આ વર્ષે જુલાઈમાં 42 ટકા વરસાદ પડ્યો, છેલ્લા છ વર્ષમાં જુલાઈ 2017માં 80.52 ટકા તો જુલાઈ 2016માં 32.75 ટકા નોંધાયો હતો

આ વર્ષે જુલાઈમાં 42 ટકા વરસાદ પડ્યો, છેલ્લા છ વર્ષમાં જુલાઈ 2017માં 80.52 ટકા તો જુલાઈ 2016માં 32.75 ટકા નોંધાયો હતોરાજ્યમાં 15 જૂનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થયા બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જોકે જુલાઈ મહિનામાં રાજ્યના અનેક વિસ્તારોમાં જોઇએ તેવો વરસાદ નોંધાયો નથી. જુલાઈ મહિનામાં સિઝનનો 42.33 ટકા એટલે કે 13.8 ઇંચ વરસાદ પડ્યો છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની http://www.gsdma.org/માં આપવમાં આવેલી માહિતીના આધારે રાજ્યમાં 1990થી 2019 સુધીમાં સિઝનનો એવરેજ 32.7 ઇંચ વરસાદ નોંધાય છે. જે પ્રમાણે છેલ્લા છ વર્ષ એટલે કે 2015થી 2020 સુધીમાં જુલાઈ મહિનામાં સૌથી ઓછો વરસાદ 2016માં નોંધાયો હતો. જુલાઈ 2016માં 10.2 ઇંચ (32.75 ટકા) વરસાદ પડ્યો હતો. જ્યારે સૌથી વધુ વરસાદ જુલાઈ 2017માં 25.6 ઇંચ(80.52 ટકા) વરસાદ નોંધાયો હતો.

સૌરાષ્ટ્રમાં જુલાઈ મહિનાનો વરસાદ સૌરાષ્ટ્રમાં સિઝનનો એવરેજ 26.6 ઇંચ વરસાદ નોંધાય છે. 2015થી 2020 સુધીમાં સૌરાષ્ટ્રમાં જુલાઈ મહિનામાં નોંધાયેલો વરસાદ જોઇએ તો સૌથી વધુ જુલાઈ 2017માં 20.4 ઇંચ એટલે કે સિઝનના કુલ વરસાદનો 78.73 ટકા વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો વરસાદ જુલાઈ 2016માં 8.5 ઇંચ એટલે કે 33.12 ટકા વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાતમાં જુલાઈ મહિનાનો વરસાદ ઉત્તર ગુજરાતમાં સિઝનનો એવરેજ 28.3 ઇંચ વરસાદ નોંધાય છે. 2015થી 2020 સુધીમાં ઉત્તર ગુજરાતમાં જુલાઈ મહિનામાં નોંધાયેલો વરસાદ જોઇએ તો સૌથી વધુ જુલાઈ 2017માં 33.1 ઇંચ એટલે કે સિઝનના કુલ વરસાદનો 121.42 વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો વરસાદ જુલાઈ 2019માં 7.1 ઇંચ એટલે કે 25.73 ટકા વરસાદ નોંધાયો છે. નોંધનીય છેકે, 2015માં ઉત્તર ગુજરાતમાં સિઝનનો એવરેજ 675mm એટલે કે 26.5 ઇંચ વરસાદ ગણવામાં આવ્યો હતો.

મધ્ય ગુજરાતમાં જુલાઈ મહિનાનો વરસાદ મધ્ય ગુજરાતમાં સિઝનનો એવરેજ 32.2 ઇંચ વરસાદ નોંધાય છે. 2015થી 2020 સુધીમાં મધ્ય ગુજરાતમાં જુલાઈ મહિનામાં નોંધાયેલો વરસાદ જોઇએ તો સૌથી વધુ જુલાઈ 2017માં 20.7 ઇંચ એટલે કે સિઝનના કુલ વરસાદનો 64.41 વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો વરસાદ જુલાઈ 2020માં 9 ઇંચએટલે કે 28.01 ટકા વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં જુલાઈ મહિનાનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં સિઝનનો એવરેજ 57 ઇંચ વરસાદ નોંધાય છે. 2015થી 2020 સુધીમાં દક્ષિણ ગુજરાતમાં જુલાઈ મહિનામાં નોંધાયેલો વરસાદ જોઇએ તો સૌથી વધુ જુલાઈ 2018માં 41.2 ઇંચ એટલે કે સિઝનના કુલ વરસાદનો 73.06 વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો વરસાદ જુલાઈ 2020માં 17.6 ઇંચ એટલે કે 30.93 ટકા વરસાદ નોંધાયો છે.

કચ્છમાં જુલાઈ મહિનાનો વરસાદ કચ્છમાં સિઝનનો એવરેજ 16.2 ઇંચ વરસાદ નોંધાય છે. 2015થી 2020 સુધીમાં કચ્છમાં જુલાઈ મહિનામાં નોંધાયેલો વરસાદ જોઇએ તો કચ્છમાં જુલાઈ 2015માં સૌથી વધુ 18.2 ઇંચ એટલે કે સિઝનના કુલ વરસાદનો 119.72 ટકા વરસાદ પડ્યો હતો. જ્યારે સૌથી ઓછો વરસાદ જુલાઈ 2018માં 46 ઇંચ એટલે કે 11.8 ટકા વરસાદ નોંધાયો હતો.It received 42% rainfall in July this year, 80.52% in July 2017 and 32.75% in July 2016 in the last six years.