Translate to...

ઈરફાન પઠાણે કહ્યું- મને ત્રીજા ક્રમે બેટિંગમાં પ્રમોટ કરવાનો આઈડિયા સચિનનો હતો, ચેપલનો નહિ

ઈરફાન પઠાણે કહ્યું- મને ત્રીજા ક્રમે બેટિંગમાં પ્રમોટ કરવાનો આઈડિયા સચિનનો હતો, ચેપલનો નહિ
ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે કહ્યું કે, મને ત્રીજા ક્રમે બેટિંગમાં પ્રમોટ કરવાનો આઈડિયા સચિન તેંડુલકરનો હતો. તેમાં કોચ ગ્રેગ ચેપલનો તેમાં કોઈ હાથ નહોતો. પઠાણને 2005માં શ્રીલંકા સામે વનડેમાં ત્રીજા ક્રમે બેટિંગ માટે મોકલવામાં આવ્યો હતો. આમાં તેણે 70 બોલમાં 83 રન બનાવ્યા. ભારત આ મેચ 152 રને જીત્યું હતું.

આ પછી, ઈરફાને ઘણી મેચોમાં ટોપ ઓર્ડરમાં બેટિંગ કરી. તે ઝડપી બોલર તરીકે ભારતીય ટીમમાં જોડાયો. ઘણા દિગ્ગજો માને છે કે પ્રથમ ઇનિંગ્સમાં સારું પ્રદર્શન કર્યા પછી મેનેજમેન્ટે તેને ઓલરાઉન્ડર તરીકે તૈયાર કરવાની યોજના બનાવી હતી. આથી જ ઈરફાનની કારકિર્દી લાંબી ચાલી શકી નહીં.

કારકિર્દી સમાપ્ત કરવામાં ચેપલનો કોઈ હાથ નહોતોઈરફાને રોનક કપૂર સાથે ઇન્સ્ટાગ્રામ પર વાતચીત દરમિયાન કહ્યું કે, 'નિવૃત્તિ પછી પણ મેં ઘણી વાર કહ્યું છે કે મારી કારકિર્દી ખતમ કરવામાં ગ્રેગ ચેપલની કોઈ ભૂમિકા નથી. જ્યાં સુધી મને નંબર ત્રણ પર બેટિંગ માટે પ્રમોટ કરવાની વાત છે, તો તે સચિન પાજીનો આઈડિયા હતો, ચેપલનો નહીં. "

સિક્સ મારવાની ક્ષમતા હોવાથી પ્રમોટ થયો હતોતેણે કહ્યું, 'સચિન પાજીએ રાહુલ દ્રવિડ (કેપ્ટન)ને મને નંબર 3 પર મોકલવાની સલાહ આપી. તેમણે કહ્યું કે તે (ઇરફાન) સિક્સ મારવાની શક્તિ ધરાવે છે, નવા બોલથી ઝડપી રન બનાવી શકે છે અને ઝડપી બોલરો સામે પણ સારી રીતે રમી શકે છે, તેથી તેને બેટિંગમાં પ્રમોટ કરવો જોઈએ.

ચેપલ ભારતીય નથી,તેથી તેમને ટાર્ગેટ કરવા સરળ છેઈરફાને કહ્યું, "જ્યારે મુથૈયા મુરલીધરન તેના શાનદાર ફોર્મમાં હતો, ત્યારે મને પ્રથમ વખત બેટિંગમાં પ્રમોટ કરવામાં આવ્યો હતો. દિલહારા ફર્નાન્ડો પણ સ્પ્લિટ ફિંગરથી સ્લોઅર બોલ કરી રહ્યો હતો, જેનાથી બેટ્સમેનોને ઘણી મુશ્કેલી થઈ રહી હતી.ત્યારે મુરલીધરન અને ફર્નાન્ડો સામે આક્રમક બેટિંગ કરવા મને મોકલવામાં આવ્યો હતો. જેથી ટીમને લાભ મળી શકે. તેથી તે કહેવું યોગ્ય નથી કે ચેપલે મારી કારકિર્દી બગાડી. તેઓ ભારતીય ન હતા, તેથી તેમને ટાર્ગેટ કરવા વધુ સરળ હતા. "

પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાને 29 ટેસ્ટમાં 100 અને 120 વનડેમાં 173 વિકેટ ઝડપી છે. તેણે આ ફોર્મેટ્સમાં અનુક્રમે 1105 અને 1544 રન બનાવ્યા છે. 24 T-20માં 28 વિકેટ અને 172 રન કર્યા છે. ઇરફાને IPLની 103 મેચોમાં 80 વિકેટ ઝડપી છે અને 1139 રન બનાવ્યા છે.પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાને 29 ટેસ્ટમાં 100 અને 120 વનડેમાં 173 વિકેટ ઝડપી છે.