Translate to...

એક્ટ્રેસે પેજનો ફોટો શેર કર્યો, દાવો- સુશાંતે લીલુ, બેબુ, સર અને મેમનો આભાર માન્યો, પોતાના હાથે રિયાની ડાયરીમાં આ નોટ લખી હતી

એક્ટ્રેસે પેજનો ફોટો શેર કર્યો, દાવો- સુશાંતે લીલુ, બેબુ, સર અને મેમનો આભાર માન્યો, પોતાના હાથે રિયાની ડાયરીમાં આ નોટ લખી હતી
સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક્ટરની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ એક ડાયરીનું પેજ જાહેર કર્યું છે. તેમાં રિયા અને તેના પરિવાર માટે અમુક લાઇન્સ લખી છે. રિયાના જણાવ્યા મુજબ આ ખુદ સુશાંતે તેના હાથે રિયાની ડાયરીમાં લખ્યું હતું. રિયાએ આ પેજ તેના વકીલ સતીશ માનશિંદે મારફતે જાહેર કર્યું છે. તેમાં સૌથી ઉપર ગ્રેટિટ્યુડ લિસ્ટ (આભાર સૂચિ) લખ્યું છે. નીચે 7 પોઈન્ટ્સમાં સુશાંત કઈ બાબતો માટે આભારી હતો તે લખ્યું છે. આ રહ્યા 7 પોઈન્ટ્સ:

1. હું મારી જિંદગી માટે આભારી છું. 2. હું મારી લાઈફમાં લીલુ માટે આભારી છું. 3. હું મારી લાઈફમાં બેબુ માટે આભારી છું. 4. હું મારી લાઈફમાં સર માટે આભારી છું. 5. હું મારી લાઈફમાં મેમ માટે આભારી છું. 6. હું મારી લાઈફમાં ફજ માટે આભારી છું. 7. હું મારી લાઈફમાં બધી પ્રકારના પ્રેમ માટે આભારી છું.

રિયાના કહેવા અનુસાર આ નોટમાં લીલુ તેના ભાઈ શોવિક માટે લખવામાં આવ્યું છે. બેબુ ખુદ રિયા છે. સર તેના પિતા ઇન્દ્રજીત અને મેમ તેની માતા સંધ્યા માટે લખવામાં આવ્યું છે. ફજ સુશાંતનું પેટ ડોગ છે.

રિયાની ડાયરીનું જાહેર થયેલ પેજ

રિયા પાસે સુશાંતની એકમાત્ર યાદગીરીની વસ્તુ રિયા પાસે એક સિપર બોટલ છે. રિયાએ તેના વિશે જણાવી એવું કહ્યું કે, તેની પાસે સુશાંતની સંપત્તિના નામ પર એક આ બ્લેક સિપર જ છે. તે બોટલ પર સુશાંતની ફિલ્મ છિછોરેનું નામ લખ્યું હતું. તેનો ફોટો પણ શેર કરવામાં આવ્યો છે.

રિયાએ ડાયરીના પેજનો ફોટો અને સિપરનો ફોટો એવું ક્લેમ કરીને શેર કર્યો છે કે સુશાંતની બસ આ જ વસ્તુ તેની પાસે છે. ત્યારબાદ ઘણા પ્રશ્નો ઊઠી રહ્યા છે કે તે આ બધું કેમ દેખાડી રહી છે? શું તે લોકોના મનમાં એવો વિચાર લાવવા ઈચ્છે છે કે તે અને સુશાંત એકબીજાના ઘણા ક્લોઝ હતા?

રિયા પાસે રહેલ સુશાંતનું સિપર

રિયાની EDએ નવ કલાક પૂછપરછ કરી સુશાંત સિંહ રાજપૂત કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) મની લોન્ડરિંગના એન્ગલથી તપાસ કરી રહી છે. શનિવારે રિયાનો ભાઈ શોવિક ચક્રવર્તી સતત બીજે દિવસે ED ઓફિસ પહોંચ્યો છે. ગઈકાલે તેની 2 કલાક પૂછપરછ થઇ હતી. EDએ આજે સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પીઠાણીને પણ બોલાવ્યો છે.

શુક્રવારે આ કેસમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી રિયા ચક્રવર્તીની લગભગ 9 કલાક પૂછપરછ થઇ. રિયા સાથે તેના ભાઈ શોવિક, સુશાંતની મેનેજર શ્રુતિ મોદી અને CA રિતેશ શાહની પણ પૂછપરછ થઇ. સુશાંતના પરિવારે રિયા અને તેના પરિવાર પર તેના દીકરાના અકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા તેમની કંપનીમાં ઈન્વેસ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રિયાએ મુંબઈના વૈભવી વિસ્તારમાં આવેલ તેના બે ફ્લેટ્સની જાણકારી આપી નહીં. તેમાં એક ફ્લેટ રિયાના નામે અને બીજો તેના પિતા ઇન્દ્રજીતના નામે રજિસ્ટર્ડ છે. આ સિવાય રિયા તેની આવક, ખર્ચ વિશે પણ યોગ્ય જવાબ આપી ન શકી. સોમવારે તેની બીજીવાર પૂછપરછ થઇ શકે છે.

રિયા પાસે છુપાવવા જેવું કઈ નથી: વકીલ સતીશ રિયાના વકીલ સતીશ માનશિંદેનું કહેવું છે કે તેમણે EDથી કઈ છુપાવ્યું નથી. તે તપાસમાં પૂરો સહકાર આપી રહી છે. પિન્કવીલા સાથેની વાતચીત દરમ્યાન વકીલ સતીશે કહ્યું, રિયાના પિતા અને ભાઈએ તેમનું સ્ટેટમેન્ટ આપી દીધું છે. તેમની પાસે ઇન્કમ ટેક્સ સહિત અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ છે. તે પોલીસ અને EDની પૂછપરછમાં હંમેશાં સહકાર આપશે. તેને ફરીવાર બોલાવવામાં આવી છે, નિયત સમયે તે પૂછપરછ માટે હાજર થઇ જશે.રિયા ચક્રવર્તીનો દાવો છે કે સુશાંત સિંહ રાજપૂતે તેની ડાયરીમાં મેસેજ લખ્યો હતો