આવતી કાલે 16થી 18 જુલાઇ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતાં ચોમાસાની જમાવટ થશે. ત્યારે આજે રાજ્યમાં 11 તાલુકામાં વરસાદ નોઁધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામ અને સુરતના ચોર્યાસીમાં દોઢ ઈંચ નોંધાયો છે. ઉપરાંત નવસારીના જલાલપોર અને નવસારીમાં 10-10 મિમિ વરસાદ પડ્યો છે. વલસાડના વાપી અને વલસાડમાં 8-8 મિમિ તથા નવસારીના ગણદેવીમાં 7 મિમિ વરસાદ નોંધાયો છે. હવામાન વિશેષજ્ઞની આગાહી મુજબ આવતીકાલે અમદાવાદમાં દોઢથી પાંચ ઇંચ, જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 8થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે.
આજે સવારે 6થી 8ના સમયગાળામાં નોઁધાયેલો વરસાદ
જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં) વલસાડ ઉમરગામ 38 સુરત ચોર્યાસી 36 નવસારી જલાલપોર 10 નવસારી નવસારી 10 વલસાડ વલસાડ 8 વલસાડ વાપી 8 નવસારી ગણદેવી 7લૉ- પ્રેશર, મોન્સૂન ટ્રફ વરસાદ ખેંચી લાવશેહાલમાં ઓડિશા પાસે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન બંગાળની ખાડી અને ઓડિશાની આજુબાજુ છે, જે દેશનાં પશ્ચિમ વિસ્તારમાં ગતિ કરશે અને મધ્ય ભારતથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે. તેમજ 16 જુલાઇ સુધી ગુજરાત સુધી પહોંચીને અપર એર સાયક્લોનિક સરક્યુલેશન જમીનના લેવલથી નજીક આવીને લો-પ્રેશર બનશે,સાથે મોન્સુન ટ્રફ પણ જમીન તરફ નીચે આવશે. જેને લીધે 16થી 18 જુલાઇ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ ખેંચી લાવશે, જેમાં 17 જુલાઇએ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
ગઈકાલે 14 જુલાઈએ રાજ્યના 101 તાલુકામાં વરસાદ નોધાયોરાજ્યના દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામ્યું હોય તેવો માહોલ સર્જાયો છે. ગઈકાલે રાજ્યના 101 તાલુકામાં વરસાદ નોઁધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ નવસારીના જલાલપોરમાં સવા ચાર ઈંચ, સુરત શહેરમાં 4 ઈંચ, નવસારી અને ચોર્યાસીમાં 3-3 ઈંચ, જ્યારે બોટાદ, વલસાડ, સુરતના પાલસણા, પારડી અને ખેડાના કપડવંજમાં 2-2 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
14 જુલાઈએ નોંધાયેલા વરસાદના 1 ઈંચથી વધારે વરસાદના આંકડા
જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં) નવસારી જલાલપોર 112 સુરત સુરત શહેર 109 નવસારી નવસારી 73 સુરત ચોર્યાસી 69 બોટાદ બોટાદ 61 વલસાડ વલસાડ 57 સુરત પાલસણા 56 વલસાડ પારડી 55 ખેડા કપડવંજ 53 નવસારી ગણદેવી 39 તાપી નિઝર 35 બોટાદ ગઢડા 27 ખેડા મહુધા 26 સાબરકાંઠા વડાલી 25 સુરેન્દ્રનગર લખતર 25Amid heavy rain forecast in the state tomorrow, Today 15 July Rain in Guarat