓનલાઇન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. અમદાવાદના SG હાઇવે પર દેખાતી નવાબીથી માત્ર 500 મીટરના અંતરે કોરોનાના કારણે બેહાલ થયેલો એક પરિવાર રહે છે. માતા-પિતા ભણી શક્યા નથી પરંતુ બાળકોને RTE(રાઈટ ટૂ એજ્યુકેશન) હેઠળ એડમિશન અપાવ્યું છે. જોકે હાલ સ્કૂલોમાં ઓનલાઇન એજ્યુકેશન તો અપાઈ રહ્યું છે પરંતુ RTE હેઠળ ભણતા બાળકોની હાલત કફોડી છે. ઘરમાં બે ટંક ખાવાનું મેળવવાના ફાંફા છે ત્યાં મોબાઈલ લાવીને બાળકોને કેવી રીતે ભણાવવા તે પ્રશ્ન માતા-પિતાને સતાવી રહ્યો છે. પરિવારના મોભી પિતા પાસે એક જ ફોન છે અને તેમાં હાલ એક દીકરી શિક્ષણ મેળવી રહી છે, પરંતુ બીજા બે બાળકો મોબાઈલ ન હોવાથી ભણી શકતા નથી.

એક રૂમની ઓરડીમાં રહેતો પરિવાર ભાડું પણ ભરી શકતો નથીશહેરના SG હાઇવેના ગુરુદ્વારા પાસે હાઈ રાઈઝ ટાવરની પાછળ એક રૂમની ઓરડી આવેલી છે. જેમાં કનુભાઈ રસોઇયા પરિવાર સાથે રહે છે. આ ઓરડીનું માસિક ભાડું 3 હજાર રૂપિયા છે. પરંતુ લોકડાઉન થયું ત્યારથી તેમને કોઇ કામ નથી મળી રહ્યું. લોકો પાસે કામ માગવા જાય છે પરંતુ કોરોનાના ભયથી કોઇ કામ નથી આપતું. છેલ્લા ઘણા મહિનાથી તેઓ ઓરડીનું ભાડું પણ ભરી શક્યાં નથી. ત્યારે કોઇની મદદથી ઘર ચાલી રહ્યું છે અને બે ટંક જમવાની વ્યવસ્થા થાય છે.

પોતે ભણ્યા નથી પણ ગમે-તેમ કરીને બાળકોને ભણાવવા છેકનુભાઈ અને તેમના પત્ની શિક્ષણ મેળવી શક્યાં નથી. પરંતુ તેઓ પોતાના બાળકોને શિક્ષણ અપાવવા માગે છે. બાળકોના સારા ભવિષ્યની આશા સાથે આ પરિવાર ગામડેથી અમદાવાદ આવ્યો છે અને બાળકોને કોઇપણ ભોગે શિક્ષણ અપાવવા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે RTEના કાયદા હેઠળ નિરમા અને આર.એચ.કાપડિયા જેવી સ્કૂલમાં બાળકોને એડમિશન અપાવ્યું છે. રસોઇનું કામ મળથા ઘર ધીમે-ધીમે ચાલી રહ્યું હતું પરંતુ કોરોનાએ આર્થિક અને પારિવારિક સ્થિતિની ગતિમાં અવરોધ ઉભો કર્યો.

...પણ લાચાર પિતા કંઇ કરી શકે તેમ નથીકનુભાઈની મોટી દીકરી કરિશ્મા ધો. 6માં, નાની દીકરી નિરાલી ધો.5માં અને સૌથી નાનો દીકરો અવિનાશ ધો.3માં ભણે છે. કોરોનાના કારણે હાલ બાળકોને મોબાઈલ, લેપટોપ જેવા ઉપકરણોમાં એપ્લિકેશન દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ આ પરિવારમાં ઘરમા એક જ મોબાઈલ ફોન છે અને લાચાર પિતા કંઇ કરી પણ શકે તેમ નથી, કારણ કે ઘરમા એક જ ફોન છે અને બધા સંતાનનો અભ્યાસનો સમય એક સરખો જ છે. આ અંગે પિતા કનુભાઈ જણાવે છેકે, ગરીબીના કારણે હું ભણી શક્યો નથી અને અત્યારે મારી મજબૂરી છેકે મારા બાળકોને ભણાવી શકતો નથી. હાલ કોઇની મદદથી ઘર ચાલી રહ્યું છે. હું બીજો મોબાઈલ લઇ શકું એટલી તાકાત નથી. હવે શું થશે એ ખબર નથી. માત્ર આ પરિવાર નહીં પરંતુ RTE હેઠળ અભ્યાસ કરતા અનેક બાળકોની આવી સ્થિતિ છે.







The whole family lives in a one room, 1 phone between 3 children, where to give online education to children