Translate to...

ઈમરાન સરકારે ચીન પાસેથી એક અબજ ડોલર ઉધાર લઇને સાઉદી અરબની લોનનો હપ્તો ચૂકવ્યો, હજુ બે અબજ ડોલર આપવાના છે

ઈમરાન સરકારે ચીન પાસેથી એક અબજ ડોલર ઉધાર લઇને સાઉદી અરબની લોનનો હપ્તો ચૂકવ્યો, હજુ બે અબજ ડોલર આપવાના છે



પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચે સંબંધોમાં જે ખટાશ આવી છે, તે હવે આર્થિક સ્તરે પણ દેખાઇ રહી છે. ચીન તેનો ફાયદો ઉઠાવી રહ્યું છે. પાકિસ્તાને તાજેતરમાં જ ચીન પાસેથી એક અબજ ડોલર ઉધાર લઇને સાઉદી અરબે આપેલી લોનનો હપ્તો ચૂકવ્યો છે. દોઢ વર્ષ પહેલા જ્યારે પાકિસ્તાન દેવાળુ ફૂંકવાની તૈયારીમાં હતું ત્યારે સાઉદીએ 3 અબજ ડોલર (લગભગ 22 હજાર કરોડ રૂપિયા)ની લોન આપી હતી.

કાશ્મીર મુદ્દાના લીધે પાકિસ્તાન અને સાઉદીના સંબંધોમાં કડવાશ આવી હતી. પાકિસ્તાનની ઇચ્છા હતી કે આ મુદ્દાની ચર્ચા માટે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કન્ટ્રીઝ (OIC)ની અર્જન્ટ મીટિંગ બોલાવવામા આવે. પરંતુ સાઉદી અરબ અને UAE આ મીટિંગ માટે તેમજ કાશ્મીર મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર ન હતા.

લોન લઇને લોન ચૂકવતી સરકાર લગભગ દોઢ વર્ષ પહેલા પાકિસ્તાન દેવાળુ ફૂંકવાની તૈયારીમાં હતું. IMF અને એશિયન ડેવલપમેન્ટ બેન્ક લોન માટે આકરી શરતો મુકી રહ્યા હતા. ત્યારે સાઉદી અરબે પાકિસ્તાનને 3 અબજ ડોલરની લોન આપી હતી. UAEએ પણ મદદ કરી હતી. હવે સાઉદી અને પાકિસ્તાનના સંબંધોમાં ખટાશ આવી છે તેથી ઈમરાન સરકારે ચીન પાસેથી લોન લઇને સાઉદીની લોનનો પહેલો હપ્તો ચૂકવ્યો છે.

ઈમરાને સંબંધ બગાડ્યા 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યાને એક વર્ષ પૂર્ણ થયું હતું. એક કાર્યક્રમમાં ઈમરાને સાઉદી અરબનું નામ લીધા વિના કહ્યું- કાશ્મીર મામલે આપણી સાથે કોઇ અવાજ ઉઠાવતું નથી. કારણ કે આપણામાં (ઇસ્લામિક દેશો)માં એકતા નથી. બાકી બધુ તો છોડો, આ મામલે આપણે OICની એક મીટિંગ પણ બોલાવી શકતા નથી. એ જ દિવસે સાંજે વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું- સાઉદી અને ખાડીના અમીર દેશ એટલા માટે સાથે નથી આવતા કારણ કે ભારત સાથે તેમના આર્થિક સંબંધો છે. પાકિસ્તાન હવે OICનો વિકલ્પ શોધી શકે છે.







ઇમરાન ખાન, ફાઇલ