આ વખતે ગર્ભગૃહ સુધી જવાની મંજૂરી નથી, ઓનલાઇન રૂદ્રાભિષેક થશે, સ્પીડ પોસ્ટ દ્વારા શ્રદ્ધાઓને પ્રસાદ મોકલવામાં આવશે

આ વખતે ગર્ભગૃહ સુધી જવાની મંજૂરી નથી, ઓનલાઇન રૂદ્રાભિષેક થશે, સ્પીડ પોસ્ટ દ્વારા શ્રદ્ધાઓને પ્રસાદ મોકલવામાં આવશેઉત્તરપ્રદેશના વારણસીમાં કાશી વિશ્વનાથ મંદિર છે. ગંગા કિનારે વસેલું આ મંદિર દેશના 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે. એવી માન્યતા છે કે, કાશી ભગવાન શિવના ત્રિશુળ ઉપર ટકેલું છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે આજથી શ્રાવણ મહિનો શરૂ થઇ રહ્યો છે. કોરોનાના કારણે આ વર્ષે દર્શન કરવાની રીતમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. ભાસ્કર ટીમ કાશી વિશ્વનાથ પહોંચી અને ત્યાંની તૈયારીઓ અંગે જાણકારી પ્રાપ્ત કરી. જાણો કાશી વિશ્વનાથથી લાઇવ રિપોર્ટ...

ભગવાન શિવની નગરી કાશીમાં આ વર્ષે શ્રાવણનો રંગ ફિક્કો જોવા મળ્યો છે. ઘાટથી લઇને ગલીઓ સુધી સન્નાટો છે. કોરોનાના કારણે ભક્ત અને ભગવાન વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ આવી ગયું છે. ગર્ભગૃહ સુધી જવાની પરમિશન કોઇ શ્રદ્ધાળુઓને મળશે નહીં. આ વર્ષે જળાભિષેક પણ થઇ શકશે નહીં. સંક્રમણથી બચવા માટે મંદિરને દર 6 કલાકના સમયગાળામાં સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે.

કોરોનાના કારણે આ વર્ષે મંદિર પરિસરમાં ભીડ રહેશે નહીં. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને સીમિત સંખ્યામાં જ લોકો દર્શન કરી શકશે. ફોટો- ઓપી સોની

પહેલીવાર યાદવ સમાજના 5 લોકો જ જળાભિષેક કરી શકશેઃ-પહેલાં શહેરમાં વિવિધ જગ્યાએ કાવડીઓના કેમ્પ લાગતાં હતાં. દેશભરથી આવતાં કાંવડીઓના રંગમાં કાશી કેસરિયો થતું જતું હતું. પરંતુ, આ વર્ષે આ રંગ ગાયબ રહેશે. પહેલીવાર યાદવ સમાજના માત્ર પાંચ લોકો જ જળાભિષેક કરવા જઇ શકશે. જ્યારે પરંપરા પ્રમાણે દર વર્ષે શ્રાવણના પહેલાં સોમવારે હજારોની સંખ્યામાં તેઓ સીધા ગર્ભગૃહમાં જઇને જળાભિષેક કરતાં હતાં. ગયા વર્ષે એક લાખથી વધારે લોકોએ પોણા ત્રણ કલાક સુધી જળાભિષેક કર્યો હતો.

પહેલાં શ્રાવણના મહિનામાં જ્યાં સેંકડોની ભીડ હતી, ત્યાં આ વર્ષે માત્ર પાંચ શ્રદ્ધાળું જ રહેશે. ગૌદોલિયાથી મંદિર સુધીના રસ્તામાં સુરક્ષાકર્મી વધારે અને શ્રદ્ધાળુઓ ઓછા જોવા મળે છે. ચાર નંબરના ગેટ પર સુરક્ષાકર્મીઓ વધારે સંખ્યામાં જોવા મળે છે.

દુગ્ધાભિષેક કરતાં પૂજારી. કોરોનાના કારણે આ વર્ષે ઓનલાઇન રૂદ્રાભિષેકની વ્યવસ્થા કરવામાં આવી છે. ફોટો- ઓપી સોની

સ્પીડ પોસ્ટ દ્વારા પ્રસાદ મોકલવામાં આવશેઃ-આ વર્ષે ઓનલાઇન રૂદ્રાભિષેક થશે અને સ્પીડ પોસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને પ્રસાદ મોકલવામાં આવશે. આ પ્રસાદ 251 રૂપિયામાં મળી શકશે. મંદિરમાં રૂદ્રાભિષેક અને આરતીની કિંમતમાં 30 ટકાનો વધારો કરવામાં આવી શકે છે. કોરોનાના કારણે નાગપાંચમના દિવસે કાશીના નાગકૂપ ઉપર પણ શાસ્ત્રાર્થ માટે વિદ્વાનોનો એકઠા થશે નહીં.

