એક મહિનામાં 10 લાખ કેસ આવ્યા, 10 લાખ વસ્તી દીઠ 12,553 ટેસ્ટ, આ પૈકી 1,082 પોઝિટિવ અને 24 મોત થઈ રહ્યા છે

એક મહિનામાં 10 લાખ કેસ આવ્યા, 10 લાખ વસ્તી દીઠ 12,553 ટેસ્ટ, આ પૈકી 1,082 પોઝિટિવ અને 24 મોત થઈ રહ્યા છેદેશમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો મંગળવારે 15 લાખને પાર થઈ ગયા છે. સતત ત્રીજી વખત માંડ 2 દિવસમાં સંક્રમણના એક લાખ નવા કેસ સામે આવ્યા છે. દેશમાં હવે 10 લાખ વસ્તી દીઠ 12,553 લોકોની તપાસ થઈ રહી છે અને તે પૈકી 1,082 લોકો કોરોના પોઝિટિવ જોવા મળે છે. આટલી જ વસ્તી એટલે કે 10 લાખ વસ્તી દીઠ 24 લોકોના મોત થઈ રહ્યા છે. રાહતની વાત એ છે કે સંક્રમણથી સારું થનારા દર્દીની સંખ્યા પણ સતત વધી રહી છે. હવે દેશમાં કોરોના દર્દીનો રિકવરી રેટ 65.38 ટકા થઈ ગયો છે. એટલે કે 100 દર્દી પૈકી 65 દર્દીને સારું થઈ રહ્યું છે. જ્યારે મૃત્યુ દર 2.26 ટકા છે. જેનો અર્થ એવો થાય છે કે 100 દર્દીમાંથી 2 દર્દીના મોત થઈ રહ્યા છે. 146 દિવસમાં 5 લાખ કેસ આવ્યા, ત્યારપછી 10 લાખ કેસ ફક્ત 32 દિવસમાં આવ્યા દેશમાં સંક્રમણનો પ્રથમ કેસ 30 જાન્યુઆરીના રોજ સામે આવ્યો હતો. ત્યારબાદ એકથી પાંચ લાખ કેસ થવામાં 146 દિવસનો સમય લાગ્યો હતો. પણ 5 લાખથી 15 લાખ કેસ થવામાં એટલે કે સંક્રમણના 10 લાખ કેસ થવામાં ફક્ત 32 દિવસનો સમય લાગ્યો છે હવે દરરોજ આશરે 50 હજાર નવા કેસ વધી રહ્યા છે દેશમાં 30 જાન્યુઆરીના રોજ કોરોનાનો પ્રથમ કેસ આવ્યો હતો. ત્યાર પછી 110 દિવસ બાદ એટલે 10 મેના રોજ આ આંકડો વધીને એક લાખ થઈ ગયો હતો. ત્યારબાદ કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાવા લાગ્યુ અને માંડ 15 દિવસમાં જ આંકડો 2 લાખને પાર થઈ ગયો.ત્યારબાદ સંક્રમિતોની સંખ્યા 2 લાખથી વધી 3 લાખ થવામાં ફક્ત 10 દિવસનો સમય લાગ્યો. 3 લાખથી 4 લાખ થવામાં 8 દિવસ અને 4 લાખથી 5 લાખ થવામાં ફક્ત 6 દિવસનો સમય લાગ્યો. કેસ વધવાની આ ઝડપ સતત વધવા લાગી. 5 લાખથી 6 લાખ તથા 6 લાખથી 7 લાખ કેસ થવામાં 5-5 દિવસનો સમય લાગ્યો. ત્યારબાદ 7 લાખથી 8 લાખ થવામાં ફક્ત 4 દિવસનો સમય લાગ્યો. ત્યારપછી પ્રત્યેક 3 દિવસે એક લાખ નવા કેસ આવવા લાગ્યા અને માંડ 12 દિવસમાં સંક્રમિતોની સંખ્યા 8 લાખથી 12 લાખ પહોંચી ગઈ. 12 લાખથી 13 લાખ, ત્યારબાદ 13 લાખથી 14 લાખ અને હવે 14 લાખથી 15 લાખ કેસ થવામાં ફક્ત 2-2 દિવસનો સમય લાગ્યો છે. સૌથી વધુ સંક્રમણના કેસ વધવામાં અમેરિકા બાદ ભારત બીજા ક્રમ પર છે. મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસ મળવાનો દર સૌથી વધારે ભારતમાં સંક્રમણની સૌથી વધારે અસર મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણામાં જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 3.83 લાખ લોકો કોરોનાગ્રસ્ત થઈ ગયા છે. રાજ્ય સરકારના આંકડા પ્રમાણે અહીં દરરોજ 10 લાખની વસ્તીમાં 13 હજાર 154 લોકોની તપાસ થઈ રહી છે. ​​​​​​​આ દ્રષ્ટિએ અત્યાર સુધીમાં 16 લાખથી વધારે લોકોની તપાસ થઈ છે અને તેમા 20.20 ટકા લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહારાષ્ટ્ર બાદ સંક્રમણનો સૌથી વધુ દર તેલંગાણામાં છે. અહીં 10 લાખની વસ્તીમાં 7 હજાર 97 લોકોની તપાસ થઈ રહી છે અને તેમા 16.8 ટકા લોકો સંક્રમિત મળી રહ્યા છે. દિલ્હી ત્રીજા ક્રમ પર છે. અહીં સંક્રમણનો દર 14.9 ટકા છે.There were 1 million cases in a month, 12,553 tests per 1 million population, of which 1,082 were positive and 24 were dying.