Translate to...

ઈડુક્કીમાં ભૂસ્ખલનમાં મજૂરોના 20થી વધુ ઘર વહી ગયા; 13ના મોત, 10ને બચાવાયા, 70થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા

ઈડુક્કીમાં ભૂસ્ખલનમાં મજૂરોના 20થી વધુ ઘર વહી ગયા; 13ના મોત, 10ને બચાવાયા, 70થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા



કેરળના ઈડુક્કી જિલ્લાના રાજમલામાં ભૂસ્ખલનથી 13 લોકોના મોત થયા છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે મોબાઈલ ટીમ અને 14 એમ્બ્યુલન્સ મોકલાઈ છે. અત્યાર સુધીમાં 10 લોકોને બચાવી લેવાયા છે. આ વિસ્તાર પર્યટન સ્થળ મુન્નારથી 25 કિમી દુર છે.

કેરળના ઘણા વિસ્તારોમાં ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. સ્થાનિક તંત્રના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં 70થી વધારે લોકો ફસાયા હોવાની આશંકા છે. બચાવ કામગીરી ચાલું છે.

જે જગ્યાએ ભૂસ્ખલન થયું તે ચાના બગીચામાં કામ કરતા મજૂરોની કોલોની હતી. લેન્ડ સ્લાઈડથી આખો વિસ્તાર સંકજામાં આવી ગયો. કાટમાળમાં મજૂરોના 20થી વધુ ઘર વહી ગયા. મળતી માહિતી પ્રમાણે, મોટાભાગના મજૂર તમિલનાડુના રહેવાસી હતા.

પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, જોરથી અવાજ આવ્યો અને બધુ જ ખતમ થઈ ગયું

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે,જ્યારે ભૂસ્ખલન થયું ત્યારે અમે જોરથી અવાજ સાંભળ્યો. ત્યારપછી બધુ ખતમ થઈ ગયું. લોકો બચવા માટે ભાગી રહ્યા હતા, પણ પાણી અને કાટમાળમાં બધુ વહીં ગયું.આપદામાં બચેલા દીપને જણાવ્યું કે, ભૂસ્ખલન વખતે હું પપ્પા, મમ્મી અને પત્ની સાથે ઘરમાં હતો. બધું કાટમાળમાં દબાઈ ગયું. તેમને આંખમાં વાગ્યું છે. મમ્મીની હાલત નાજૂક છે. તેમણે જણાવ્યું કે,મારા પિતા અને પત્ની હજુ સુધી મળ્યા નથી. જે જગ્યાએ ભૂસ્ખલન થયું ત્યાં ચાના બગીચામાં કામ કરતા મજૂરો રહેતા હતા

ઈડુક્કીમાં ભૂસ્ખલનમાં મજૂરોના 20થી વધુ ઘર વહી ગયા; 7ના મોત, 10ને બચાવાયા, 80થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા

#WATCH 5 dead in landslide in Idukki's Rajamala, #Kerala; 10 rescued so far Kerala CM has requested assistance from Indian Air Force for the rescue operation. pic.twitter.com/yWmwXHUxEz

— ANI (@ANI) August 7, 2020

3 જિલ્લામાં 11 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે 11 ઓગસ્ટ સુધી ઈડુક્કી, મલપ્પુરમ અને વાયનાડમાં ભારે વરસાદની આગાહી કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુરુવારે ભારે વરસાદના કારણે ઈડુક્કી જિલ્લામાં અસ્થાયી પુલ ધરાશાયી થયો હતો. ઈડુક્કી જિલ્લામાં મુથિરાપુઝા નદીની જળસપાટી પણ વધી ગઈ છે. નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.

પૂરના પાણીના કારણે અલુવા શિવ મંદિર ડૂબી ગયું

મલપ્પુરમ જિલ્લોઃ આ વિસ્તારમાં મંગળવારથી વરસાદ પડી રહ્યો છે. ચાલિયાર નદીનું જળસ્તર વધવાથી નિલામ્બુર વિસ્તારમાં પૂર આવી ગયું છે. અહીંયાના લોકોને અન્ય સ્થળ પર શિફ્ટ થવા માટે કહેવાયું છે. એર્નાકુલમ જિલ્લોઃ એર્નાકુલમની નજીક નેરિયમંગલમ ગામમાં પેરિયાર નદીનું પાણી ઘુસી ગયું છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં હાથી જોવા મળે છે. ત્રિસૂર જિલ્લોઃ છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ થવાથી ઘણા જિલ્લામાં વૃક્ષ ધરાશાયી થવાના સમાચાર મળી રહ્યા છે. અહીંયા ગુરુવાર સાંજે 110 કિમી/ કલાકની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. વાયનાડ જિલ્લોઃ ભારે વરસાદના કારણે છેલ્લા 48 કલાકમાં બે લોકોના મોત થયા છે. એક વ્યક્તિનું મોત ડૂબવાના કારણે થયું છે. સાથે જ અન્ય એક વ્યક્તિનું મોત વૃક્ષ ધરાશાયી થવાથી થયું છે. ઈડુક્કી જિલ્લોઃ 11 ઓગસ્ટ સુધી ઈડુક્કીમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. અહીંયાની મુથિરાપુઝા નદીનું જળ સ્તર વધી ગયું છે. આનાથી પર્યટન સ્થળ મુન્નાર જેવા નીચાણ વાળા વિસ્તારમાં પણ પૂર આવી ગયું છે.

#Kerala Red alert for extremely heavy rainfall warning issued for Idukki, Malappuram and Wayanad till 11 August. pic.twitter.com/ZJybEcLLdI

— ANI (@ANI) August 7, 2020





ઈડુક્કી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. રાજમાલા વિસ્તાર પસિદ્ધ પર્યટન સ્થળ મુન્નારથી 25 કિમી દૂર છે.