Translate to...

ઇન્સ્ટાગ્રામ પર વિરાટના 7 કરોડ ફોલોઅર્સ, સૌથી વધુ ફોલો થનારો ભારતીય બન્યો કોહલી

ઇન્સ્ટાગ્રામ પર વિરાટના 7 કરોડ ફોલોઅર્સ, સૌથી વધુ ફોલો થનારો ભારતીય બન્યો કોહલી




ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર 7 કરોડ ફોલોઅર્સ ધરાવતા પહેલા ભારતીય બન્યા છે. ક્રિસ્ટિઆનો રોનાલ્ડો, લિયોનેલ મેસ્સી અને નેમાર પછી તે પ્લેટફોર્મ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતો ચોથા ક્રમનો ખેલાડી બન્યો છે. તેણે આ લિસ્ટમાં 6.9 કરોડ ફોલોઅર્સ ધરાવતા બાસ્કેટબોલ ખેલાડી લેબ્રોન જેમ્સને પાછળ છોડી દીધો છે.

યુવેન્ટસના સ્ટ્રાઈકર રોનાલ્ડોના ઇન્સ્ટાગ્રામ પર 23.2 કરોડ ફોલોઅર્સ છે. બીજા સ્થાને બાર્સિલોનાનો લિયોનલ મેસ્સી છે. તેના 16.1 કરોડ ફોલોઅર્સ છે, જ્યારે બ્રાઝિલના ફૂટબોલર નેમારના ઇન્સ્ટાગ્રામ પર 14 કરોડ લોકો છે.

પ્રિયંકા ચોપરાના 5.5 કરોડ ફોલોઅર્સ કોહલી બાદ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો થનારી ભારતીય પ્રિયંકા ચોપરા જોનાસ છે. પ્રિયંકાને 5.5 કરોડ લોકો ફોલો કરે છે. ત્રીજા સ્થાને શ્રદ્ધા કપૂર છે જેના 5.1 કરોડ ફોલોઅર્સ છે. ઇન્સ્ટામાં ફોલો થનારા ટોપ-10 ભારતીય સેલિબ્રેટીમાં એકમાત્ર ખેલાડી છે.

ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો થનારા ટોપ-10 ભારતીય

સેલિબ્રિટી ફોલોઅર્સ વિરાટ કોહલી 7 કરોડ પ્રિયંકા ચોપરા 5.50 કરોડ શ્રદ્ધા કપૂર 5.14 કરોડ દિપીકા પાદુકોણ 5.10 કરોડ આલિયા ભટ્ટ 4.80 કરોડ નરેન્દ્ર મોદી 4.59 કરોડ જેકલીનફર્નાન્ડિસ 4.30 કરોડ અક્ષય કુમાર 4.29 કરોડ નેહા કક્કડ 4.24 કરોડ કેટરીના કૈફ 4.11 કરોડ

કોહલીએ લોકડાઉનમાં એક પોસ્ટથી રૂ. 1.2 કરોડ કમાયો ભારતીય કેપ્ટન કોહલી ઇન્સ્ટાગ્રામ પર માત્ર ફોલોઅર્સના મામલે જ આગળ નથી, પણ કમાણીના મામલે પણ ટોપ પર છે. કોહલીએ લોકડાઉન દરમિયાન એક સ્પોન્સર્ડ ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી દુનિયામાં સૌથી વધુ કામની કરનાર એથલીટના લિસ્ટમાં એકમાત્ર ક્રિકેટર છે. એટેન મેગેઝિને 12 માર્ચથી 14 મે વચ્ચે ખેલાડીઓની કમાણી અંગેનો અહેવાલ તૈયાર કર્યો હતો. આમાં, કોહલીએ દરેક પોસ્ટમાંથી સરેરાશ 1,26,431 પાઉન્ડ (લગભગ રૂ. 1.2 કરોડ) મેળવ્યા હતા.

કમાણીના મામલે વિરાટ છઠા ક્રમે લોકડાઉન દરમિયાન ખેલાડીઓની કમાણીના મામલે વિરાટ કોહલી છઠા ક્રમે છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર ત્રણ સ્પોન્સર્ડ પોસ્ટથી રૂ. 3.6 કરોડની કામની કરી હતી. પહેલા ક્રમે ફૂટબોલર રોનાલ્ડો છે. રોનાલ્ડોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી રૂ. 18ની કામની કરી હતી. રોનાલ્ડોના ઇન્સ્ટાગ્રામ પર 23 કરોડથી વધુ ફોલોઅર્સ છે.

ઇન્સ્ટાગ્રામ પર કમાણીના મામલે રોનાલ્ડો બાદ બાર્સેલોનાનો સ્ટ્રાઈકર લિયોનલ મેસ્સી આવે છે. મેસ્સીએ લોકડાઉન દરમિયાન 4 પોસ્ટથી 12,99,373 પાઉન્ડ (આશરે રૂ. 12.3 કરોડ)ની કામની કરી હતી. આ સિવાય બ્રાઝિલિયન સ્ટાર જૂનિયર નેમાર ત્રીજા ક્રમે છે. નેમારને 4 પોસ્ટ માટે 11,92,211 પાઉન્ડ (અંદાજે રૂ. 11.4 કરોડ) મળ્યા હતા.







With Virat's 70 million followers on Instagram, Kohli became the most followed Indian