Translate to...

એકતા કપૂરે ફેન્સની ડિમાન્ડ પર સુશાંત સિંહ રાજપૂતનો પહેલો શોટ શેર કર્યો, વર્ષ 2008માં 'કિસ દેસ મેં હૈ મેરે દિલ'શોથી ડેબ્યૂ કર્યું હતું

એકતા કપૂરે ફેન્સની ડિમાન્ડ પર સુશાંત સિંહ રાજપૂતનો પહેલો શોટ શેર કર્યો, વર્ષ 2008માં 'કિસ દેસ મેં હૈ મેરે દિલ'શોથી ડેબ્યૂ કર્યું હતું




બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર સુશાંત સિંહ રાજપૂતે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત એકતા કપૂરના શો 'કિસ દેશ મેં હૈ મેરા દિલ'થી કરી હતી. સુશાંતના નિધન બાદ લોકોની ડિમાન્ડ પર એકતાએ સુશાંતનો સૌથી પહેલો સીન શેર કર્યો છે. વીડિયોમાં પ્રીત જુનેજા બનેલા સુશાંતની એન્ટ્રીનો સીન બતાવવામાં આવ્યો છે.

એકતા કપૂરે તાજેતરમાં પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી સુશાંતનો ડેબ્યૂ સીન શેર કર્યો છે. તેની સાથે જાણકારી આપતા એકતાએ લખ્યું, 'ઘણા લોકો મને સુશાંતના પહેલા સીન વિશે પૂછતા હતા. આ પહેલો શોટ છે જે અમે તેની સાથે શૂટ કર્યો હતો. તે શોમાં સેકન્ડ લીડ રોલમાં હતો, પરંતુ આપણે જાણીએ છીએ તેઓ ઘણી સારી વસ્તુઓ માટે બન્યા છે, તે ગયો અને તેણે તે જ કર્યું. ઘણો બધો પ્રેમ, શાંતિ અને પ્રાર્થના તેમની આત્મા માટે.'

View this post on Instagram

Lots of people were asking me about Sushant’s first scene... this was the first scene we shot with him. This was his 1st scene on Television which went on-air in a show called ‘Kis Des Mein Hai Mera Dil’. He was the 2nd lead in that show, but we knew he was meant for greater things and he went and did just that. Lots of love, peace and prayers for this beautiful, beautiful piece of light and shining soul.

A post shared by Erk❤️rek (@ektarkapoor) on Aug 6, 2020 at 11:26pm PDT

શોમાં કીસ દેસ મેં હૈ મેરા દિલમાં હર્ષદ ચોપડા, અદિતિ ગુપ્તા અને મેહર વિજ મુખ્ય ભૂમિકામાં હતા. સુશાંતનો શોમાં સેકેન્ડ લીડ રોલ હતો જેને થોડા દિવસોમાં જ શોમાંથી અલગ કરી દેવામાં આવ્યો હતો, જો કે, તેમની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખતા મેકર્સે શોના ફાઈનલ એપિસોડમાં એક આત્મા તરીકે બતાવવામાં આવ્યો હતો. ​​​​​​

ચેનલની ક્રિએટિવ ટીમ સુશાંતને પવિત્ર રિશ્તામાં લેવા નહોતી માગતી આ શો બાદ અભિનેતા પોપ્યુલર સિરિયલ પવિત્ર રિશ્તામાં માનવની ભૂમિકામાં જોવા મળ્યો હતો. 2 જૂને, શોએ 11 વર્ષ પૂરા કર્યા છે. આ પ્રસંગે એકતા કહ્યું હતુ કે, ઝીટીવી ચેનલની ક્રિએટિવ ટીમ કોઈ પોપ્યુલર ચહેરાને માનવો રોલ આપવા માગતી હતી પરંતુ એકતા કપૂરે પોતે જ સુશાંતનું નામ આપ્યું હતું. એકતાનું માનવું હતું કે, તેનું સ્મિત લાખો લોકોનું દિલ જીતશે અને આખરે તે બન્યું.

View this post on Instagram

After being 35 of 50 slots we were out of top 50! This show was a chance @zeetv gave us based on a show #tirumatiselvum ! Wanted to cast a boy as lead who was doing second lead on our other show ! D creative in zee was adamant he dint look d part ! [email protected] them his smile wud win a million hearts.....and it did @sushantsinghrajput

A post shared by Erk❤️rek (@ektarkapoor) on Jun 1, 2020 at 10:44pm PDT

સુશાંતના મૃત્યુ બાદ જ ઘણા ફિલ્મમેકર્સ પર તેમને કામ નહીં આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેમાં એકતા પણ સામેલ હતી. જો કે, બાદમાં પુરાવા ન મળતાં કેસ ફગાવી દેવામાં આવ્યો હતો.







Ekta Kapoor shares Sushant Singh Rajput's first shot at the request of fans, debuting in 2008 with 'Kis Des Mein Hai Mere Dil'