શ્રાવણ મહિના દરમિયાન કાશીમાં શિવ અને રામકથા કહેનાર અનેક કથાવાચક આ વર્ષે કાશી આવી શકશે નહીં. શિવમહાપુરાણની કથા કહેનાર બાલવ્યાસ શ્રીકાંત શર્માના કહેવા પ્રમાણે લગભગ ત્રણ દશકથી શ્રાવણના છેલ્લાં દસ દિવસ તેઓ કાશીમાં પસાર કરે છે, પરંતુ આ વર્ષે તેઓ કથા કરી શકશે નહીં.

આ વર્ષે મંદિરમાં રૂદ્રાભિષેક અને આરતીની કિંમતમાં 30 ટકાનો વધારો કરવામાં આવી શકે છે. સ્પીડ પોસ્ટ દ્વારા પ્રસાદ શ્રદ્ધાળુઓના ઘરે મોકલવામાં આવશે.

મંદિર પરિસરમાં એક સમયે પાંચ લોકો જ રહી શકશેઃ-જિલ્લાની સીમાઓ ઉપર પોલીસ વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે, જો કોઇ શ્રદ્ધાળુ બહારથી બાબાના દર્શન માટે આવે છે તો તેને પાછા મોકલી દેવામાં આવશે. આ કારણે મંદિરની આસપાસ પૂજા, ફૂલ, દૂધ, શ્રૃંગારની મોટાભાગની દુકાનો પણ જોવા મળશે નહીં. શ્રીકાશી વિશ્વનાથ મંદિરના મુખ્ય પૂજારી શ્રીકાંત મિશ્રાના કહેવા પ્રમાણે, પહેલાં સવારથી સાંજ સુધી અનુષ્ઠાન-પૂજા ચાલતાં હતાં. પરંતુ, આ વર્ષે મંદિર પરિસરમાં એક સમયે પાંચ લોકો જ રહી શકશે. એવામાં રૂદ્રાભિષેક, અનુષ્ઠાન-પૂજન સંભવ થશે નહીં.

આ વર્ષે ગર્ભગૃહમાં આવવાની મંજૂરી નથી. ચારેય દરવાજા ઉપર તેના માટે વ્યવસ્થા કરવામાં આવી છે. બહારથી જ શ્રદ્ધાળુઓ જળાભિષેક કરીને સીધી બાબા સુધી પહોંચશે.

પહેલાં બે લાખથી વધારે લોકો દર્શન કરતાં હતાં, આ વર્ષે 25 હજારનું લક્ષ્યઃ-પહેલાં મંદિર પરિસરમાં શાસ્ત્રી આ કામને કરતાં હતાં. મંદિરમાં દર્શન માટે પાંચ કિમીથી વધારે લાંબી લાઇન જોવા મળતી હતી. શ્રાવણના સોમવારે બે લાખથી વધારે લોકો દર્શન કરતાં હતાં. પરંતુ આ વર્ષે પ્રશાસનનું લક્ષ્ય 25 હજાર લોકોને દર્શન કરાવવાનું છે. મંદિર કાર્યપાલક સમિતિના અધ્યક્ષ અને કમિશનર દીપક અગ્રવાલએ જણાવ્યું કે, કોરોનાના કારણે થોડી સાવધાની રાખવામાં આવી રહી છે. જળાભિષેક તો થશે પરંતુ દૂરથી જ થશે, ગર્ભગૃહમાં કોઇપણ વ્યક્તિને જવાની મંજૂરી રહેશે નહીં.

પહેલાં દર વર્ષે એક લાખથી વધારે યાદર બંધુ શ્રાવણના પહેલાં સોમવારે ગર્ભગૃહમાં જળાભિષેક કરતાં હતાં. આ વર્ષે માત્ર 5ને જ મંજૂરી છે.

મંદિર પરિસરમાં જવા માટે 3 ઝોન બનાવવામાં આવ્યાં છેઃ-ગર્ભગૃહના ચારેય દરવાજા ઉપર બહારથી જ અર્ઘની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ ત્યાંથી બાબાનો જળાભિષેક કરી શકશે અને જળ સીધું બાબા સુધી પહોંચશે. મંદિર પરિસરમાં જવા માટે ત્રણ ઝોન બનવવામાં આવ્યાં છે. પહેલો ઝોન મંદિરની અંદર હશે, જ્યાં માત્ર 5 શ્રદ્ધાળુઓ પ્રવેશ કરી શકશે.

ગોપસેવા સમિતિના પ્રદેશ ઉપાધ્યક્ષ વિનય યાદવ કહે છે કે, દર વર્ષે ઓછામાં ઓછાં એક લાખ યાદવ બંધુ શ્રાવણના પહેલાં સોમવારે દેશભરથી આવીને ગર્ભગૃહમાં જળાભિષેક કરતાં હતાં. જેમાં 10 થી 12 હજાર લોકો તો કાશીથી બહારના હતાં. પરંતુ, આવું પહેલીવાર થયું છે જ્યારે માત્ર 5 લોકો જ જળાભિષેક કરશે. અમે બાબા વિશ્વનાથથી કોરોના મુક્ત ભારતની પ્રાર્થના કરીશું. આ જ પ્રાર્થના કાશીના દરેક વ્યક્તિ દેશ માટે કરશે.This time it is not allowed to go to the sanctum sanctorum, anointing will be done online, prasad will be sent to the believers through speed post