Translate to...

એક્ટરના પિતા કેકે સિંહે વીડિયો શેર કરી મુંબઈ પોલીસ પર તપાસ યોગ્ય રીતે ન કરવાનો આરોપ લગાવ્યો, કેકે સિંહની અરજી બાદ બિહાર સરકારે હવે CBI તપાસની ભલામણ કરી

એક્ટરના પિતા કેકે સિંહે વીડિયો શેર કરી મુંબઈ પોલીસ પર તપાસ યોગ્ય રીતે ન કરવાનો આરોપ લગાવ્યો, કેકે સિંહની અરજી બાદ બિહાર સરકારે હવે CBI તપાસની ભલામણ કરી
સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને મુંબઈના તેના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના પિતા કેકે સિંહે પટનામાં દીકરાની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર સહિત 6 લોકો વિરુદ્ધ ફરિયાદ કરી છે. આ કેસની તપાસ માટે બિહાર પોલીસની એક ટીમ ઘણા દિવસથી મુંબઈ છે પરંતુ હજુ સુધી તેઓ રિયાનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરી શક્યા નથી. હવે પહેલીવાર કેકે સિંહે એક વીડિયો શેર કરીને આ કેસ પર તેમના મત રજૂ કર્યા છે. તેમણે મુંબઈ પોલીસ પર આરોપ લગાવ્યો છે કે, તેઓ તપાસ યોગ્ય રીતે કરી રહ્યા નથી અને બિહાર પોલીસની મદદ પણ નથી કરી રહ્યા. સુશાંતની બહેન બાદ હવે તેના પિતાએ પણ CBI તપાસની માગ કરી છે.

બિહારના મુખ્યમંત્રીને CBI તપાસની અરજી કરી કેકે સિંહે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે વાત કરીને કેસમાં CBI તપાસની માગ કરી છે. અગાઉ સુશાંતના પરિવારના વકીલે પણ મુખ્યમંત્રીને આ કેસ પર ધ્યાન આપવા કહ્યું હતું. બિહાર સરકારે હવે સુશાંત સિંહ કેસમાં CBI તપાસની ભલામણ કરી છે.

The DGP spoke to #SushantSinghRajput's father this morning and he gave consent for CBI inquiry. So now, we are recommending CBI probe in the matter: Bihar CM Nitish Kumar to ANI (file pic) https://t.co/gKpHeYbrk5 pic.twitter.com/jnkNXOzY6h

— ANI (@ANI) August 4, 2020

અગાઉ સુશાંતની બહેન શ્વેતા સિંહે પણ વડાપ્રધાન મોદીને ઓપન લેટર લખીને CBI તપાસની માગ કરી હતી. તેણે લખ્યું હતું કે, મારું દિલ કહે છે તમે સત્યની સાથે ઊભા રહેશો.

View this post on Instagram

I am sister of Sushant Singh Rajput and I request an urgent scan of the whole case. We believe in India’s judicial system & expect justice at any cost. @narendramodi @PMOIndia #JusticeForSushant #SatyamevaJayate

A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on Jul 31, 2020 at 7:17pm PDT

કેકે સિંહે કહ્યું, મુંબઈ પોલીસને ફેબ્રુઆરીમાં જ ફરિયાદ કરી હતી કેકે સિંહે વીડિયોમાં એવું પણ કહ્યું છે કે, તેમના પરિવારે મુંબઈ પોલીસને 25 ફેબ્રુઆરી,2020ના રોજ સંપર્ક કરી ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે સુશાંતનો જીવ જોખમમાં છે. 14 જૂને સુશાંતનું મૃત્યુ થયું. અમે જ પીડિત પક્ષ છીએ અને અમને જ આરોપી જાહેર કરવામાં આવી રહ્યા છે. પોલીસને કરેલ ફરિયાદમાં અમે આરોપીઓના નામ પણ આપ્યા હતા પરંતુ તે લોકો વિરુદ્ધ કોઈ એક્શન લેવાયા નહીં.

ત્યારબાદ હું તરત અમારા પોલીસ સ્ટેશન રાજીવનગર ગયો અને FIR ફાઈલ કરાવી. પટના પોલીસ તરત એક્ટિવ થઇ ગઈ. જે ગુનેગાર છે તેઓ ભાગી રહ્યા છે. મુખ્યમંત્રી નીતીશ કુમાર અને મંત્રી સંજય ઝાનો આભારી છું કે તેમણે આ દુઃખની સ્થિતિમાં સત્યનો સાથ આપ્યો.

