ઉદયપુરમાં જુગાર રમવા ગયેલા 59 ગુજરાતીઓ પકડાયા, પકડાયેલા જુગારીઓમાં સૌથી વધુ અમદાવાદના

ઉદયપુરમાં જુગાર રમવા ગયેલા 59 ગુજરાતીઓ પકડાયા, પકડાયેલા જુગારીઓમાં સૌથી વધુ અમદાવાદના



રાજસ્થાનના ઉદયપુરમાં ઉદય બાગ હોટલ એન્ડ રિસોર્ટમાં પોલીસે દરોડો પાડી 59 જેટલા જુગારીઓ ઝડપી પાડ્યા છે. પોલીસે જુગારીઓ પાસેથી 24 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો જુગાર અને સટ્ટો રમવા માટે ઉદયબાગ રિસોર્ટ આવ્યા છે. પોલીસે રાત્રે 11 વાગ્યે રિસોર્ટમાં રેડ પાડી હતી. જેમાં 59 જુગારીઓ ઝડપાયા હતા, જ્યારે 20 જુગારી ભાગી જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા જુગારીઓમાં મોટાભાગના અમદાવાદના છે.

રિસોર્ટમાં બે ડઝનથી વધુ વૈભવી કારનો કાફલો હતો
પોલીસ જ્યારે રિસોર્ટમાં રેડ કરવા પહોંચી ત્યારે રિસોર્ટના પોર્ચ અને પરિસરમાં બે ડઝનથી વધુ વૈભવી કારનો કાફલો જોવા મળ્યો હતો. પોલીસે રિસોર્ટમાંથી એકપણ જુગારી ભાગે નહીં એ માટે રિસોર્ટની આસપાસ પણ જવાનો તેનાત કર્યા હતા. તેમ છતાં 20 જુગારી ભાગી છૂટ્યા હતા. પોલીસે રાત્રે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી રિસોર્ટમાં તપાસ કરી હતી. જે લોકોને પોલીસ પકડ્યા હતા તેમને પોલીસ મથકે લઇ જવા માટે લોડિંગ ટેમ્પોની વ્યવસ્થા કરવી પડી હતી.

હોલમાં ગાદલા પાથરીને કુલ 6 ગ્રુપમાં જુગાર રમાતો હતો
આ જુગાર અંગે ATS ટીમને બાતમી મળતા પોલીસ કાફલો હોટલે પહોંચ્યો હતો. જ્યાં હોટલના કિચન તરફથી વેઈટર આવતો જોવા મળ્યો. તેની વધુ પૂછપરછ કરતા કહ્યું કે, ગુજરાતના મૌલિક પટેલ ઉર્ફે ભુરા પટેલ ગ્રુપ લઈને પરમ દિવસે સાંજે ડિનર સમયે હોટલમાં ચેકઈન થયા હતા. વેઈટર પાસેથી આ માહિતી મળ્યા બાદ પોલીસે હોલનો દરવાજો ખખડાવ્યો. જેને પગલે એક વ્યક્તિએ દરવાજો તો ખોલ્યો પણ પોલીસને જોઈને તે ગભરાઈ ગયો. ત્યાર બાદ પોલીસની ટીમે અંદર પ્રવેશીને તમામને જ્યાં બેઠા છો ત્યાં જ બેઠા રહેવા ચેતવણી આપી અને તમામનો પરિચય પૂછ્યો. હોલમાં ગાદલા પાથરીને કુલ 6 ગ્રુપમાં 59 લોકો બેસીને જુગાર રમતા હતા. જ્યારે વચ્ચે દાવ પર લાગેલી રકમ, પ્લાસ્ટિકના સિક્કા અને હાથમાં 52 પત્તાઓ હતા.

ગ્રુપ બનાવીને રમાતો હતો જુગાર, પકડાયેલા આરોપીઓની યાદી
રિસોર્ટમાં 6 ગ્રુપ બનાવીને જુગાર રમાડવામાં આવી રહ્યો હતો. પ્રત્યેક ગ્રુપમાં 10 જુગારીઓને બેસાડવામાં આવતા હતા. પોલીસે ગ્રુપ પ્રમાણે પકડેલા જુગારીઓની યાદી આ પ્રમાણે છે.

