ઇતિહાસમાં પ્રથમ વખત દ્વારકા જગત મંદિર જન્માષ્ટમીએ 10 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી બંધ રહેશે

ઇતિહાસમાં પ્રથમ વખત દ્વારકા જગત મંદિર જન્માષ્ટમીએ 10 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી બંધ રહેશે



આગામી તા. 12 ઓગસ્ટના રોજ કૃષ્ણ ભગવાનની 5247મી જન્મજયંતી આવી રહી છે. ત્યારે કોરોના સંક્રમણના કારણે જગત મંદિર 10 ઓગસ્ટથી લઇને તા. 13 ઓગસ્ટ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે. આ ચાર દિવસોમાં આશરે બે લાખથી વધુ વૈષ્ણવો દર્શનનો લાભ લેતા હોય છે. ત્યારે કોરોના મહામારી ન ફેલાય તેવા હેતુથી તંત્ર દ્વારા જગતમંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે. જોકે નિત્યક્રમ રાબેતા મુજબ કરવામાં આવશે. પરંતુ ઇતિહાસમાં પ્રથમ વખત આ ઘટના હશે કે ભગવાન રાજાધીરાજ દ્વારકાધીશના જન્મોત્સવમાં ફક્ત પુજારી પરિવાર સિવાય કોઇ નહી હોય.

દ્વારકા મંદિરના પુજારી પ્રણવભાઇએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના પગલે તંત્ર દ્વારા લેવામાં આવેલ પગલાને અમે બીરદાવીએ છીએ. પરંતુ દ્વારકાવાસીઓને આ ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવમાં ભાગ લેવા દેવો જોઈએ. બહારગામથી આવતા યાત્રિકોમાં કોઇ કોરોના સંક્રમિત હોઇ શકે, જેથી તેમને દ્વારકામાં પ્રવેશ નિશેષ હોવો જરૂરી છે. પણ દ્વારકાના સ્થેનિકોને આ લાભથી વંચીત રાખવા યોગ્ય નથી. સોશિયલ ડિસ્ટન્સ તથા સરકારના નિયમોને આધિન તંત્રે આ વિષય પર ફરી વિચાર કરવો જોઈએ.







દ્વારકા જગત મંદિરની ફાઇલ તસવીર.