View this post on Instagram

હવે સુશાંત સિંહ રાજપૂતના પિતાએ વિડિયો મૂકીને સનસનાટી મચાવી છે. સુશાંતના પિતા કે. કે. સિંહે પહેલી જ વાર વીડિયો મૂકીને આક્ષેપ કર્યો છે કે એમણે 25 ફેબ્રુઆરીએ જ ધાસ્તી વ્યક્ત કરી હતી કે એમના દીકરા સુશાંતનો જીવ જોખમમાં છે. પરંતુ મુંબઈ પોલીસે કશું જ ન કર્યું. ચાલીસ દિવસ પછી પણ મુંબઈ પોલીસે કોઇ કાર્યવાહી ન કરી એટલે એમણે બિહાર પોલીસમાં કેસ દાખલ કર્યો. આ વીડિયોએ નવેસરથી ચકચાર જગાવી છે. #SushantSinghRajput

A post shared by Divya Bhaskar (@divyabhaskar_in) on Aug 3, 2020 at 9:21am PDT

સુશાંતના પિતાનું આ સ્ટેટમનેટ પોલીસ કમિશ્નર પરમબીર સિંહના સ્ટેટમેન્ટ પછી આવ્યું જેમાં તેમણે કહ્યું કે સુશાંતના પિતા કે તેમના પરિવારના કોઈ મેમ્બરે સુશાંત આત્મહત્યા કેસમાં કોઈ પર આરોપ લગાવ્યો ન હતો. સ્પષ્ટ છે કે મુંબઈ પોલીસ પટના પોલીસને અટકાવવા માટે જેટલી મહેનત કરી રહી છે તેનો અડધો સમય પણ તપાસ કરવામાં આપ્યો હોત તો સુશાંત આજે આપણી વચ્ચે હયાત હોત. મુંબઈ પોલીસના DCPને વોટ્સએપ પર ફરિયાદ, તેમાં રિયા અને તેના પરિવારનું નામ

25 ફેબ્રુઆરીએ મુંબઈ પોલીસને મોકલેલ વોટ્સએપ મેસેજ પણ સોમવારે જાહેર થયા હતા. તેમાં સુશાંતના જીજુ જે હરિયાણા કેડરના IPS છે તેમણે DCP પરમજીત દહિયાને વોટ્સએપ પર મેસેજ કર્યા હતા. તેમાં સુશાંતનો નંબર આપીને કહેવામાં આવ્યું હતું કે તેનો જીવ જોખમમાં છે, તેની સાથે વાત કરી લો. બુદ્ધા (સિદ્ધાર્થ પીઠાણી), જે દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં સુશાંતનો ક્લાસમેટ હતો અને તેની સાથે જ રહે છે. તે તમને બધું બેકગ્રાઉન્ડ સમજાવી દેશે. આ મેસેજને રોજર સર કહીને એક્નોલેજ કરવામાં આવ્યો હતો. બીજા મેસેજમાં લખવામાં આવ્યું હતું કે રિયાના પિતા રિટાયર્ડ ડોક્ટર છે. થોડા દિવસની ઓળખાણ બાદ જ તે સુશાંતના ઘરે એવું કહીને રહેવા આવી ગઈ કે તે તેને ડિપ્રેશનમાંથી બહાર લાવશે. રિયા અને તેનો પરિવાર સુશાંતને એરપોર્ટ પાસેના એક રિસોર્ટમાં લઇ ગયા અને ઘણા મહિનાઓ સુધી ત્યાં જ રાખ્યો. તે સમયથી તેઓ સુશાંત અને તેના બિઝનેસને મેનેજ કરી રહ્યા છે અને ત્યારથી જ સુશાંતનો કરિયર ગ્રાફ ડાઉન થઇ રહ્યો હતો. એક બીજા મેસેજમાં લખ્યું હતું કે, જ્યારે સ્થિતિ કન્ટ્રોલ બહાર જવા લાગી ત્યારે 25 ફેબ્રુઆરીએ સુશાંતે મારી પત્નીને જીવ બચાવવા માટે કોલ કર્યો. તે અમારી સાથે બે-ત્રણ દિવસ રહ્યો. પછી શૂટિંગનું કહીને મુંબઈ ચાલ્યો ગયો. સુશાંતની ત્રીજી બહેન જે દિલ્હીમાં વકીલાત કરે છે અને તે તેમની સાથે રહે છે, તે ઘણીવાર આવતી જતી રહેતી હતી. તે ડરેલી છે. તેનું કહેવું છે કે સુશાંતે મેનિપ્યુલેટિવ ગ્રુપ સામે સરેન્ડર કર્યું છે અને તેનો જીવ જોખમમાં છે.

Sushant's Father Said As Much As The Emphasis Of The Mumbai Police On Stopping The Patna Police, Bihar government now recommends CBI probe after KK Singh's plea