Translate to...

એક દિવસમાં રેકોર્ડ 54,750 દર્દી વધ્યા: 16.39 લાખ કેસ, મૃત્યુઆંકના મુદ્દે ભારત દુનિયામાં પાંચમા નંબરે

એક દિવસમાં રેકોર્ડ 54,750 દર્દી વધ્યા: 16.39 લાખ કેસ, મૃત્યુઆંકના મુદ્દે ભારત દુનિયામાં પાંચમા નંબરે




દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 16 લાખ 39 હજાર 350 થઈ ગઈ છે. ગુરુવારે રેકોર્ડ 54 હજાર 750 દર્દી વધ્યા. સાથે જ 37 હજાર 425 દર્દી સાજા પણ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના કારણે 783 લોકોના મોત થયા છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. તો આ તરફ કોરોના સંક્રમણના કારણે મોતના કેસમાં ભારત હવે ઈટલીને પણ પાછળ છોડીને પાંચમા નંબરે પહોંચી ગયું છે. વેબસાઈટ worldometers પ્રમાણે, શુક્રવાર સવાર સુધી ભારતમાં કોરોનાથી 35 હજાર 786 લોકોના મોત થયા છે. કોરોનાથી મોતના કેસમાં સૌથી આગળ અમેરિકા(1 લાખ 54 હજાર 963), બ્રાઝિલ(91 હજાર 263), બ્રિટન(45 હજાર 999) અને પછી મેક્સિકો(45 હજાર 361) છે. ઈટલીમાં 35 હજાર 132 લોકોના મોત થયા છે.

રાજ્યોની સ્થિતિ મધ્યપ્રદેશઃ રાજ્યમાં જૂનની સરખામણીમાં જુલાઈમાં સંક્રમણની ગતિ ત્રણ ગણી વધુ થઈ ગઈ છે. રાજ્યમાં 1 જૂનથી 30 જૂન વચ્ચે કોરોનાના 5592 પોઝિટિવ દર્દી મળ્યા હતા. જ્યારે જુલાઈમાં 30 દિવસમાં કોરોનાના 17315 દર્દી મળ્યા છે. આ તો ગત મહિનાની સરખામણીમાં ત્રણ ગણા કરતા વધુ છે. ભોપાલમાં આ દરમિયાન અઢી ગણા દર્દી વધ્યા છે. 30 જૂન સુધી અહીંયા 3029 દર્દી હતા, જેમાંથી 1432 દર્દી માત્ર જૂન મહિનામાં મળ્યા હતા. જ્યારે જુલાઈમાં 3587 પોઝિટિવ મળ્યા છે. રાજ્ય સરકારે 31 ઓગસ્ટ સુધી રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને બંધ રાખવાના આદેશ આપ્યા છે. સાથે જ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, કોરોના સંકટના કારણે પ્રાઈવેટ શાળા વિદ્યાર્થીઓ પાસેથી ટ્યૂશન ફી સિવાય અન્ય કોઈ ફી નહીં લે. શિક્ષણ વિભાગ ખાતરી આપશે કે જો માતા પિતા ફી ભરવા માટે સક્ષમ નથી, તો તેમના બાળકનું નામ કોઈ પણ સ્થિતિમાં શાળામાંથી હટાવાશે નહીં.

મહારાષ્ટ્રઃ સરકારે રાજ્યમાં લોકડાઉન 31 ઓગસ્ટ સુધી વધારી દીધું છે. તો આ તરફ ગુરુવારે રાજ્યમાં રેકોર્ડ 11 હજાર 147 લોકો પોઝિટિવ મળ્યા હતા. આ સાથે જ હવે સંક્રમિતોનો આંકડો 4 લાખ 11 હજાર 798 થઈ ગયો છે.

રાજસ્થાનઃ રાજ્યમાં 1લી સપ્ટેમ્બરથી તમામ ધાર્મિક સ્થળ સામાન્ય લોકો માટે ખુલ્લા રહેશે. સરકારે તેમને કહ્યું છે કે હવેથી સોશિયલ ડિસટન્સીંગ અને હેલ્થ પ્રોટોકોલ સાથે ધાર્મિક સ્થળો ખોલવા માટેની તૈયારી શરૂ કરી દો. એક મહિનામાં રાજ્યમાં સૌથી વધુ 3898 નવા દર્દી જોધપુરમાં આવ્યા. 30 જૂને જોધપુરમાં 2793 દર્દી હતા જે હવે 6691 થઈ ગયા છે. છેલ્લા એક મહિનામાં અલવરમાં 3283 દર્દી વધ્યા, જે એક મહિનામાં દર્દીઓમાં 625%નો વધારો છે. 30 જૂને અલવરમાં કુલ સંક્રમિત 252 હતા જે હવે 3807 થઈ ગયા છે. જયપુરમાં એક મહિના પહેલા 3318 દર્દી હતા જે હવે 5255 થઈ ગયા છે. કુલ 1937નો વધારો.

બિહારઃ રાજ્યમાં ગુરુવારે કોરોના સેમ્પલ તપાસની સંખ્યા 20 હજારને પાર થઈ ગઈ છે. અત્યાર સુધી એક દિવસમાં રેકોર્ડ 20801 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. બુધવારની તુલનામાં તપાસની સંખ્યામાં ત્રણ હજારનો વધારો થયો છે.બુધવારે કુલ 17794 સેમ્પલની તપાસ થઈ હતી. રાજ્યમાં 30 જૂન સુધી કુલ 2 લાખ 20 હજાર 890 કોરોના ટેસ્ટ કરાયા હતા, જ્યારે જુલાઈ મહિનામાં ગુરુવાર સુધી કુલ 3 લાખ 4 હજાર 540 ટેસ્ટ કરાયા છે. આંકડાઓ પ્રમાણે, રાજ્યમાં અત્યાર સુધી થયેલા કુલ ટેસ્ટ પાંચ લાખ 25 હજાર 430ના 58% ભાગ, એટલે ટેસ્ટ જુલાઈ મહિનામાં થયો હતો.

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં ગત મહિને 24 કલાક દરમિયાન કોરોના વાઈરસના 3705 નવા કેસ સામે આવ્યા છે. નવા દર્દીઓના વધવાની આ અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે. રાજ્યમાં હવે 32,649 એક્ટિવ કેસ છે. જ્યારે 46,803 લોકો સાજા થઈને ઘરે જઈ ચુક્યા છે.







આ તસવીર દિલ્હીની છે. ગુરુવારે અહીંયા 19 હજારથી વધુ લોકોના સેમ્પલ લેવાયા છે.