Translate to...

ઈડીને 128 સવાલોના જવાબ આપ્યા પણ ઈડી મારા એક સવાલનો જવાબ ન આપી શકી: અહમદ પટેલ

ઈડીને 128 સવાલોના જવાબ આપ્યા પણ ઈડી મારા એક સવાલનો જવાબ ન આપી શકી: અહમદ પટેલસાંડેસરા બ્રધર્સ બેન્ક ફ્રોડ અને મની લોન્ડરિંગ મામલે ઈડીની પૂછપરછને કોંગ્રેસ નેતા અહેમદ પટેલે રાજકીય બદલાની કાર્યવાહી ગણાવી હતી. અહેમદ પટેલે શુક્રવારે ટિ્વટમાં કહ્યું કે ત્રણ વખત મારા ઘરે આવવા માટે ઈડીના અધિકારીઓનો આભાર. તેમણે લખ્યું કે મેં તેમના 128 સવાલોના જવાબ આપ્યા પણ તે મારા એક જ પાયાના સવાલનો જવાબ ન આપી શક્યા કે સાંડેસરા ગ્રૂપને ફાયદો પહોંચાડવા, વિશેષાધિકાર અને સન્માન આપવા માટે ગુજરાત રાજ્ય સરકારમાં કોણ જવાબદાર હતું?

અહેમદ પટેલનું સમર્થન કરતાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ ટિ્વટ કરી કે કોરોના મહામારી વચ્ચે અહેમદ પટેલજીને હેરાન કરવા માટે ઈડીને મોકલવી એ દર્શાવે છે કે આ સરકારની પ્રાથમિકતા શું છે? તેમણે લખ્યું કે હજારો લોકો મૃત્યુ પામી રહ્યા છે, અમારા સ્વાસ્થ્યકર્મી સહયોગ સંબંધિત પગલાં ભરવા માટે પરેશાન છે. અર્થતંત્ર અનપેક્ષિત સંકટનો સામનો કરી રહ્યું છે. ચીન આપણા ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી રહ્યું છે, આપણા સૈનિકો જીવ ગુમાવી રહ્યા છે. આ સરકાર પોતાનો સમય ક્યાં ખર્ચ કરવામાં વ્યસ્ત છે? તમને જણાવી દઈએ કે ઈડી અધિકારીઓએ અહેમદ પટેલની ગુરુવારે 10 કલાક, મંગળવાર અને શનિવારે 8-8 કલાક પૂછપરછ કરી હતી.અહેમદ પટેલની ફાઇલ તસવીર.