સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ તેના ફેન્સ, પરિવાર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ સતત CBI તપાસની માગ કરી રહ્યા છે. અમુક રાજકારણીઓ પર આ બાબતે સપોર્ટ કરી રહ્યા છે. હવે આ કેસમાં સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એક ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ન્યાયની માગણી કરી છે. તેણે મોદીને એક ઓપન લેટર પણ લખ્યો છે.
શ્વેતાએ મોદીને સંબોધીને લખ્યું કે, હું સુશાંત સિંહ રાજપૂતની બહેન છું અને હું કેસમાં તાત્કાલિક તપાસ માટે વિનંતી કરું છું. અમને ભારતની ન્યાય વ્યવસ્થા પર ભરોસો છે અને કોઈપણ ભોગે ન્યાયની આશા રાખીએ છીએ. ટ્વીટમાં PMOને પણ ટેગ કરવામાં આવી છે.
બોલિવૂડમાં મારા ભાઈના કોઈ ગોડફાધર ન હતા શ્વેતાએ ઓપન લેટરમાં લખ્યું, સર, મારું દિલ એમ કહે છે કે તમે ક્યાંક સત્ય સાથે ઊભા રહેશો. અમે સામાન્ય પરિવારના છીએ. મારો ભાઈ જ્યારે બોલિવૂડમાં આવ્યો ત્યારે તેના કોઈ ગોડફાધર ન હતા. હું તમને વિનંતી કરું છું કે તમે તરત આ કેસ પર ધ્યાન આપો અને એ સુનિશ્ચિત કરો કે બધી તપાસ નિષ્પક્ષ રીતે થાય અને કોઈપણ એવિડન્સ સાથે ચેડાં કરવામાં ન આવે. ન્યાયની અપેક્ષા છે.
સુશાંત સિંહે 14 જૂને આત્મહત્યા કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો પરંતુ તેની આત્મહત્યાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
બહેન શ્વેતાનો નરેન્દ્ર મોદીને લેટર
I am sister of Sushant Singh Rajput and I request an urgent scan of the whole case. We believe in India’s judicial system & expect justice at any cost. @narendramodi @PMOIndia #JusticeForSushant #SatyamevaJayate pic.twitter.com/dcDP6JQV8N
— shweta singh kirti (@shwetasinghkirt) August 1, 2020શ્વેતાએ સોશિયલ મીડિયા પર સુશાંતનો રૂટીન પ્લાન શેર કર્યો શ્વેતા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી રહે છે. તેણે સુશાંતના વ્હાઇટ બોર્ડ પર લખેલ પ્લાનનો એક ફોટો શેર કર્યો હતો. તેણે લખ્યું કે, આ રૂટિન તે 29 જૂનથી ફોલો કરવાનો હતો.
View this post on InstagramBhai’s White Board where he was planning to start his workout and transcendental meditation from 29th June daily. So he was planning ahead. #justiceforsushantsinghrajput
A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on Jul 31, 2020 at 8:32am PDT
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- નીચતા પર ઉતરી આવ્યા છે લોકો સુશાંત સિંહ કેસ બાબતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું પહેલીવાર સ્ટેટમેન્ટ સામે આવ્યું છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આ કેસમાં CBI તપાસની માગ કરી છે. આ વિશે તેમણે એક મરાઠી ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું, હું આની નિંદા કરું છું. કોરોના સંકટમાં મુંબઈ અને મહારાષ્ટ્રની પોલીસ કોરોના વોરિયર બનીને દેશ માટે કુરબાન થઇ રહ્યા છે અને આ લોકો આવી નીચતા પર ઉતરી આવ્યા છે. જેની પાસે પણ કોઈ પ્રૂફ કે માહિતી હોય તે લઈને આવે. આરોપીને ફાંસી પર જરૂર લટકાવશું.
શ્વેતા સિંહ સુશાંત સિંહની સૌથી નાની બહેન છે અને તે ભાઈની નજીક હતી. - ફાઈલ ફોટો