રિસોર્ટમાં જુગાર રમતા પ્રથમ ગ્રુપના 10 જુગારી
01.) મેહુલ રમેશભાઈ સોની, નરોડા, અમદાવાદ
02.) જયેશ કિર્તી કુમાર, વિશ્વાસ સિટી, અમદાવાદ
03.) વસંત ધુલાભાઈ પટેલ, સોલા ભાગવત, સોલા, અમદાવાદ
04.) પુલા જીવનભાઈ ગાડોલિયા, સોલા ભાગવત, સોલા, અમદાવાદ
05.) ગોરગ સાહરભાઈ દેસાઈ, પલોજ અંજતા એપાર્ટમેન્ટ, સોલા, અમદાવાદ
06.) ભરત કુમાર રાવજીભાઈ ચંડીમલ, કનયા, અમદાવાદ
07.) સૈયદ અલી રસુલ મિયા, રામોલ ગામ, અમદાવાદ
08.) અશોક નટવરલાલ, માણસા, ગાંધીનગર
09.) ગૌરાંગ વિષ્ણુભાઈ શાહ, નરોડા, અમદાવાદ
10.) તેજસ વિનોદભાઈ શાહ, લક્ષ્મીવિલા, અમદાવાદ

રિસોર્ટમાં જુગાર રમતા બીજા ગ્રુપના 10 જુગારી
01.) પ્રગ્નેષ રમેશચંદ્ર વ્યાસ, ધર્મનાથ પ્રભુ સોસાયટી, અમદાવાદ
02.) ભદ્રેશ ઘનશ્યામભાઈ પારીક, આશિર્વાદ ટાવર, અમદાવાદ
03.) ઇલિયાશ મોહમ્મદ દાદ મોહમ્મદ કુરેષ, પાલનપુર
04.) ધુપદસિંહ રામસિંહ વાઘેલા, સાવંદ ગાદાની, અમદાવાદ
05.) કલ્પેશ દિલીપસિંહ વાઘેલા, ગોદારી ગામ, અમદાવાદ
06.) રણજીતસિંહ નટવરસિંહ વાઘેલા, ગોદારી ગામ, અમદાવાદ
07.) શ્રેયસ રમેશભાઈ પટેલ, નરોડા, અમદાવાદ
08.) રાજીવ ગણપતલાલ પટેલ, લાંભા ગામ, અમદાવાદ
09.) હર્ષદ રમેશભાઈ પટેલ, લાંભા ગામ, અમદાવાદ
10.) પ્રભુદાસ કાળુદાસ સોલંકી, લાંભા ગામ, અમદાવાદ

રિસોર્ટમાં જુગાર રમતા ત્રીજા ગ્રુપના 10 જુગારી
01.) ભવરલાલ ભૈરુલાલ, સુંદરવાસ, પ્રતાપનગર, ઉદયપુર
02.) લલિત અરવિંદ પટેલ, પ્રગતિપાર્ક, અમદાવાદ
03.) અશ્વિન શંકલલાલ કલાલ, મણિનગર, અમદાવાદ
04.) ગેબીલાલ શંકરલાલ, નીલડી
05.) હિતેષ રણછોડભાઈ પટેલ, પટેલવાસ, ગાંધીનગર
06.) અમૃત માધાભાઈ પટેલ, ગાંધીનગર
07.) મુકેશ જીવણભાઈ રાવત, ગાંધીનગર
08.) રાજુ રમેશભાઈ રાવત, ઉવારસદ, અડાલજ
09.) હરિસિંહ ખુમાણસિંહ વાઘેલા, નરોડા, અમદાવાદ
10.) નિસાર રહીમભાઈ મન્સુરી, ધામી, બનાસકાંઠા

