Translate to...

એક મેચ માટે ખેલાડીઓને કરોડો રૂપિયા મળશે, T-20 વર્લ્ડ કપમાં માત્ર 5 લાખ મળતા; IPLથી BCCIને પણ 4 હજાર કરોડનો ફાયદો

એક મેચ માટે ખેલાડીઓને કરોડો રૂપિયા મળશે, T-20 વર્લ્ડ કપમાં માત્ર 5 લાખ મળતા; IPLથી BCCIને પણ 4 હજાર કરોડનો ફાયદો



ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની તારીખ નક્કી થઈ ગઈ છે. હવે તે UAEમાં 19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર સુધી રમવામાં આવશે. T-20 વર્લ્ડ કપ સ્થગિત થતાં IPLનો રસ્તો સાફ થઈ ગયો છે. ઘણા લોકો એમ કહે છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ પર ફ્રેન્ચાઇઝ ક્રિકેટ એટલે કે પૈસાની રમત ભારે પડી ગઈ છે.

વિશ્વના સૌથી ધનિક બોર્ડના ખેલાડીઓ આખો વર્લ્ડ કપ રમીને જેટલું નથી કમાતા તેનાથી 2થી 4 ગણા પૈસા એક IPL મેચ રમીને કમાઈ લે છે. વર્લ્ડ કપની એક મેચ રમવા પર ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને 5 લાખ રૂપિયા મળે છે. જ્યારે IPLમાં એક મેચ રમવા પર કોહલીને 1.2 કરોડ તો રોહિતને 1 કરોડ રૂપિયા મળે છે.

બોર્ડ ઓફ ક્રિકેટ ફોર કંટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI)ની વાત કરીએ તો તેની મોટાભાગની કમાણી IPLથી થાય છે. એક રિપોર્ટ અનુસાર, 2020-21માં BCCI 3 હજાર 730 કરોડ રૂપિયા કમાશે. તેમાંથી અઢી હજાર કરોડની કમાણી માત્ર IPLમાંથી થવાની હતી. તે સિવાય 950 કરોડ રૂપિયા સીરિઝ, ટૂર્નામેન્ટથી અને 380 કરોડ રૂપિયા ICCથી મળવાનો અનુમાન હતો. એટલે કે, BCCIની 67% કમાણી IPLથી થાય છે.

IPLની એક મેચ રમવા માટે કોહલીને 1.21 કરોડ રૂપિયા મળશે

ટીમ ઇન્ડિયાનો કેપ્ટન અને IPLમાં RCBની કમાન સંભાળનાર વિરાટ કોહલી IPLનો સૌથી મોંઘો પ્લેયર છે. તેને આ વર્ષે RCB માટે રમવાના 17 કરોડ રૂપિયા મળશે. IPLમાં દરેક ટીમ લીગમાં 14-14 મેચ રમે છે. આ હિસાબે, વિરાટને દરેક મેચ માટે 1.21 કરોડ રૂપિયા મળશે. બીજા નંબરે રોહિત શર્મા છે, તેને મુંબઇ ઇન્ડિયન્સ વતી રમવા માટે દરેક મેચના 1.07 કરોડ મળશે. મુંબઇ તેને વાર્ષિક 15 કરોડ રૂપિયા આપે છે.

T-20 વર્લ્ડ કપ રમતી વખતે, તેમને મેચ દીઠ માત્ર 5 લાખ મળે છે

BCCIની કરાર યાદીમાં 27 ખેલાડીઓ છે. આ ખેલાડીઓને A+, A, B અને C ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે. A+ ગ્રેડમાં 7 કરોડ, A ગ્રેડમાં 5 કરોડ, B ગ્રેડમાં 3 કરોડ અને C ગ્રેડમાં વાર્ષિક 1 કરોડ રૂપિયા મળે છે.

આ સિવાય મેચ ફી અલગથી મળે છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ટેસ્ટ મેચ રમવા માટે 15 લાખ રૂપિયા, એક દિવસીય મેચ માટે 7 લાખ રૂપિયા અને T-20 મેચ માટે 5 લાખ રૂપિયા મળે છે.

