Translate to...

ઉદિત નારાયણનો ખુલાસો, 22 વર્ષ ધમકીની બીકમાં પસાર થયા, ઘણીવાર ડિપ્રેશનમાં આત્મહત્યા કરવાનો વિચાર પણ આવ્યો

ઉદિત નારાયણનો ખુલાસો, 22 વર્ષ ધમકીની બીકમાં પસાર થયા, ઘણીવાર ડિપ્રેશનમાં આત્મહત્યા કરવાનો વિચાર પણ આવ્યો
આજે ઉદિત નારાયણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 40 વર્ષ પૂરા કર્યા છે. આ જ તારીખે 1980માં તેમની પહેલી ફિલ્મ ઉન્નીસ બીસ આવી હતી. રાજેશ રોશને સંગીત આપ્યું હતું. અમિત ખન્ના ગીતકાર હતા. તે સોન્ગ ઉદિત નારાયણે મોહમ્મ્દ રફી સાથે ગાયું હતું. ઇન્ડસ્ટ્રીમાં 40 વર્ષ પૂરા થવાની ખુશીમાં ઉદિત નારાયણ તેમની યુટ્યુબ ચેનલ લોન્ચ કરી રહ્યા છે. આ 40 વર્ષની જર્નીમાં તેમને 2 વાર પદ્મ અવોર્ડ મળ્યા છે. 5 વખત ફિલ્મ ફેર અવોર્ડ મળ્યા છે. 40 ભાષાઓમાં તેઓ ગીત ગાઈ શકે છે. આ સફળતા તેમને સરળતાથી મળી નથી.

દિવ્ય ભાસ્કર એપ સાથે ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે, 1980 પહેલાં કામ મેળવવાનો સંઘર્ષ અલગ હતો. 6થી 7 લોકો સાથે મુંબઈમાં રૂમ શેર કરતો હતો. જે નાના ગામડાંમાંથી આવ્યો હતો ત્યાં પિતા ખેડૂત હતા. તેઓ ડોક્ટર એન્જિનિયર બનવાનું કહેતા પણ પેશન કંઈક અલગ હતું. સંઘર્ષના દિવસોમાં લોકો કહેતા પણ હતા કે હવે આ કોઈ કામનો નથી રહ્યો. મુંબઈમાં ટેલેન્ટ હોવા છતાં બધા મોટા સંગીતકારના દરવાજા ખખડાવ્યા. ચાપલુસી પણ કરી. ત્યારે જઈને પહેલું કામ મળ્યું. પછી 1988માં કયામત સે કયામત તક આવી અને ત્યારબાદ ક્યારેય કોઈ વખત પાછળ ફરીને ન જોયું.

એક્સટોર્શન મની માટે ધમકીના કોલ આવતા હતા1998માં કુછ કુછ હોતા હૈથી સફળ થયા બાદ પણ એક અલગ સંઘર્ષ શરૂ થયો. સતત ધમકીઓ મળવા લાગી. કહેવામાં આવતું કે ઘણા હવામાં ઊડો છો. એક્સટોર્શન મની માટે ફોન આવવા લાગ્યા. કામ પણ છોડવા માટે કહેવામાં આવ્યું. એક ગ્રુપ હતું, જેને મારા નામની સુપારી આપી હતી, જે મારા કામથી ઈનસિક્યોર હતા. આ તો સારું થાય મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનું જેને મને સતત મદદ કરી. પહેલા 1998માં તત્કાલીન પોલીસ કમિશનર એમ એન સિંહે મને બે પોલીસ ઓફિસર આપ્યા. ત્યારબાદ રાકેશ મારિયા આવ્યા તો તેમણે પણ મને સાવધાન રહેવા કહ્યું. તેમણે પણ મને સુરક્ષા આપી. આ વાતો પોલીસ રેકોર્ડમાં સામેલ છે.

