એક્ટર સોનુ સૂદે પ્લેન બુક કરાવી 135 મેડિકલ વિદ્યાર્થીઓને કિર્ગિઝસ્તાનથી કાશી પહોંચાડ્યા

એક્ટર સોનુ સૂદે પ્લેન બુક કરાવી 135 મેડિકલ વિદ્યાર્થીઓને કિર્ગિઝસ્તાનથી કાશી પહોંચાડ્યાકોરોના મહામારીમાં માત્ર દેશ જ નહિ પણ દુનિયાભરમાં લોકડાઉનમાં ફસાયેલા હજારો પ્રવાસીઓને સોનુ સૂદ મદદ કરી રહ્યો છે. તેણે વિદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા સ્પાઈસ જેટ એરલાઈનનું વિમાન બુક કરાવ્યું. મધ્ય એશિયામાં આવેલા કિર્ગિઝસ્તાન દેશની રાજધાની બિશ્કેક સ્થિત માનસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શેડ્યુલ પ્રમાણે વિમાન પહોંચી ગયું હતું. ગુરુવારે બપોરે 3:50 વાગ્યે 135 વિદ્યાર્થીઓ સાથે પ્લેને ઉડાન ભરી અને તેઓ 9:40 વાગ્યે વારાણસીના બાબતપુર એરપોર્ટ પર પહોંચ્યા.

Good news friends