ઓક્ટોબર-નવેમ્બરમાં થનાર T-20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા લીગમાં 5 મેચ રમવાની હતી. તે બાદ ટીમ સેમિફાઇનલ-ફાઇનલ રમત તો પણ 7 જ મેચ હોત. તે હિસાબે કોહલીને વર્લ્ડ કપથી 25થી 35 લાખ રૂપિયા મળત. જ્યારે IPLની એક જ મેચમાં તેનાથી 4થી 5 ગણા રૂપિયા મળે છે.

IPLથી BCCIને 4 હજાર કરોડનો ફાયદો થશે

જ્યારે આ વર્ષે IPL રદ્દ કરવાની વાત કરવામાં આવી હતી, ત્યારે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, જો IPL રદ્દ કરવામાં આવે તો તેનાથી બોર્ડને 4 હજાર કરોડનું નુકસાન થશે.

દર વર્ષે બ્રોડકાસ્ટિંગ રાઇટ્સથી બોર્ડને 3 હજાર 269 કરોડ રૂપિયા મળે છે. સ્ટારે IPLના પ્રસારણ હકો 5 વર્ષ માટે 16,347.5 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. મેચ માટે, સ્ટાર BCCIને રૂ. 55 કરોડ અર્થાત્ 23.3 લાખ રૂપિયા પ્રતિ બોલ ચૂકવે છે.

IPLની બ્રાન્ડ વેલ્યૂમાં 13.5 %નો વધારો થયો

સપ્ટેમ્બર 2019માં, ગ્લોબલ એડવાઇઝર કંપની ડફ અને ફેલ્પ્સે IPLની બ્રાન્ડ વેલ્યૂ અંગેનો અહેવાલ બહાર પાડ્યો હતો. આ અહેવાલ મુજબ, IPLની બ્રાન્ડ વેલ્યૂમાં 2018ની સરખામણીએ 2019માં 13.5% નો વધારો થયો છે.

2018માં IPLની બ્રાન્ડ વેલ્યૂ 41 હજાર 800 કરોડ રૂપિયા હતી, જે 2019માં વધીને 47 હજાર 500 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

IPL જ નહીં, તેમાં રમતી ટીમોની બ્રાન્ડ વેલ્યૂ પણ સતત વધી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સની બ્રાન્ડ વેલ્યૂ સૌથી વધુ 809 કરોડ રૂપિયા છે. તે પછી ચેન્નાઈ સુપરકિંગ્સ છે.

IPLથી માત્ર BCCIને નહીં, પરંતુ અન્ય દેશોને પણ ફાયદો થાય છે

IPL ન થવાથી BCCIને જ નહીં, પરંતુ અન્ય દેશોને પણ નુકસાન થાત. IPLમાં 60થી વધુ વિદેશી ખેલાડીઓ રમી રહ્યા છે. આ ખેલાડીઓ આશરે 250 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.

માત્ર ખેલાડીઓ જ નહીં, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડને પણ પૈસા મળે છે. BCCI IPLમાંથી મળનારી કેટલીક આવક જુદા જુદા ક્રિકેટ બોર્ડ સાથે વહેંચે છે.

ઇનસાઇડ સ્પોર્ટ્સના અહેવાલ મુજબ, 2018માં BCCIએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ સાથે શેરની આવકમાં 100% વધારો કર્યો. આને કારણે BCCI પર ખર્ચમાં આશરે 25 કરોડનો વધારો થયો હતો.

BCCI ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને સૌથી વધુ 19.13 કરોડ રૂપિયા આપે છે. IPL મોટાભાગના વિદેશી ખેલાડીઓ ઓસ્ટ્રેલિયન રમે છે. આ વર્ષે 17 ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ રમી રહ્યા છે. નેપાળ ક્રિકેટ બોર્ડ BCCI પાસેથી 4 લાખ રૂપિયા મેળવે છે. નેપાળનો એક જ ખેલાડી IPL રમે છે, જેને 20 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે.

IPLથી પાકિસ્તાનના ખેલાડીઓને 12 કરોડ રૂપિયા મળ્યા છે. 2008ની પહેલી સીઝનમાં 11 પાકિસ્તાની ખેલાડી રમ્યા હતા. જેમને 12.84 કરોડમાં ખરીદવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ IPLમાં પાકિસ્તાની ખેલાડીઓના રમવા પર રોક લગાવવામાં આવી છે.







Players will get crores of rupees for one match, only 5 lakh in T-20 World Cup; BCCI also gains Rs 4,000 crore from IPL