Translate to...

ઈઝરાયલમાં જેરુસલેમના મંત્રીનો રિપોર્ટ પોઝિટિવ, કુવૈતે 31 દેશોની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવ્યો; દુનિયામાં અત્યાર સુધી 1.80 કરોડ કેસ

ઈઝરાયલમાં જેરુસલેમના મંત્રીનો રિપોર્ટ પોઝિટિવ, કુવૈતે 31 દેશોની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવ્યો; દુનિયામાં અત્યાર સુધી 1.80 કરોડ કેસદુનિયામાં કોરોનાવાઈરસના સંક્રમણથી અત્યાર સુધી 1 કરોડ 80 લાખ 11 હજાર 802 કેસ સામે આવી ચુક્યા છે. જેમાં 1 કરોડ 13 લાખ 26 હજાર 232 દર્દી સાજા પણ થઈ ચુક્યા છે. સાથે જ 6 લાખ 88 હજાર 683 લોકોના મોત થયા છે. આ આંકડા www.worldometers.info/coronavirus વેબસાઈટ પ્રમાણે છે. ઈઝરાયલમાં જેરુસલેમના મંત્રી પોઝિટિવ મળી આવ્યા છે. મંત્રી રાફી પેરેટ્જે શનિવારે પોતે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે. પેરેટ્જ પહેલા અહીંયાના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી યાકોવ લિજમૈન પણ સંક્રમિત મળ્યા હતા. હાલ એ તપાસ ચાલી રહી છે કે તે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના સંપર્કમાં આવ્યા હતા કે નહીં. કુવૈતે શનિવારે 31 દેશમાંથી આવનારી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેમાં ઈરાન, ચીન, લેબનોન, સ્પેન, સિંગાપુર, મિસ્ર અને શ્રીલંકા જેવા દેશ સામેલ છે. કુવૈત એરપોર્ટે શનિવારે યાત્રા પ્રતિબંધોમાં રાહત આપી હતી. ત્યારપછી કુવૈત એરપોર્ટ પરથી ઘણી ફ્લાઈટ્સને મંજૂરી મળી ગઈ હતી.

10 દેશ જ્યાં કોરોનાની સૌથી વધુ અસર

દેશ

કેટલા સંક્રમિત કેટલા મોત કેટલા સાજા થયા અમેરિકા 47,64,318 1,57,898 23,62,903 બ્રાઝિલ 27,08,876 93,616 18,84,051 ભારત 17,51,919 37,403 11,46,879 રશિયા 8,45,443 14,058 6,46,524 દ.આફ્રિકા 5,03,290 8,153 3,42,461 મેક્સિકો 4,34,193 47,472 2,84,847 પેરુ 4,14,735 19,217 2,87,127 ચિલી 3,57,658 9,533 3,30,507 સ્પેન 3,35,602 28,445 ઉપલબ્ધ નથી ઈરાન 3,06,752 16,982 2,65,830

અમેરિકાઃ કેલિફોર્નિયામાં 5 લાખથી વધુ કેસ સામે આવ્યા અમેરિકાનું કેલિફોર્નિયા સંક્રમણના 5 લાખથી વધુ સંક્રમિતો ધરાવતું દેશનું પહેલું રાજ્ય બન્યું છે. કેલિફોર્નિયાના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટે શનિવારે જણાવ્યું કે, રાજ્યમાં કોરોનાના 6542 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા વધીને 5 લાખ 130 થઈ ગઈ છે. અહીંયા અત્યાર સુધી 9224 લોકોના મોત થયા છે. અહીંયા છેલ્લા 24 કલાકમાં 75 હજાર 546 સેમ્પલ ટેસ્ટ કરાયા છે. અત્યાર સુધી 78 લાખ 86 હજાર 587 લોકોના ટેસ્ટ કરાયા છે.

