Translate to...

એક મહિનામાં થયેલા કુલ ટેસ્ટમાંથી સૌથી વધુ સુરતમાં 24 % કોરોનાના દર્દી સામે આવ્યા, અમદાવાદમાં સૌથી ઓછા 14 %

એક મહિનામાં થયેલા કુલ ટેસ્ટમાંથી સૌથી વધુ સુરતમાં 24 % કોરોનાના દર્દી સામે આવ્યા, અમદાવાદમાં સૌથી ઓછા 14 %




ગુજરાતમાં દેશના અન્ય રાજ્યો કરતા કોવિડ-19ના સૌથી ઓછા ટેસ્ટ થતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં(12 જૂનથી લઈને 11 જુલાઈ સુધીમાં) થયેલા ટેસ્ટમાં સામે આવેલા પોઝિટિવ કેસની ટકાવારી જોઈએ તો સૌથી વધુ સુરતમાં, 24ટકા, અમદાવાદમાં 14 ટકા, ગાંધીનગરમાં 13 ટકા અને અને વડોદરામાં 12 ટકા પોઝિટિવ કેસ સામે આવ્યા છે.તે જોતા હાલમાં સૌથી વધુ કોરોના પોઝિટિવના કેસ ધરાવતા સુરતમાં ટેસ્ટનો વધારો થઈ રહ્યો છે.

રાજ્યમાં કોરોના મહામારી સતત વધી રહી છે. છેલ્લા 4 દિવસથી 800થી વધુ કેસ તેમજ 15ની આસપાસ મોત થયા છે. બીજીતરફ જુલાઈ મહિનાની શરૂઆતથી અમદાવાદ કેસ તેમજ મોતની સંખ્યામાં ઘટાડો થયો છે.ત્યારે હવે ગાંધીનગર, સુરત તેમજ વડોદરામાં સંકટ વધ્યું છે. છેલ્લા એક મહિનામાં અમદાવાદમાં કોવિડ-19ના 51,141 ટેસ્ટ થયા છે જેમાથી 6,961 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 21,534 ટેસ્ટ કરાયા જેમાથી 5133 પોઝિટિવ દર્દી નોંધાયા છે. એ જ રીતે વડોદરામાં પણ છેલ્લા એક મહિનામાં 12,809 ટેસ્ટ થયા છે જેમાથી 1506 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લે ગાંધીનગરમાં કોવિડ-19ના 3,212 ટેસ્ટ થયા જેમાથી 414 પોઝિટિવ કેસ નોંધાયા છે.







Lack of Gujarat Covid-19 test, only 88,696 Tests in 30 days, highest 23 percent in Surat