Translate to...

ઉપલેટાના ખાખીજાળીયામાં નદીમાં ગાય તણાઇ, રાજકોટમાં ચાલુ વરસાદે વીજપોલમાં ફટાકડાની જેમ ભડાકા થયા

ઉપલેટાના ખાખીજાળીયામાં નદીમાં ગાય તણાઇ, રાજકોટમાં ચાલુ વરસાદે વીજપોલમાં ફટાકડાની જેમ ભડાકા થયા




રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામે મૂળશધાર વરસાદથી રૂપાવટી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. નદીના ધસમસતા પ્રવાહમાં એક ગાય તણાય હતી. રૂપાવટી નદી બેકાંઠે વહી રહી હોવાથી લોકો પણ ગાયને બચાવી શકે તેમ નહોતા. આથી લોકો પુલ પર પોતાની નજર સામે જ ગાય તણાતી જોઇ હતી. ઉપલેટા પંથકમાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે ત્યારે ગામાડાઓ પાણી પાણી થઇ ગયા છે. જ્યારે રાજકોટમાં ચાલુ વરસાદે વીજપોલમાં ફટાકડા ફૂટે તેમ ભડાકા થયા હતા.

રાજકોટમાં વીજપોલમાં ભડાકા થયારાજકોટના વોર્ડ નં.9માં આવેલા બોમ્બે હાઉસિંગ સોસાયટીમાં શેરી નં.7માં એક વીજપોલમાં ચાલુ વરસાદે ફટાકડાની જેમ ભડાકા થયા હતા. ફટાકડા ફૂટતા હોય તેમ વીજપોલ પર ભડાકા થયા હતા. આથી PGVCLની ટીમે ઘટનાસ્થળે પહોંચી સમારકામ કર્યું હતું.







રાજકોટમાં વીજપોલમાં ભડાકા થયા અને નદીમાં ગાય તણાઇ