Translate to...

એક-એક શ્વાસ માટે તરફડિયા મારતા આ 8 કોરોના વોરિયર્સને તંત્રએ ICUમાં મોતને ઘાટ ઉતારી દીધા

એક-એક શ્વાસ માટે તરફડિયા મારતા આ 8 કોરોના વોરિયર્સને તંત્રએ ICUમાં મોતને ઘાટ ઉતારી દીધા



શ્રેય હોસ્પિટલમાં ગત મધરાત્રિએ લાગેલી આગમાં જે 8 લોકોએ જીવ ગુમાવ્યો તેઓ ખરા અર્થમાં કોરોના સામેના વોરિયર્સ હતા. પરંતુ આ એવા હતભાગી વોરિયર્સ હતા કે જેમનો જીવ હોસ્પિટલની બેદરકારીને લીધે ગયો. આ તમામ આઠ જણા ICUમાં દાખલ થવા માટે શ્રેય હોસ્પિટલને રોજના રૂમ ચાર્જિસ વત્તા દવા અને ડોક્ટર વિઝિટના મળીને રૂ. 50 હજારથી વધુ ચાર્જ ચૂકવી રહ્યા હતા. આમ છતાં તેમના સ્વજનોને તો છેવટે મૃતદેહ પણ જોવા ન મળી શક્યો. ઓળખવામાં પણ તકલીફ પડે તે હદે ભડથું થઈ ગયેલા મૃતદેહોનું સિવિલમાં પોસ્ટ મોર્ટમ કરાયું ત્યારે ખબર પડી કે કાર્બન મોનોક્સાઈડ શ્વાસમાં જવાને લીધે આ તમામના મૃત્યુ થયા હતા.

હોસ્પિટલની ગુનાઈત બેદરકારી બદલ જવાબદાર કોણ? શ્રેય હોસ્પિટલમાં કોરોનાના 8 દર્દીએ જીવ ગુમાવ્યો તે બદલ ગુનાઈત બેદરકારી હોવાની બાબત દીવા જેવી સ્પષ્ટ છે. આમ છતાં સરકારી તંત્ર શું ગુનાઈત બેદરકારીની કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું રહે છે. સરકારી તંત્ર પણ આ કરુણાંતિકા માટે સરખા ભાગે દોષી છે કારણ કે શ્રેય હોસ્પિટલ પાસે ફાયરનું એનઓસી જ નહોતું અને તેમ છતાં તેને ચાલવા દીધી. આટલું પૂરતું ન હોય તેમ સરકારે તેને કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલનો દરજ્જો આપ્યો અને તેની સાથે 50 ટકા બેડ શેરિંગનો એમઓયુ પણ કર્યો.

ફાયર વિભાગ દ્વારા આપેલી મૃતકોના નામ અને ઉંમરની યાદી

નામ ઉંમર આરિફ મંસૂરી 42 નવનીત શાહ 80 લીલાબેન શાહ 72 નરેન્દ્ર શાહ 61 અરવિંદ ભાવસાર 78 જ્યોતિ સિંધી 55 મનુભાઈ રામી 82 આયેશાબેન તિરમીઝી 51





These 8 Corona Warriors died in the ICU in shrey hospital fire