કોરોના વાઈરસને રોકવા ભારતની પ્રથમ સ્વદેશી રસી કો-વેક્સિનનું શુક્રવારે એઇમ્સમાં માનવ પરીક્ષણ શરૂ થયું છે. પ્રથમ દિવસે 30 વર્ષના યુવાનને રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો. કોઈ સાઈડ ઇફેક્ટ નહીં આવતા તેને ઘરે મોકલાયો હતો. શનિવારે અન્ય લોકો પર ટ્રાયલ કરાશે.
એઇમ્સમાં કોવિડ વેક્સિન પ્રોજેક્ટના વડા ડૉ. સંજય રાયે કહ્યું કે પ્રથમ ડોઝમાં 0.5 એમએલ ઇન્જેક્શન બપોરે 1.30 વાગે અપાયું હતું. 2 કલાક સુધી કોઈ સાઈડ ઇફેક્ટ નહીં આવતા તે વ્યક્તિને ઘરે મોકલાઈ છે. હવે 7 દિવસ તેના પર નજર રખાશે. પ્રથમ તબક્કામાં 375 લોકોનું પરિક્ષણ થશે. તેમાંથી 100 લોકોનું પરિક્ષણ એઇમ્સમાં જ થશે. વેક્સિનના પ્રથમ અને બીજા તબક્કાના પરિક્ષણમાં ઓછામાં ઓછું 60 દિવસનો સમય લાગે છે.
ડાયરીમાં હેલ્થ અપડેટ લખવું પડશે પરિક્ષણમાં સામેલ થનારાને એક ડાયરી આપવામાં આવી છે. જો તેને કોઈ તકલીફ પડે તો તે વિશે તેને ડાયરીમાં લખવાનું રહેશે. જેમનું પરિક્ષણ કરાયું છે તેમને 7 દિવસ પછી બોલાવાશે.
પ્રતિકાત્મક તસવીર.