અમેરિકાના કેલિફોર્નિયામાં શનિવારે એક ટેસ્ટીંગ સેન્ટર પર ટેસ્ટ કરવામાં લાગેલા સ્વાસ્થ્યકર્મી

ઈટલીઃ 2 લાખથી વધુ લોકો સાજા થયા ઈટલીના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં શનિવાર સુધી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 2 લાખ 229 થઈ ચુકી છે. હાલ દેશમાં 12 હજાર 500 કેસ છે, જેમાં 705 હોસ્પિટલમાં દાખલ છે. માત્ર 43 દર્દી ICUમાં છે. અહીંયા અત્યાર સુધી 35 હજાર 146 લોકોના મોત થયા છે. ઈટલીમાં જુલાઈમાં દર રોજ કોરોનાના 200થી 300 નવા કેસ આવી રહ્યા છે. અહીંયા 31 જાન્યુઆરીએ હેલ્થ ઈમરજન્સીની જાહેરાત કરવામાં આવી હતી.

ઈટલીની રાજધાની રોમમાં શનિવારે કોલેજિયમ બિલ્ડીંગ પાસે માસ્ક લગાવીને પસાર થઈ રહેલું એક કપલ

નેપાળઃ સંક્રમિતોની સંખ્યા 20 હજારથી વધુ નેપાળમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 315 નવા કેસ આવવાની સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 20 હજારને પાર થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, આ સપ્તાહની શરૂઆતથી જ દેશમાં નવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. મંત્રાલયના પ્રવક્તા જાગેશ્વર ગૌતમે કહ્યું કે, લોકો ન તો સોશિયલ ડિસટન્સીંગના નિયમોનું પાલન કરી રહ્યા છે અને ન તો માસ્ક પહેરી રહ્યા છે. આનાથી જ કેસમાં વધારો થઈ રહ્યો છે.

નેપાળની રાજધાની કાઠમાંડૂમાં પટના દરબાર સ્ક્વેર પાસે લોકોના જાગૃત કરવા માટે નાટક કરી રહેલા સ્થાનિક વિદ્યાર્થીઓ

દક્ષિણ આફ્રિકાઃ મોતનો આંકડો 5 લાખને પાર દક્ષિણ આફ્રિકામાં સંક્રમણનો આંકડો 5 લાખ 3 હજાર 290 થઈ ગયો છે. દેશના સ્વાસ્થ્ય મંત્રી જવેલી મખાઈજે આ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, દેશમાં ત્રીજા ભાગના પોઝિટિવ કેસ ગાઉટેન્ગ રાજ્યમાંથી મળી રહ્યાં છે.

સાઉથ આફ્રિકાના કેપટાઉન ખાતે એક મસ્જિદમાં શનિવારે લાશ દફન કરવા માટે લઈ જવાની તૈયારીમાં લાગેલા કબ્રસ્તાનના કર્મચારીઓ

મેક્સિકોઃ એક દિવસમાં 9500થી વધુ મોત મેક્સિકોમાં શનિવારે 9,556 લોકોના મોત થયા છે. આ એક દિવસમાં સૌથી મોટો આંકડો છે. આ પહેલા શુક્રવારે અહીંયા 8,458 લોકોના મોત થયા હતા. દેશમાં અત્યાર સુધી 4 લાખ 34 હજાર 193 લોકો સંક્રમિત મળ્યા છે. આને મોતના કેસમાં બ્રિટનને પણ પાછળ છોડી દીધું છે.

ઈઝરાયલઃ વડાપ્રધાનના ઘરની સામે દેખાવ શનિવારે 10 હજારથી વધુ લોકોએ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના ઘરની સામે દેખાવ કર્યા હતા. દેખાવકારીઓએ તેમના રાજીનામાની માંગ કરી છે. લોકોએ મહામારીના કારણે બિઝનેસ પર અસર પડવાથી નારાજ લોકોએ ઘણી અન્ય જગ્યાએ દેખાવ કર્યા હતા. સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે, સૌથી મોટા દેખાવ રાજધાની જેરુસલેમમાં થયા છે. શનિવારે રાતે થયેલા દેખાવમાં મંજૂરી ઈઝરાયલ પોલીસે આપી હતી.ઈઝરાયલની રાજધાની જેરુસલેમમાં શનિવારે વડાપ્રધાન નેતન્યાહૂના ઘરની સામે લોકોએ દેખાવ કર્યા.