Translate to...

ઉત્તર સેક્ટરમાં નેવીના મિગ-29 પ્લેન તહેનાત થશે, આર્મીને બોર્ડર પર દેખરેખ માટે ભારત ડ્રોન મળ્યા




ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલી હિંસક અથડામણ બાદ ભારતે ઉત્તર સેક્ટરમાં લગાતાર કામગીરી વધારી દીધી છે. નેવીના P-8I સર્વેલન્સ પ્લેન લગાતાર લદ્દાખ સેક્ટરમાં બાજનજર રાખવા માટે ફ્લાઇંગ કરે છે. હવે નેવીના મિગ-29 ફાઇટર જેટ પણ ઉત્તર સેક્ટરમાં તહેનાત થશે. હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતને ત્રણેય સેનાઓ વચ્ચે સમન્વય સાધવા માટે નિર્દેશ આપ્યા હતા. ત્યારબાદ આ નિર્ણય લેવામા આવ્યો છે. જનરલ રાવતે કહ્યું હતું કે પશ્વિમ અથવા ઉત્તર બોર્ડર પર એરફોર્સ સાથે નેવીના ફાઇટર જેટ તહેનાત કરવાની પણ જરૂરિયાત ઉભી થઇ શકે છે. નેવી પાસે અત્યારે 40 મિગ-29 છે અને INS વિક્રમાદિત્ય પર તહેનાત છે. તેઓ ગોવા સ્થિત INS હંસા બેઝથી રેગ્યુલર ફ્લાઇટ પર નિકળે છે. નેવીને રશિયના આ જેટ એક દાયકા પહેલા મળ્યા હતા.

દેખરેખ માટે DRDOએ આર્મીને ભારત ડ્રોન આપ્યાLAC પર દેખરેખ માટે DRDOએ આર્મીને ભારત ડ્રોન આપ્યા છે. આર્મીએ દેખરેખ માટે ડ્રોનની માંગણી કરી હતી. આ સૌથી હલકા અને આધુનિક ડ્રોન છે. તેમની સાઇઝ નાની હોવા છતા તેઓ પાવરફુલ છે અને કોઇ પણ લોકેશન પર ચોક્કસ સર્વેલન્સ માટે ઉપયુક્ત છે. તેમાં રિયલ ટાઇમ વીડિયો ટ્રાન્સમિશન, નાઇટ વિઝન અને ગીચ જંગલમાં લોકોની ઓળખ કરવાની ક્ષમતા છે.

ગલવાન પછી હવે લદ્દાખમાં નેવી એક્ટિવચીન સાથે અથડામણ બાદ નેવી લદ્દાખ સેક્ટરમાં દેખરેખ રાખવા અને ચીનની પોસ્ટ શોધવામા અગત્યનો રોલ ભજવે છે. તે સિવાય મલક્કામાં પણ ભારતીય નેવી અત્યારે અભ્યાસ કરી રહી છે. આ વિસ્તારમાંથી જ ચીનની નેવી હિંદ મહાસાગરમાં દાખલ થાય છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે અંદમાન નિકોબારમાં નેવીની વેસ્ટર્ન ફ્લીટ ડિપ્લોમેન્ટ અંતર્ગત યુદ્ધાભ્યાસ કરી રહી છે.

ડ્રોનની વિશેષતા

DRDOનાં સૂત્રોએ જણાવ્યું કે નાનું છે પણ અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી ડ્રોન ભારત અત્યંત સચોટ રીતે કોઈ પણ સ્થાને કામ કરે છે. અગ્રિમ રિલીઝ ટેક્નિકની સાથે યુનિબોડી બાયોમિમેટિક ડિઝાઈન નિરીક્ષણ મિશન માટે ઘાતક સંયોજન છે.ડ્રોનમાં કૃત્રિત ગુપ્ત તંત્ર પણ છે જે શત્રુઓ અને મિત્રોને શોધીને તે મુજબ કાર્યવાહી કરવામાં સક્ષમ છે. તે ઠંડા વિસ્તારમાં પણ નિરીક્ષણ કરી શકે છે. તેને રડાર પણ પકડી શકતું નથી.





નેવી પાસે અત્યારે 40 મિગ-29 છે અને INS વિક્રમાદિત્ય પર તહેનાત છે. ફાઇલ ફોટો