ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટમાં સાઉથહેમ્પટનના રોઝ બાઉલ સ્ટેડિયમ ખાતે 3વિકેટે 62રન કર્યા છે. બેન સ્ટોક્સ 5 અને ઝેક ક્રોલે 5 રને રમી રહ્યા છે.ગેબ્રિયલના લેગ-સ્ટમ્પ યોર્કર પર અમ્પાયરે રોરી બર્ન્સને LBW નોટઆઉટ આપતા કેપ્ટન હોલ્ડરે રિવ્યુ લીધો હતો. રિપ્લેમાં સ્પષ્ટ હતું કે બોલ લેગ સ્ટમ્પને કિસ કરી રહ્યો હતો. બર્ન્સે 85 બોલમાં 4 ફોરની મદદથી 30 રન કર્યા હતા.આઉટ થયા પહેલાં તેણે પોતાની 16મી ટેસ્ટમાં 1000 રન પૂરા કર્યા છે. તે પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂક પછી 1 હજાર રન કરનાર પ્રથમ ઓપનર બન્યો છે. કૂક 2007માં ઓપનર તરીકે 1હજાર પૂરા કર્યા હતા. આમ, 13 વર્ષે અન્ય ઓપનર આ આંક વટાવી શક્યોછે.
જોઈ ડેન્લી શેનોન ગેબ્રિયલની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે 58 બોલમાં 4 ફોરની મદદથી 18 રન કર્યા હતા.
પ્રથમ દિવસે 17.4 ઓવર જ થઈ શકીમહામારીના કારણે 116 દિવસ પછી ક્રિકેટની વાપસી થઈ, ત્યારે પહેલો રન નોંધાય તે પહેલાં વિકેટ પડી હતી. ઓપનર ડોમ સિબલે શેનોન ગેબ્રિયલના બોલને લિવ કર્યો, પરિણામે તેને પેવેલિયન ભેગું થવું પડ્યું હતું. તે શૂન્ય રને બોલ્ડ થયો હતો. જોકે વરસાદ અને ખરાબ પ્રકાશના કારણે માત્ર 17.4 ઓવરની રમત શક્ય બની હતી.
ઇંગ્લેન્ડની પ્લેઇંગ 11:1) રોરી બર્ન્સ 2) ડોમ સિબલે 3) જો ડેન્લી 4) ઝેક ક્રોલે 5) બેન સ્ટોક્સ (કેપ્ટન) 6) ઓલી પૉપ 7) જોસ બટલર (વિકેટકીપર) 8) ડોમ બેસ 9) જોફરા આર્ચર 10) જેમ્સ એન્ડરસન 11) માર્ક વુડ
વેસ્ટ ઇન્ડીઝની પ્લેઇંગ 11:1) જોન કેમ્પબેલ 2) ક્રેગ બ્રેથવેટ 3) શામરહ બ્રુક્સ 4) શાઇ હોપ 5) જર્મેન બ્લેકવુડ6) રોસ્ટન ચેસ 7) શેન ડાઉરિચ (વિકેટકીપર) 8) જેસન હોલ્ડર (કેપ્ટન) 9) અલઝારી જોસેફ 10) કેમર રોચ 11) શેનોન ગેબ્રિયલ
England vs West Indies first test day two live updated
England vs West Indies first test day two live updated