2019 સુધી ધમકીના કોલ આવતાએક સમયે લખનઉથી મારા નામની સુપારી લઈને અમુક લોકો નીકળી પણ પડ્યા હતા. જોકે, તેમને પોલીસે પકડી લીધા હતા. વધુ એકવાર આવું થયું જ્યારે મારા પર હુમલો થવાનો હતો. ધમકીઓની બીકમાં હું લગભગ 1998થી 2019 સુધી રહ્યો. હર બે-ચાર મહિનામાં ધમકીનો કોલ આવી જ જતો. ઘણીવાર તો મારી નાખવાની ધમકી પણ મળતી હતી. ગાળો તો દરેક કોલમાં કોમન રહેતી હતી.

22 વર્ષ સુધી બીકમાં જીવન પસાર કર્યુંમારે સમજાવું પડતું હતું કે ભાઈ આવું નથી. હું વધુ પૈસા નથી કમાતો. એક ગીતના 15થી 20 હજાર રૂપિયા જ મળે છે. કોઈ બીજાના હક પર તો હાથ મારી નથી રહ્યો, પણ તેઓ કોઈ વાત સમજવા તૈયાર ન હતા. સતત 22 વર્ષ સુધી મેં ધમકીની બીકમાં જીવન પસાર કર્યું.

ઘણીવાર ડિપ્રેશનમાં આવી ગયાધમકી આપનારનો હેતુ મને સ્ટ્રેસ આપવાનો રહેતો જેથી હું સારું પરફોર્મ ન કરી શકું. શરૂઆતમાં હું ડરી જતો. ઘણી રાત સૂતા વગર પસાર થતી હતી. ઘણીવાર ડિપ્રેશનમાં આવી ગયો. આત્મહત્યા કરવાના વિચાર પણ આવ્યા પણ એક આર્મી મેનની જેમ મક્કમ રહ્યો.

જિંદગી સરળ તો નથી. મુશ્કેલીનો સામનો ક્યારેક સામી છાતીએ કર્યો તો કોઈવાર નરમાશ રાખી કર્યો. 1998થી 2002 સુધી મારી સાથે બે મશીન ગનધારી પોલીસ ઓફિસર સાથે રહેતા હતા.

ચાકુ લઈને લખનઉથી લોકો મારવા આવ્યા હતાએક ઘટના 2011ની છે. ત્યારે હું મુંબઈના સહારા ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસેથી સરસ્વતી પૂજા કરીને આવી રહ્યો હતો. તે સમયે પણ ફોન પર ફોન આવ્યા કે સાવધાન થઇ જાઓ કે લખનઉથી લોકો નીકળ્યા છે તને મારવા માટે. જોકે રાત્રે ન્યૂઝ ટીવી પર આવી ગયા. જોયું કે જે લોકો મને મારવાના હતા તેમાં એક પાસે ચાકુ હતું. તેમણે સ્ટેટમેન્ટ પણ આપ્યું કે સિંગર ઉદિત નારાયણને મારવા માટે સુપારી આપવામાં આવી હતી. તે સમયે રાકેશ મૌર્યાજી પોલીસ કમિશનર હતા. તેમને મળવા ગયો હતો તો તેમણે કહ્યું કે, મેં કહ્યું હતું તમારે સાવધાન રહેવાની જરૂર છે કંઈક તો ગડબડ છે તમારા વિરુદ્ધ. તેમણે પણ મને એક ગનર આપ્યો.

જેટલી મોટી મંઝિલ એટલી જ વધુ અડચણો22 વર્ષ જે ધમકીની બીકમાં રહ્યા તેમાં ઘણીવાર ક્રાઇમ બ્રાન્ચમાં જવાનું થયું. આલગ-અલગ ટાઈમના કમિશનરને મળતો રહ્યો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ 40 વર્ષ મને ખૂબ પ્રેમ આપ્યો છે. હું તેનો આભારી છું. મેં મારા જીવનની તકલીફો અને ધમકીઓથી આ જ શીખ્યું છે કે તમારી મંઝિલ જેટલી મોટી હશે, તમારી સામે અડચણો પણ એટલી જ હશે. તેનાથી ડરવું નહીં, મક્કમ થઈને રહેવાનું.Udit Narayan Revealed, spent 22 years under the shadow of threats, many times even thought of suicide in depression