ઇંગ્લેન્ડની પ્રથમ વિકેટ પડી, ડોમિનિક સિબલે શૂન્ય રને કેમર રોચનો શિકાર થયો

ઇંગ્લેન્ડની પ્રથમ વિકેટ પડી, ડોમિનિક સિબલે શૂન્ય રને કેમર રોચનો શિકાર થયો



ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી ટેસ્ટમાં માન્ચેસ્ટર ખાતે 1 વિકેટે 3 રન કર્યા છે. જો રૂટ 0રને અને રોરી બર્ન્સ3રને રમી રહ્યા છે. ડોમિનિક સિબલે શૂન્ય રને કેમર રોચની બોલિંગમાં LBW થયો હતો.

વિન્ડિઝે ટોસ જીતીને બોલિંગ લીધી

વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન જેસન હોલ્ડરે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં માન્ચેસ્ટર ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે.ઇંગ્લેન્ડે પોતાની પ્લેઇંગ 11માં બે ફેરફાર કર્યાછે. ઝેક ક્રોલે અને સેમ કરનની જગ્યાએ જેમ્સ એન્ડરસન અને જોફરા આર્ચરને ટીમમાં સ્થાન મળ્યું છે.જ્યારે બીજી તરફ વેસ્ટ ઇન્ડીઝે એક બદલાવ કર્યો છે. ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફની જગ્યાએ સ્પિનર રહકીમ કોર્નવેલને ટીમમાં જગ્યા મળી છે.

ઇંગ્લેન્ડની પ્લેઇંગ 11:1) રોરી બર્ન્સ 2) ડોમ સિબલે 3) જો રૂટ (કેપ્ટન) 4) બેન સ્ટોક્સ 5) ઓલી પૉપ 6) જોસ બટલર (વિકેટકીપર) 7) જોફરા આર્ચર 8) ક્રિસ વોક્સ 9) ડોમ બેસ 10) સ્ટુઅર્ટ બ્રોડ 11) જેમ્સ એન્ડરસન

વેસ્ટ ઇન્ડીઝની પ્લેઇંગ 11:1) જોન કેમ્પબેલ 2) ક્રેગ બ્રેથવેટ 3) શામરહ બ્રુક્સ 4) શાઇ હોપ 5) જર્મેન બ્લેકવુડ 6) રોસ્ટન ચેસ 7) શેન ડાઉરિચ (વિકેટકીપર) 8) જેસન હોલ્ડર (કેપ્ટન) 9) રહકીમ કોર્નવેલ 10) કેમર રોચ 11) શેનોન ગેબ્રિયલ

સીરિઝ 1-1ની બરાબરી પર છે. વેસ્ટ ઇન્ડીઝ પાસે આ મેચ જીતીને 32 વર્ષ બાદ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ જીતવાની તક છે. આ પહેલા 1988માં વિન્ડિઝ ટીમે ઇંગ્લિશ ટીમને તેના ઘરે 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં 4-0થી હરાવી હતી.વિન્ડિઝે પહેલી ટેસ્ટ 4 વિકેટે જીતી હતી, જ્યારે ઇંગ્લેન્ડે વાપસી કરતા બીજી ટેસ્ટ 113 રને જીતી હતી.

હેડ-ટૂ-હેડ:ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે અત્યાર સુધીમાં 159 ટેસ્ટ મેચ રમાઈ છે. તેમાંથી ઇંગ્લેન્ડ 50 ટેસ્ટ જીત્યું, 58 હાર્યું અને 51 મેચ ડ્રો રહી હતી. તે જ સમયે, ઇંગ્લિશ ટીમે ઘરમાં વિન્ડિઝ સામેની 88 મેચમાંથી 35 મેચ જીતી અને 31 હારીછે. જ્યારે 22 મેચ ડ્રો થઈ છે.

પિચ-વેધર રિપોર્ટ:માન્ચેસ્ટરમાં મેચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદની સંભાવના છે. ઓલ્ડ ટ્રેફોર્ડની પિચ પર ફાસ્ટ બોલર્સને મદદ મળશે. ટોસ જીતનાર ટીમ બેટિંગ પસંદ કરશે. અહીં પ્રથમ બેટિંગ કરનારનો સક્સેસ રેટ 38.75% છે. આ મેદાન પર અત્યાર સુધીમાં 80 ટેસ્ટ રમાઈ છે. તેમાંથી પ્રથમ બેટિંગ કરનાર 31 જીતી અને 14 હારી છે.







વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન જેસન હોલ્ડરે ઇંગ્લેન્ડ સામે ટોસ જીતીને બોલિંગ લીધી.