રિસોર્ટમાં જુગાર રમતા ચોથા ગ્રુપના 10 જુગારી
01.) શંભુ મદનભાઈ દેસાઈ, સુભાષ ચોક, અમદાવાદ
02.) મોહન હરજીભાઈ રબારી, ગોતા, અમદાવાદ
03.) યુસુફ ખાન સુદા ખાન, ત્રણ દરવાજા, અમદાવાદ
04.) દીપેશ હસમુખભાઈ, ચાંદખેડા, અમદાવાદ
05.) રાજેન્દ્ર નટવરસિંહ, ચાંદખેડા, અમદાવાદ
06.) મહાવીર જૈન સુખલાલ જૈન,ઉદયપુર
07.) મનોજ લાલજી પ્રજાપતિ, નરોડા, અમદાવાદ
08.) જગદીશ રણછોડભાઈ પટેલ, ગાંધીનગર
09.) અનુપ પ્રભુદાસ વર્મા, અમદાવાદ
10.) રાહુલ કમલેશભાઈ, અમદાવાદ

રિસોર્ટમાં જુગાર રમતા પાંચમા ગ્રુપના 10 જુગારી
01.) મોડીલાલ ગૌતમભાઈ પટેલ, રાઠોડા, સેમારી, ઉદયપુર
02.) રમેશ વિનોદબાઈ પટેલ, નરોડા, અમદાવાદ
03.) મોહન મેજાનાથ જોગી, ઝલ્લારા, ઉદયપુર
04.) રાજેશ કમરુદ્દીન પોપટાણી, વેજલપુર, અમદાવાદ
05.) નરેશ છોટાલાલ ચૌહાણ, ગાયત્રી સોસાયટી, પાલનપુર
06.) અમૃત હરિભાઈ દેસાઈ, થલતેજ, અમદાવાદ
07.) સુનિલ ચંદ્રકાંત, લાંભા, અમદાવાદ
08.) સંજય કાળુભાઈ રબારી, કુઆ, અમદાવાદ
09.) મહેશ મીખાભાઈ પટેલ, બોજાલિયા, મહેસાણા
10.) પ્રકાશ જયંતિભાઈ પટેલ, 16 સાયન્સ સિટી, અમદાવાદ

રિસોર્ટમાં જુગાર રમતા છઠ્ઠા ગ્રુપના 10 જુગારી
01.) બલવેન્દ્રસિંહ કૃપાલસિંહ, મેઘાણીનગર, અમદાવાદ
02.) શક્તિ લક્ષ્મણસિંહ, આસાપુર, ડુંગરપુર
03.) બ્રજેશકુમાર વિક્રમભાઈ પટેલ, માણસા, ગાંધીનગર
04.) શૈલેષ શંકરભાઈ, માણસા, ગાંધીનગર
05.) નવીન કૃષ્ણકમાર શર્મા, એરિસ્ટો એન્કલેવ, ભુવાણા
06.) સરફાજ, મુસ્તફાખાન, કાલુપુર, અમદાવાદ
07.) યુસુફખાન હનીફ શેખ, દરિયાપુર, અમદાવાદ
08.) કિશોરસિંહ, કેસરસિંહ, શાસ્ત્રીનગર, નારાયણપુર, અમદાવાદ
09.) રણવીરસિંહ ખુમાણસિંહ વાઘેલા, નરોડા, અમદાવાદ

છ ગ્રુપના 59 જુગારીઓ પાસેથી 24 લાખથી વધુ કબજે કરાયા
ગ્રુપ પ્રમાણે લોકોની પૂછપરછ અને તલાસી લેવામાં આવી હતી. જેમાં પહેલા ગ્રુપ પાસેથી 3,24,600 રૂપિયા, બીજા ગ્રુપ પાસેથી 4,08,160 રૂપિયા, ત્રીજા ગ્રુપ પાસેથી 6,56,445 રૂપિયા, ચોથા ગ્રુપ પાસેથી 3,32,980 રૂપિયા, પાંચમા ગ્રુપ પાસેથી 3,13,390 રૂપિયા અને છઠ્ઠા ગ્રુપ પાસેથી 4,46,700 રૂપિયા મળી આવ્યા હતા. ઉપરોક્ત તમામ આરોપીઓ પાસેથી કુલ 24,82,275 રૂપિયા, પત્તાની 6 કેટ, પ્લાસ્ટિકના કોઇન્સના સેટ, એક લેપટોપ, કેલક્યુલેટર સહિતની સામગ્રી પણ કબજે કરવામાં આવી હતી.









80 Gujaratis caught gambling in Udaipur, 20 gamblers flee, Rs 20 lakh seized