Translate to...

આવકવેરા વિભાગે ITR ફાઈલ કરવાની અંતિમ તારીખ આગળ વધારી, હવે 30 નવેમ્બર સુધી જમા કરી શકાશે

આવકવેરા વિભાગે ITR ફાઈલ કરવાની અંતિમ તારીખ આગળ વધારી, હવે 30 નવેમ્બર સુધી જમા કરી શકાશે




આવકવેરા વિભાગ (ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ)એ કરદાતાઓને મોટી રાહત આપતા નાણાકીય વર્ષ 2019-20 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની તારીખ લંબાવી દીધી છે. હવે કરદાતાઓ 30 નવેમ્બર 2020 સુધી ITR ફાઈલ કરી શકશે. કોરોનાના કારણે લોકોને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રાહત આપવામાં આવી છે.

Understanding & keeping in mind the times that we are in, we have further extended deadlines. Now, filing of ITR for FY 2019-20 is extended to 30th Nov, 2020. We do hope this helps you plan things better.#ITDateExtension#FacilitationDuringCovid#WeCare#IndiaFightsCoronapic.twitter.com/ZoGBpok3V7

— Income Tax India (@IncomeTaxIndia) July 4, 2020

TDS/TCS સ્ટેટમેન્ટ્સ ફાઈલ કરવાની ડેડલાઈન પણ વધારી2019-20 માટે TDS/TCS સ્ટેટમેન્ટ ફાઈલ કરવાની ડેડલાઈનને ફરીથી વધારીને 31 જુલાઈ 2020 સુધી કરવામાં આવી છે. તે ઉપરાંત TDS/TCS સર્ટિફિકેટ જાહેર કરવાની તારીખ પણ વધારીને 15 ઓગસ્ટ 2020 કરવામાં આવી છે.

ટેક્સ છૂટ માટે 31 જુલાઈ સુધી કરી શકાશે રોકાણટેક્સ બચાવવા માટે આકવેરાની કલમ 80C,80D,80Eમાં રોકાણ કરવાની સમય મર્યાદાને 30 જૂનથી વધારીને 31 જુલાઈ કરી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં જો તમે કર મુક્તિ માટે રોકાણ કરવા માંગતા હો, તો તમે 30 જુલાઇ સુધી રોકાણ કરી શકો છો. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નવું ITR ફોર્મ જાહેર કર્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ નાણાકીય વર્ષ 2019-20 માટે રિર્ટન ફોર્મમાં સુધારો કર્યો છે.

ફોર્મ-16 ભરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવીકર્મચારીઓને તેમની કંપની તરફથી ફોર્મ 16 સામાન્ય રીતે મે મહિનામાં મળી જાય છે પરંતુ આ વખતે કોરોનાના કારણે સરકારે ફોર્મ 16ને જાહેર કરવાની તારીખ 31 જુલાઈ સુધી વધારી દીધી છે. ફોર્મ 16 એક પ્રકારનું TDS સર્ટિફિકેટ છે, જેની ITR ફાઇલ કરતી વખતે જરૂર પડે છે.

31 માર્ચ 2021 સુધી પાનને આધાર સાથે લિંક કરાવી શકાશેસરકારે પાનને આધાર સાથે લિંક કરવાની તારીખ 31 માર્ચ રાખી હતી પરંતુ લોકડાઉનના કારણે તેને 30 જૂન 2020 સુધી વધારી દેવામાં આવી હતી. તેને ફરી એકવખત 31 માર્ચ 2021 સુધી વધારવામાં આવી છે.







The Income Tax Department has extended the deadline for filing ITR, now you can submit it till November 30